SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ શારં દ્વિખર કરો तए णं समोवासैए अरहन्नए त दिव्वं पिसाचरुव एज्जमाणा पासइ पासित्ता। શ્રમણોપાસક અરહનકે જ્યારે તે દિવ્ય, અપૂર્વદષ્ટ-ક્યારે પણ નહિ જોયેલું એવું પિશાચના રૂપને પિતાના વહાણ તરફ આવતું જોયું જઈને તે સમાપ ભય પામ્યો નહિ, તળે ત્રસ્ત થયા નહિ, ધર્મથી ચલિત થયા નહિ, હંમરે ગભરા નહિ, મraહે વ્યાકુળ થયે નહિ, જુવિને ઉદ્વિગ્ન થયે નહિ. અભિન્ન મુદાયને તેને મેને રંગ અને આંખોને વર્ણ જરાપણ વિકૃત થયે નહિ. દેવાનુપ્રિયે ! અરહનક તમારા જે શ્રાવક હતે. પણ ધર્મમાં તેની કેવી અડગ શ્રદ્ધા છે કે ખુદ ભગવાને તેનાં ગુણ ગાયાં છે. ઘરમાં બેઠાં પણ જેને જોઈને ત્રજ જેવા કઠોર માણસની છાતી ફાટી જાય તેવાં બિહામણાં પિશાચને અરહનક શ્રાવકે પિતાના વહાણ તરફ આવતે જે. છતાં સહેજ પણ ભય પામ્યા નહિ કે ભયની પ્રજારી ન થઈ. એને એ ગભરાટ ન થયે કે અહીંથી ભાગી જાઉં. આ રાક્ષસ આવશે ને મને મારી નાંખશે ! મારું શું થશે ? અરે, ડર તે ન લાગે પણ એના મુખ ઉપર કે આંખ ઉપર ભયની રેખા દેખાતી ન હતી. કારણ કે તેને ધર્મ ઉપર અખૂટ શ્રદ્ધા હતી. આત્મવિશ્વાસ હતો. આત્માની શક્તિને તેણે પીછાણું હતી. કે મારા આત્મામાં અનંત શક્તિ છે. તેને હણવાની કોઈનામાં તાકાત નથી. હીરાના મૂલ્ય ઝવેરી કરી શકે. કુંભાર નહિ. એક ગામમાં એક કુંભાર વસતો હતે. તે રોજ માટી ખાણે માટી ખોદવા જતે હતે. એક વખત ગામ બહાર ઘણે દૂર પહાડ પાસે માટી ખોદવા માટે ગયે. તે જ્યાં માટી ખેદ હતો તેની નજીકમાં હીરાની ખાણ હતી. આ કુંભાર માટી ખેદતાં ખેદતાં તેમાંથી બે હીરા મળ્યા. કુંભારને આ હીરો જોઈને નવાઈ લાગી કે મેં પથરા ઘણું જેમાં પણ આ પથરે કઈ જુદી જાતને લાગે છે. કારણ કે તેણે હીરે કદી જોયો નથી. તેને હીરાનું જ્ઞાન નથી. પછી એના મૂલ્યની ક્યાંથી ખબર હોય? આ રીતે તમને હીરા જેવું જૈન શાસન અને જૈન ધર્મ મળે છે. પણ જ્યાં સુધી જૈનત્વની ઝાંખી ન થાય ત્યાં સુધી શા કામનું? મહાન પુણ્યોદયે આવું ઉત્તમ જૈનકુળ, જૈનશાસન અને જૈન ધર્મ મળે છે તે સાચા ઝવેરી બની આત્મારૂપી હીરાની પિછાણી કરી લે. આ અવસર વારંવાર મળવો મુશ્કેલ છે. પિલા કુંભારને માટીની ખાણમાંથી બે હીરા મળ્યા. એણે આવા ચમક્તા પથરા કોઈ દિવસ જોયાં ન હતાં. એટલે જોઈને ખુશ થયા કે ચાલે, આ પથરા છોકરાને રમવા આપીશ તે બિચારા રાજી થશે. ધનવાનનાં છોકરા રમકડે રમે છે. તે મારા કરા આ ચમક્તા પથરા રમશે. આ વિચાર કરીને કુંભારે એના ફળીયાના
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy