________________
શારદા શિખર
૨૫
સંખ્યા વધારે છે. શ્રાવક એ તીનું એક અ’ગ છે. ભગવાનનાં શ્રાવકા દૃઢધમી હાય છે. હૈય, જ્ઞેય અને ઉપાદેયનાં જાણકાર હાય છે.
આપણે અરહન્નક શ્રાવકની વાત ચાલે છે. તમે રાજ ખામણામાં ખેલા છે ને કે ભગવાનનાં શ્રાવકે દૃઢધમી અને પ્રિયધમી હૈાય. આજે પ્રિયધી શ્રાવકે ઘણાં જોવામાં આવે છે પણ દૃઢધી શ્રાવકા બહુ ઓછા છે. પ્રિયધમીકાને કહેવાય ? જેને ધમ ગમે છે, ધર્મ ઉપર શ્રધ્ધા છે, ધર્મ સારા ને સાચા છે. ધથી સુખ મળે છે, કલ્યાણ થાય છે. આવુ સમજે છે, પણ જ્યારે આફ્ત આવે છે ત્યારે ચલાયમાન થઈ જાય છે. ધમ માં દૃઢ રહી શકતા નથી. અને દૃઢધી શ્રાવકના માર્ચ ગમે તેટલી આફત આવે તે પણ ધમને છેડે નહિ. મૃત્યુને ભેટવા તૈયાર થાય પણ વીતરાગ ધર્માંને છેડે નહિ. આવા અરહન્નક શ્રાવક ધન કમાવા માટે દેશ છેડી પરદેશ જઈ રહ્યા છે. તે વહેપાર કરતાં કરશે પણ વચમાં તેમના માથે આફત આવી ગઈ. એ ધન કમાવા માટે જાય છે. ત્યાં વચમાં ધમતું ધન કમાવાના બજાર ખુલી ગયા. જેને મન ધન એ ખેાખુ' છે ને ધર્મ એ માલ જેવા છે તે આતના સમયે ધરૂપી માલને પકડી રાખે છે ને ધનરૂપી ખાખાને ફગાવી દે છે. તેમ અરહન્નક શ્રાવક એવા દૃઢધી હતા કે તે ધને માટે ધન કે શરીરની પરવા કરે તેવા ન હતા.
ગઈકાલે આપણે વાત આવી ગઈ કે તેમને ભયભીત કરવા માટે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને એક પિશાચ આવ્યે. એના હાથ, પગ, જીભ, હાઠ, કાન, નાક, આંખ વિગેરે અવયવા કેવા હતા તે આપણે લખેલુ વાંચ્યું છે. કંઈ પ્રત્યક્ષ જોયું નથી છતાં કાળજું કંપી જાય છે કે તે પિશાચ કેવા હશે ? આ ઉપાશ્રયમાં જે આવું દૃશ્ય જોવામાં આવે તેા હું માનું છું કે ખધા ગુચ્છા લઈને ભાગા ભાગ કરે, તમે એકલા નહિ ભેગા પાટે બેસનારા પણ ભાગે. (હસાહસ) કારણ કે સૌને જીવવું ગમે છે. મરવું કેાઈને ગમતું નથી. અહીં તેા ભરદરિયામાં પિશાચ નજર સમક્ષ જોચે. નીચે પાણીના ઉત્પાત છે ને ઉપર પિશાચનો ઉત્પાત છે. વરસાદ પડેછે, મેઘ ગાજે છે, વીજળી ઝબૂકે છે, ભયંકર વાવાઝોડુ' થાય છે. પાણીનાં માજા ઉછળે છે ને વહાણુ વાંકુ થઈ જાય છે. હમણાં ઊંધું વળી જશે તેમ લાગે છે. અને ઉપર ભય*કર પિશાચ અટ્ટહાસ્ય કરતા, મોટી આંખા કાઢતા, હાથમાં તલવાર લઈને એમની તરફ આવતા દેખાય છે. આ બધા ઉત્પાત થવાથી અરહન્નક શ્રાવક સિવાયનાં ખધા વહેપારીઓ ભયભીત થઈને વહાણમાં આમથી તેમ દોડવા લાગ્યા. સૌ સૌના ઈષ્ટદેવની માનતા માનવા લાગ્યા ને એકખીજાને ભેટી પડયા. માત્ર એક અરહન્નક શ્રાવક ઠંડે કલેજે બેઠી છે.