SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર તેની બંને તરફની કાનપટ્ટી ઉચે ઉપસેલી હતી. તેના બંને કાન ઉપરના રૂવાટા મહાવિકરાળ હતાં, તેના બંને કાન આંખના ખૂણુ સુધી ફેલાયેલાં હતાં. તેની બંને આખે બિલાડાની જેમ પીળી હતી. કેઈ માણસની આંખે એવી હોય છે કે જાણે તે આપણું સામું જોઈ રહેતું હોય એમ લાગે છે. જાણે શિકારીની આંખ જોઈ લે. તેને જોઈને ડર લાગે, તેવી રીતે આ પિશાચની આંખો પણ બિલાડાની આંખ જેવી પીળી ને ચમકતી હતી. તેની ભંમરે વક હતી. તેના ગળામાં નરસુંડ–માણસનાં ડોકાવાળી માળા પહેરેલી હતી. તેના શરીરે જાત જાતનાં સર્વે વીંટળાયેલાં હતાં. તેના ખભા ઉપર આમ તેમ લટકતા અને ફૂંફાડા મારતા સર્પો, વીંછીઓ, ધ્રો ઉંદર, નળીયાઓ, અને સરટેની અનેક રંગવાળી માળા તેણે પહેરેલી હતી. “ોગ aw ધમધમેત વંત રાજપૂત!” કાનમાં કુંડળના સ્થાને તેણે ભયંકર ફેણવાળા ફૂંફાડા મારતાં બે કાળા સર્ષો પહેલાં હતા. “માર સિવાર પં” તેના બંને ખભા ઉપર તેણે બિલાડા અને શિયાળને બેસાડયા હતા. મોટા સાદે ઘૂ..ઘૂ કરતાં ઘુવડને તેણે માથા ઉપર મુગટના સ્થાને બેસાડ્યા હતા. ઘંટના ભયંકર ધ્વનિથી તે ભયંકર લાગતું હતું. અને તેના ભયંકર ધ્વનિથી કાયર માણસોનાં હદયને કંપાવતે વારંવાર અટ્ટહાસ્ય કરતો હતો. તેનું શરીર ચરબી-લેહી–માંસ અને મળથી ખરડાયેલું હતું. તેનું વૃક્ષસ્થળ ખૂબ પહેલું હતું. અનેક જાતનાં રંગોના પહેરેલાં વાઘના ચામડાનાં વામાં વાઘનાં આખા નખે, રૂંવાટા મેં, આંખ અને કાન સ્પષ્ટ દેખાતા હતા. ઉંચા કરેલાં બંને હાથમાં તેણે લેહીથી ખરડાયેલું લાંબુ હાથીનું ચામડું પહેરેલું હતું. આવા તાડ જેવા ઉંચા પિશાચને તે વહેપારીઓએ ભયંકર અત્યંત કર્કશ, અમંગળરૂપ, અપ્રિય, અમનોજ્ઞ અને બીભત્સ વાણીથી બીજાને ત્રાસ આપતે અને પિતાની તરફ આવતા જોયો. બંધુઓ ! આવા ભયંકર પિશાચને આપણે ઘરમાં બેઠાં હેય ને આવતાં જિઈએ અથવા સ્વપ્નમાં જોઈએ તે પણ પ્રજી ઉઠીએ છીએ. આ લેકે ભરદરિયામાં ખુલ્લા વહાણમાં બેઠાં હતાં. તેમને કે ડર લાગ્યું હશે ? ઘરમાં કે જંગલમાં હોય તે ત્યાંથી કયાંય ભાગી છૂટાય પણ આ દરિયામાંથી કયાં જઈ શકાય? આ બધાં વણિકે ભયથી ત્રાસ પામ્યા. તેમના આત્માનાં પ્રત્યેક પ્રદેશમાં ભયની પ્રજારી થવા લાગી અને તેઓ ભયભીત થઈને એક બીજાને ચેટી પડયા. જ્યારે માણસ ખૂબ ભયમાં મૂકાઈ જાય છે ત્યારે બીજા સાથે હોય તેને વળગી પડે છે. તે રીતે અરહનક શ્રાવક સિવાયનાં બધાં વણિકે એક બીજાને વળગી પડયા અને અરેરે.. આપણું શું થશે ? આ પિશાચ આપણને મારી નાંખશે. આ પ્રમાણે કહેવા લાગ્યાં. તેમાંથી ઘણાં આફતમાંથી બચવા માટે,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy