SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ શાસા શિખર ૭૨૧. ___ "इंदाण य खंदाण य रुदसिववेसमण णागाणं भूयाणय जक्खाणय अज्ज कोट्ट किरियाय बहूणि उवाइय सयाणि ओवाइयमाणा २ चिट्ठति ।" ઈન્દ્રોની સકંદની કાર્તિકેયની, રૂદ્રની, શિવની, વૈશ્રમણની, નાગની, ભૂતની, યક્ષની, પ્રશાંત સ્વભાવવાળી દેવીઓની તેમજ ચંડિકા રૂપ દેવીઓની સેંકડે પ્રકારની વારંવાર માનતા કરવા લાગ્યા. કે જે અમે આ સંકટમાંથી મુક્ત થઈશું તે તમારા દર્શન કરવા માટે આવીશું. અમુક ધૂપ-દીપ ને થાળ કરીશું. આ રીતે પિતપતાનાં જે ઈષ્ટદેવ હતા તેમની માનતા કરતા હતા. અને તેમનું સ્મરણ કરવા લાગ્યા. - જ્યારે માણસ આવી મુશ્કેલીમાં મૂકાઈ જાય છે ત્યારે ભગવાનના સ્મરણમાં એ એકચિત્ત બની જાય છે કે તેને બહાર કોણ આવ્યું કે શું થયું તેની કાંઈ ખબર ન હોય, એ મસ્ત બની જાય પણ એ જ વ્યક્તિને અમે એક નવકારમંત્રની માળા ગણવાનું કહીએ તે એમ કહે છે કે મહાસતીજી! માળા ગણતાં અમારું ચિત્ત સ્થિર રહેતું નથી. પણ આવા સંકટમાં મૂકાઈ જવાઈ ત્યારે ચિત્ત કેવું સ્થિર રહે છે. રૂપિયાની નોટના બંડલ ગણતી વખતે કેટલી સ્થિરતા હોય છે ! તે વખતે ૧૦ રૂ.ની નેટના બંડલમાં ૧૦૦ રૂ.ની નેટ મૂકી આવતા નથી. ચેપડાનો હિસાબ કરતી વખતે કેટલી બધી સ્થિરતા હોય છે. આવી સ્થિરતા ભગવાનના નામ સ્મરણમાં નિઃસ્વાર્થ ભાવે આવે તે બેડે પાર થઈ જાય. દરિયામાં વહાણમાં બેઠેલા વહેપારીઓ ભયથી ધ્રુજી ઉઠયાં છે. સૌ એકચિત્તે ભયમાંથી મુક્ત થવા માટે ભગવાનનું નામ સ્મરણ કરે છે. આ બધામાં અરહનક શ્રાવક નિર્ભયપણે બેઠાં છે. એમનું રૂંવાડું પણ ફરકતું નથી. અરહનક શ્રાવકને કેટલે આત્મવિશ્વાસ હશે ! તેમની દૃઢતા કેવી હશે ! આવા શ્રાવકેની દઢતા જોઈને આપણે શ્રધ્ધામાં દઢ બનવાનું છે. આવા શ્રાવકના જીવનમાંથી સાધુ-સાધ્વીઓને પણ પ્રેરણા મળે છે કે આ ગૃહસ્થાશ્રમમાં બેઠેલે શ્રાવક જ્યારે આ દઢધમ છે, મારણાંતિક ઉપસર્ગ આવ્યા છતાં તે તેની શ્રધ્ધામાંથી ચલિત થતું નથી, ત્યારે સંતોએ તે ઘરબાર છોડયાં છે, શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ રાખવાનો ને સુખ દુઃખમાં સમભાવ રાખવાની પ્રતિજ્ઞા કરી છે તે આવા સમયે કેટલા દઢ રહેવું જોઈએ ! અહીં અરહ-નક શ્રાવક નિશ્ચિતપણે બેઠાં છે. હવે પેલે પિશાચ શું કરશે તેના ભાવ અવસરે. ચરિત્ર ઃ હિરણ્યક રાજાને વૈરાગ્ય આવવાથી નમિનાથ ભગવાનને દીક્ષા આપવાની વિનંતી કરી. નમિનાથ ભગવંતે હિરણ્યરાજાને દીક્ષા આપવા માટે સ્વીકાર કર્યો. એટલે તે દીક્ષા લેવા તત્પર થયા. “સિધ્ધ વિદ્યાઓનું ભાવિ” : તે વખતે તેની સિદ્ધ કરેલી વિદ્યાઓએ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy