SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર " अरहन्नग वज्जा संजत्ताणावा वाणियगा एगं च णं महं तालपिसाच પત્તિ.” ' અરહનક સિવાયના બધા સાયંત્રિક પિતવણિક જનોએ મેટા તાલવૃક્ષ જે અને તાલવૃક્ષ જેવી મેટી સાથળવાળો એક પિશાચ જે. અહીં એમ કહ્યું છે કે અરહનક સિવાયના વહેપારીઓએ આ પિશાચ જે. એનો અર્થ એ નથી કે અરહનકે નથી જે. અરહનક શ્રાવકે જે છે પણ શાસ્ત્રકાર એ બતાવવા માગે છે કે અરહનક સિવાયનાં બધા વહેપારીઓ તે પિશાચને જોઈને ભયભીત બની ગયા પણ અરહનક શ્રાવક જરા પણ ભય ન પામ્યા. તે તે દેહને કવર જે માનતાં હતાં એટલે એ વિચાર કરતા હતાં કે કદાચ મને આ પિશાચ મારી નાંખશે તે મારા દેહને મારશે પણ મારા આત્માને મારવા માટે સમર્થ નથી. મારે આત્મા તે અખંડ, અવિનાશી, નિત્ય છે. તેના ટુકડા કરવા કોઈ સમર્થ નથી. આવી જેને શ્રધ્ધા હેય તે ગમે તેવા ઉપસર્ગો આવે તે પણ ડગે ખરે? એને કઈ જાતનો ડર નથી. શાંત ચિત્ત નિશ્ચિતપણે તે બેઠાં હતાં. એ પિશાચ કે હતે? તેના બંને હાથ એટલા બધા લાંબા હતાં કે જાણે તે આકાશને સ્પર્શ ન કરતા હોય ! તેવું લાગતું હતું. તેનાં માથાનાં છૂટા પડેલાં વાળ આમ તેમ વિખરાઈ ગયા હતા. તેનો રંગ ભમરાઓનાં ટેળા, અડદના ઢગલા, પાડાના શીંગડા જેવું અને પાણીથી ભરેલી મેઘની ઘટાઓ જે ખૂબ કાળો હતે. તેનાં નખ સૂપડાં જેવાં હતાં. તેમની જીભ અગ્નિમાં તપાવવાથી લાલચોળ થઈ ગયેલી હળની કેશ જેવી હતી. તેના હોઠ ઘણાં લાંબા હતા. તેનું મુખ સફેદ ગાળમટેળ અણીયાળી મજબૂત દાઢવાળું હતું. તેની જીભનાં બંને ટેરવા સ્થાનમાંથી બહાર કાઢેલી તલવાર જેવાં તીક્ષણ હતા. તે પાતળા ને ચંચળ હતાં. વિષયનાં રસ ગ્રહણ કરવા માટે અત્યંત લુપ તથા આતુર થયાં હોય તેની માફક તેમાંથી સતત લાળ ટપકતી હતી. તેની જીભ તલવારની ધાર જેવી તીક્ષણને ખૂબ લાંબી હતી. એનું મોટું પહોળું કરે ત્યારે તેનું તાળવું અને જીભ બીભત્સ ને લાલચેળ હીંગળોક જે દેખાતાં હતાં. કે જાણે તેના મોઢામાંથી અગ્નિની જવાળાઓ બહાર નીકળી રહી ન હોય! એને જોઈને માણસ મૂછગત થઈ જાય તે તે બિહામણું લાગતે હતું. તેના બંને ગાલ કેસની જેમ કરચલીઓવાળાં અને મેંમાં પેસી ગયેલાં હતાં. તેનું નાક નાનું અને ચપટું હતું. તેના નાકના છિદ્રોમાંથી જે શ્વાસોચ્છુવાસ નીકળતા હતો તે જાણે કઈ ક્રોધે ભરાયેલે માણસ ધમધમ કરતા સામે ધસીને આવતે હોય ત્યારે ધમણમાંથી ધમ ધમ અવાજ આવે છે તે અવાજ થાય છે તેમ આ પિશાચ શ્વાસોશ્વાસ લે ત્યારે કઠોર ને કર્કશ અવાજ આવતું હતું,
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy