________________
શારદા શિખર પિશાચ નાચી રહ્યો હતે. બંને ભુજાઓ એકબીજા સાથે અફળાવતે હતે. એના તાડના વૃક્ષ જેવા લાંબા પગ જાણે ધરતીને અડતાં હોય અને એનાં હાથ આકાશને અડતાં હોય તેમ લાગતું હતું. એના હાથ–પગ પછાડવાને અવાજ ભયંકર મેઘની ગર્જના જે ભયાનક લાગતું હતું. અને તે નાચતે, કૂદત, અટ્ટહાસ્ય, કરતું હતું. તે ગર્જના કરતે પિતાની પાસે આવી રહ્યો હોય તેમ લાગતું હતું. તેના હાથમાં છરાની ધાર જેવી તીક્ષણ ધારવાળી તલવાર હતી. અરહનક આદિ વહેપારીઓને એમ થયું કે તે પિશાચ હાથમાં તલવાર લઈને તેમની તરફ ઘસીને આવી રહ્યો છે.
આ ભયંકર પિશાચ અને ભયંકર તેફાન જોઈને અરહનક શ્રાવક સિવાયનાં બધાં વહેપારીઓ થરથર ધ્રુજવા લાગ્યા. તેઓ મનમાં ચિંતવવા લાગ્યા કે હવે આવી બન્યું. આ ઉપસર્ગમાંથી બચીને આપણે સહીસલામત ઘેર પહોંચીએ તેમ લાગતું નથી. બધાનાં હાજા ગગડી ગયા. મરણના ડરથી ભયભીત બની ગયા. આવા સમયે ભગવાન કેવા યાદ આવે ? એકચિત્તે બધા પોતપોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરવા લાગ્યા. બધા ભયભીત બની ગયાં છે. માત્ર એક અરહનક શ્રાવક નિર્ભયપણે બેઠાં છે. જેને વીતરાગ વચનની શ્રદ્ધા છે તેને મરણને ડર નથી લાગતું. એ તે એક જ વિચાર કરે છે કે જો મારું આયુષ્ય આ નિમિત્તે પૂરું થયું હશે તે મને કોઈ બચાવવા સમર્થ નથી. અને મારું આયુષ્ય હશે તે મને કેઈ મારનાર નથી. પછી શા માટે ડરવું જોઈએ. - બંધુઓ! તમે પણ શ્રાવક છે ને? તમને વીતરાગ વચનમાં આવી શ્રદ્ધા છે ને ? કે ડોલતી વજા જેવાં છે? ઠાણાંગ સૂત્રમાં એથે ઠાણે ચાર પ્રકારના શ્રાવક કહ્યા છે. પહેલા પ્રકારના શ્રાવક અરીસા જેવાં છે. જેમ અરિસે જેવું સુખ હોય છે તેવું પ્રતિબિંબ બતાવે છે. તેમ જે શ્રાવક અરિસા જેવાં હોય છે તે જેવી સિધ્ધાંતની વાણી સાધુ પાસેથી સાંભળી હોય છે તેવી બીજાને કહી સંભળાવે છે. ને બને તેટલું તે પ્રમાણે આચરણ પણ કરે છે. બીજા પ્રકારનાં શ્રાવક ધ્વજા જેવાં છે. ધ્વજા જે તરફને પવન આવે તે તરફ ડેલવા લાગે છે. તેમ એકેક શ્રાવક એવા હોય છે કે કઈ કહે કે ક્રિયાથી કંઈ લાભ નથી. આત્માને ઓળખે. તેમાં કલ્યાણ છે. તે તેનું મને ધર્મથી ડગમગ થઈ જાય છે. તે ધ્વજા સમાન. ત્રીજા થાંભલા જેવા એ એવા હોય છે કે પિતે પકડેલી વાત છેટી હોય છતાં છેડતાં નથી. અને ચોથા કાંટા જેવા હોય છે. એમને કેઈ સાચી હિતશિખામણ આપવા જાય તે તેને સામે કાંટા જેવાં તીર્ણ વચને કહીને તેને દુઃખી કરે, આ ચાર પ્રકારનાં શ્રાવક કહ્યાં તેમાં તમારો નંબર કયા પ્રકારમાં છે? - અરહનક શ્રાવક ઓલતી ધ્વજ જેવા, થાંભલા જેવા કે કાંટા જેવા ન હતાં