________________
શારદા શિખર
૭૧૧ કમાવા માટે માણસે માથે મત લઈને ફરે છે, ને કેટલું સહન કરે છે. આટલી બધી મુશ્કેલીઓ વેઠીને મેળવેલું ધન અંતે અહીં રહી જવાનું છે. છતાં તેને માટે કેટલે પુરૂષાર્થ કરે છે અને જે આત્મિક ધન જન્મ-મરણની સાંકળ તેડાવીને સાથે આવનારું છે તેને માટે કેટલે પુરૂષાર્થ કરે છે ? તેને માટે કેટલી સહનશીલતા કેળવી છે? આત્મસાધના કરતાં સહેજ મુશ્કેલી પડે તે તરત તેને ત્યાગ કરી દે છે પણ ધન કમાવા જતાં લાખો મુશ્કેલીઓ આવે તે સહન કરે છે. છતાં તેમાં કંટાળો આવે છે કે હવે મારે ધન કમાવા નથી જવું. અનાદિકાળથી જીવની અવળી સમજણ છે. અરહ-નક પ્રમુખ વહેપારીઓના વહાણું ભરદરિયે પહોંચ્યા ત્યાં મેટે ઉત્પાત શરૂ થયો.
___"अकाले गज्जिए, अकाले निज्जुए, अकाले थणिय सद्दे अभिक्खणं २ आगासे देवयाओ नच्चंति एगं च णं महं पिसायरु पासंति ।"
એ ઉત્પાત કે હતે? વહેપારીઓ મધદરિયે પહોંચ્યાને અકાળે વાદળાં ચઢી આવ્યા, મેઘની ગર્જનાઓ થવા લાગી, વિજળી ઝબૂકવા લાગી અને ભલભલાં વ્રજ જેવાં હદયના માનવીને પ્રજાવી નાખે તેવી મેઘની ગર્જનાઓ ને વીજળીના કડાકા થવા લાગ્યા. બીજી બાજુ સમુદ્ર ગાંડોતૂર બન્યો ને પાણીનાં જમ્બર મોજાં ઉછળવા લાગ્યાં. ભયંકર પવન ફૂંકાવાથી વહાણ હાલક ડેલક થાય છે. આટલેથી પત્યું નહિ. આકાશમાં વારંવાર ઘણાં દે નૃત્ય કરતાં જોવામાં આવવા લાગ્યા. તેમજ એક વિશાળ શરીરવાળા પિશાચનું રૂપ પણ તેમના જેવામાં આવ્યું. હવે તે પિશાચ કે હતું?
તારું લઈ વિવાહં જાણf૬ મલિગ્ના મરિવાજ ? તે પિશાચની બંને સાથળો તાલવૃક્ષની જેમ લાંબી હતી. બંને હાથ જાણે આકાશને સ્પર્શતા હોય તેવાં દેખાતાં હતા. અને તેને રંગ મેશ–ઉંદર અને પાડા જે કાળે હતે. પાણીથી ભરેલી મેઘ ઘટાઓની જેમ તેનું શરીર ઘણું કાળું કાજળ જેવું હતું. તેના હોઠ ઘણાં લાંબા અને નીચે લટકતાં હતાં, આગળનાં દાંત બહાર નીકળી ગયા હતાં. એની જીભના આગળનાં બંને ટેરવા એકી સાથે મોમાંથી બહાર નીકળી રહ્યા હતાં. તેના બંને ગાલ મોંમા બેસી ગયેલાં હતાં. તેનું નાક નાનું અને ચપટું હતું. તેની બંને ભમરે વિકૃત, ખરબચડી, અને વક-ત્રાંસી હતી. આની રતાશ આગિયા જેવી ચમકતી હતી. તેનું વક્ષસ્થળ ભયંકર હતું. પેટ વિશાળ અને લાંબુ હતું. તેનું શરીર પ્રહસિત, પ્રચલિત, અને લબડી ગયેલું હતું.
આ ભયંકર બિહામણે રાક્ષસ જે પિશાચ વહાણમાં બેઠેલા બધા વહેપારીઓને દેખાવા લાગે. એના શરીરને રંગ નીલકમળ, ગવલ અને અળસીનાં પુષ્પ જે કાળો હતે. એને જોઈને ભલભલાની છાતી ફાટી જાય તેવે આ પિશાચ હવે, એ