________________
શરેખર કઈ શિકારી સિંહને પકડીને પાંજરામાં પૂરી દે તે તેને પાંજરામાં પૂરાઈ રહેવું ગમતું નથી. એ પાંજરામાં એ વિચાર કરે છે કે હું કંઈ પાંજરામાં પૂરાઈ રહેવાને લાયક નથી. હું તે વનરાજ કેસરી છું. મને પટજાળથી પકડીને પાંજરામાં પૂર્યો છે. પણ હું કેદી બનવા સર્જાયે નથી. જ્યારે મને તક મળે ને હું છટકી જાઉં. એ છૂટવાની તક શોધે છે ને તક મળતાં પાંજરામાંથી છટકી જાય છે. પછી પાંજરા સામું જોવા પણ ઉભું રહેતું નથી. જ્યારે મેના-પોપટ જેવા પક્ષીઓ પાંજરામાં પૂરાયા પછી તેને પોતાનું ઘર માની લે છે. એટલે તેને તેમાં આનંદ આવે છે. પોતાની જંગલમાં મુક્તપણે વિહરવાની મજ ભૂલી જાય છે. પછી તે પાંજરું ખુલ્લું રાખી એને ઉડાડવા પ્રયત્ન કરવામાં આવે તો પણ તે ઉડી શકતા નથી. કદાચ તેને પરાણે ઉડાડવામાં આવે તે પણ ઉડીને તે પાછું પાંજરામાં પૂરાઈ જશે. કારણ કે તેણે પાંજરાને પિતાનું ઘર માની લીધું છે. હવે તમારે નંબર શેમાં છે? સિંહમાં કે મેના-પોપટમાં? તમે તમારી જાતે સમજી લેજે. પણ એક વાત નક્કી સમજી લેજે કે પાંચ ઈન્દ્રિઓને આધીન બની પોતાની સલામતી ભૂલી જનાર જીવ સંસારમાં રૂલે છે. માટે તમે સંસારમાં એવી રીતે રહે કે સંસાર તમારામાં પ્રવેશ કરી જાય નહિ. વહાણ દરિયામાં રહેવા છતાં તરે છે. તેમ તમે સર્વવિરતિ ન બની શકે પણ એવી જાગૃતિ રાખે કે સંસારની વાસનાઓ તમારામાં ઘર કરી ન જાય. અનાસક્ત ભાવે રહેશે તે છૂટવા ધારશે તે છૂટી શકશે.
અરહનક શ્રાવક સંસારમાં ખૂંચેલા હતા પણ વીતરાગ વચનમાં તેમને અટલ શ્રધ્ધા હતી એટલે અનાસક્ત ભાવથી રહેતાં હતાં. અરહનક આદિ વહેપારીઓનાં વહાણ બંદરેથી ઉપડયા. ત્યારબાદ બંધનમુક્ત થયેલું તે વહાણ પવનના આઘાતથી પ્રેરિત થઈને ગંગા નદીના તીવ્ર પ્રવાહથી મુભિત થતું, પવન ભરાઈને વહાણને ગતિ મળે તેવા પિતાના સ્વચ્છ શઢથી પાંખે પ્રસારેલી અને આકાશમાં ઉડતી ગરૂડ યુવતી જેવું દેખાતું હતું.
દરિયામાં અનુકૂળ પવન મળવાથી બધા વહાણે ગંગાનદીના તીવ્ર પ્રવાહની જેમ તીવગતિથી ચાલવા લાગ્યા. દરિયામાં પવન ફૂંકાય છે. નાના-મેટા સેંકડે મોજાં ઉછળી રહ્યા છે. તે મોજાંઓ વટાવી કેટલાક દિવસો અને રાત્રીઓ વહાણમાં પસાર થયા ને લવણું સમુદ્રમાં ઘણાં યેજને સુધી દૂર પહોંચી ગયા. અરહ-નક પ્રમુખ પિતવણિકે લવણ સમુદ્ર કિનારે છેડી સેંકડો જન સુધી દૂર પહોંચી ગયા ત્યારે સેંકડે આફતો તેમની સામે ઝઝૂમવા લાગી.
દેવાનુપ્રિયે ! તે સમયની દરિયાઈ મુસાફરી ખૂબ ભય ભરેલી હતી. અત્યારની માફક સાધનો ન હતાં. માથે મત લઈને ઝઝૂમવા જેવી તે મુસાફરી હતી. ધન