________________
૭૧૩
શારદા શિખર પણ અરિસા જેવા શ્રાવક હતા. ભર દરિયામાં દેવને ભયંકર ઉપદ્રવ શરૂ થશે. બધા વહેપારીઓ ભયભીત બનીને ધ્રુજવા લાગ્યા. પણ અરહન્તકનું રૂંવાડું ફરકતું નથી. એમને તે ભગવાનનાં વચન ઉપર અટલ શ્રધ્ધા છે. પિતાની જીવન નાવ ભગવાનને સોંપી દીધી છે. મારી નૈયા તારે સહારે છે.
હે પ્રભુ! ડૂબાડ કે તાર, મારી જીવનનૈયાને દેર તારા હાથમાં છે. આ સમર્થ તું ધણું હોય ત્યાં મને શી ચિંતા છે? મને તારા ઉપર શ્રધ્ધા છે કે મારું આયુષ્ય હશે તે મારી નૌકા ડૂબવાની નથી અને આ કાળ રાક્ષસ જે પિશાચ મને કંઈ કરી શકવાને નથી. તે પોતે દઢ છે અને બીજાને પણ કહે છે કે તમે ગભરાઓ નહિ. ભગવાનનું સ્મરણ કરે. આપણને વાંધો આવવાનો નથી. આ રીતે અરહનક શ્રાવક શ્રધ્ધામાં મજબૂત રહ્યા છે. બીજાને પણ હિંમત આપે છે. હજુ તે પિશાચનું થોડું વર્ણન કર્યું છે. હજુ તે પિશાચ કે બિહામણે છે ને ભરદરિયામાં તે અરહનક શ્રાવકની કેવી કસોટી કરશે ને તે કેવા દઢ રહેશે તે અવસરે.
ચરિત્ર : ઓરમાન માતાના પુત્રોએ પ્રદ્યુમ્નકુમારને મારી નાંખવા માટે ભજનમાં ભારેભાર ઝેર આપ્યું. પણ “જેને રામ રાખે તેને કેણ ચાખે.” એનું પુણ્ય પ્રબળ હતું. ચરમ શરીરી જીવ હતો એટલે એને મારવા કેઈ સમર્થ ન હતું. ઝેર આપવા છતાં પ્રદ્યુમ્નકુમાર મર્યો નહિ એટલે તેના ભાઈઓએ બીજે કિમી ર. એ બધામાં સૌથી મોટા કુમારનું નામ વ્રજમુખ હતું. તેણે કહ્યું. ભાઈઓ! આપણે બધા ભેગા થઈને વૈતાઢય પર્વત ઉપર ફરવા માટે જઈએ. ત્યાં આનંદ કિલ્લોલ કરીને પાછા આવીશું. બધા કહે ભલે. અમે તૈયાર છીએ. એકી અવાજે વ્રજમુખની વાત ઝીલી લીધી. પ્રદ્યુમ્ન પણ જવા તૈયાર થયે.
બીજી કપટ બાજી” : કપટ કરીને ફરવાના બહાને બધા વૈતાઢય પર્વત ઉપર આવ્યા. ત્યાં આવ્યા પછી બધા આમ તેમ ફરતાં કુતૂહલ કરતાં ઘણાં ઉંચે ચઢયા. ત્યાં એક મોટા શિખર ઉપર માટી ભયંકર ગુફા જોઈ. આ ગુફામાં જે પ્રવેશ કરે છે તે પાછો આવતો નથી તેવી વ્રજમુખને ખબર હતી. એટલે કપટપૂર્વક વ્રજમુખે પિતાના ભાઈઓને કહ્યું. જે કઈ આ ગુફામાં પ્રવેશ કરીને કુશળતાપૂર્વક બહાર નીકળી જાય છે તે મનવાંછિત વસ્તુને પ્રાપ્ત કરે છે. આવું આપણું વૃધ વડીલ વિદ્યાધરો કહેતા. માટે હું ગુફામાં જઈને મનવાંછિત વસ્તુની પ્રાપ્તિ કરીને હમણું પાછો આવું છું. તમે બધા મારી રાહ જોતાં અહીં ઉભા રહેજે. આ સાંભળીને પરાક્રમી પ્રદ્યુમ્નકુમારે કહ્યું. મોટાભાઈ ! આપની આજ્ઞા હોય તે હું ગુફામાં જાઉં. ત્યારે બધા એક સાથે બેલી ઉઠયા. હા, ભાઈ! તું ખૂબ પરાક્રમી
૯૦.