________________
શારદા શિખર
પેટા ભાડૂત કયા?” -જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી તપ કરી લે. આહારમાં કંટ્રોલ લાવે બને તેટલી દયા પાળો, દાન કરે, શીયળ પાળે, સુપાત્રદાન, અભયદાન અને જ્ઞાનદાનમાં આ શરીરને ઉપયોગ થાય તે સમજવું કે મેં ઘણું પેટ ભાડૂતો ઉભા કર્યા છે. મકાન માલિક ડાહ્યો હોય તે આવા પિટા ભાડૂત ઉભા કરીને માથેથી જોખમ ઉતારે. આ દેહ રૂપી મહેલનું ભાડું ઉભું કરવા
વીસ કલાક પ્રયત્ન કરે પડે. આ માનવ દેહ રૂપી મહેલ મળે છે તેમાં મહાલવાને જિંદગીનો કિંમતી સમય વેડફે નહિ. ક્ષણે ક્ષણે સાવધાન રહો. હીરા, માણેક, મોતી કે સેનું બેવાય તે તેને શોધવા કેટલી મહેનત કરે છે ને ન જડે તે અફસોસ થાય છે. પણ માનવ જીવનની એકેક ક્ષણ હીરા-માણેક-મતી અને સોનાથી પણ વધુ કિંમતી છે. તે છેવાઈ રહી છે તેને કેઈને અફસોસ થાય છે?
દીકરાની વર્ષગાંઠ આવે ત્યારે તેના મા-બાપ મિષ્ટાન્ન અને ફરસાણ બનાવીને વર્ષગાંઠ ઉજવે છે. માતા માને કે મારે દીકરો પાંચ વર્ષનો થયો પણ એની જિંદગીને પાંચ વર્ષ ઓછા થયાં તેનો અફસેસ ખરો ? જ્ઞાની કહે છે તારી જિંદગીમાં જેમ છે, દેહને મહેલ ખળભળે નથી ત્યાં સુધી આગળ કહી ગયા તેમ પેટા ભાડૂત ઉભા કરી લે. પછી અંતિમ સમયે પેટા ભાડૂત શોધવા જશે તે નહિ મળે. અત્યારે તે જ્યારે માણસને અંતિમ સમય હોય ત્યારે ધર્માદે કહેવા તૈયાર થાય છે. બધા પચ્ચખાણ પણ અંતિમ સમયે થાય છે તે મરતી વખતે શું ભાડું મળશે? મરતી વખતે કેણ ભાડૂત આવશે? જ્યાં વીમે પણ ન ઉતરે એવી દશામાં પેટા ભાડૂત ક્યાંથી આવશે? પણ એક વિચાર કરે કે ભાડુ ચઢે ત્યારથી પેટા ભાડૂત ઉભા કરવા.
બંધુઓ! અનાદિકાળથી આત્મા મકાનના ભાડા ભરીને દેવાળી થતું આવ્યું છે. પણ આ મનુષ્યભવનું સ્થાન એવું મળ્યું છે કે તેમાં શાહુકાર બનીને રહેવા માંગે તે રહી શકે તેમ છે. પણ દેવાળીયાની પરંપરામાં શાહુકાર થવાની મુશ્કેલી છે. ચિંતામણી રત્ન મળવું મુશ્કેલ છે ને ટકવું એથી વધારે મુશ્કેલ છે. જગતમાં નિયમ છે કે મેળવવાનું મિનિટમાં ને જાળવવાનું જિંદગી સુધી. જેમ તમે બજારમાંથી પાંચ લાખને હીરાનો હાર ખરીદ્યો. ઘેર લાવીને તમારી પત્નીને આપ્યો, એ હાર તમે મેળવ્યું મિનિટમાં પણ જાળવવાને તો જિંદગી સુધી ને ? તે રીતે આ સંસારમાં અનંતકાળથી આથડતા જીવને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચૌરેન્દ્રિપણામાં ધર્મને વિચાર નથી આવતો. પણ આર્યક્ષેત્ર, પંચેન્દ્રિયપણું અને માનવભવ મળે ત્યારે ધર્મરત્ન મેળવવાની તાકાત આવી. મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તકૂળ, વીતરાગવાણીનું શ્રવણ એ બધું ઉત્તરોત્તર મળવું મુશ્કેલ છે.