SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર રૂપી કલાર્કોને તમે મિક્ષના કાર્યો સિવાય બીજે છૂટવા ન દો. ઇન્દ્રિય રૂપી કલાર્ક જાગૃત છે તે અરજી જલ્દી કરે. જે અરજી કરવામાં સમજતું હોય કે અરજીમાં શું લખાય? તે સાચી અરજી કરે છે. પણ નથી સમજતો તે તે શું લખવાને બદલે શું લખી નાંખે છે. આ માનવભવની ઓફિસમાં આવી સાચી અરજી કરે. ધર્મ એ રત્ન સમાન છે.” : અનાજનો દાણો સારો હોય પણ જે ખેતરમાં ખેડ કર્યા વિનાની જમીનમાં નાંખવામાં આવે તે ધાન્યની પ્રાપ્તિ ન થાય. તેમ આત્મામાં ધર્મરૂપી બીજ નાખવામાં આવે પણ જે આત્મા ખેડાયો ન હોય તે ધર્મરૂપી બીજ નાંખો તે પણ ફાયદો નહિ કરે. ધર્મ રતનને લાયક બનવું હોય તે શ્રાવકના ૨૧ ગુણ પ્રાપ્ત કરવા પડશે. આ ધર્મ એક રન સમાન છે. ધર્મને રતનની ઉપમા કેમ આપી છે? રત્ન એ કિંમતી ચીજ છે. પથરા કિંમતી નથી ગણાતા. કારણકે તેનામાં તેજસ્વીતાના ગુણ નથી. જ્યારે રનમાં તેજસ્વિતા છે તેથી તેના મૂલ્ય થાય છે. જેની પાસે રન હોય છે તે ધનવાન કહેવાય છે. લાખોનું દેણું હોય પણ જે એક રન હોય તે ક્ષણવારમાં તે દેણું ચૂકવી દેવાય છે. તેમ ઘણાં ભાનાં બાંધેલા કર્મો ધર્મરત્વ ક્ષય કરી નાંખે છે ને ધર્મરત્ન આત્માને અવનતિના પંથે જ અટકાવી ઉન્નતિના પંથે લઈ જાય છે. જેની પાસે શ્રાવકના ૨૧ ગુણ હોય તે આત્મા ધર્મરનને લાયક છે. જે જીવ સમ્યકત્વ પામે છે તેને શરીર રૂપી ઘર કેવું લાગે?” :જેનામાં શ્રાવકના ૨૧ ગુણ હોય છે, જેના હાથમાં ધર્મરત્ન આવી ગયું તે આત્માને આ શરીર ભાડૂતી ઘર જેવું લાગે છે. આહાર, શરીર, ઈન્દ્રિયો અને તેના વિષે અને તેના સાધને તે ભાડૂતી ઘરનું ફનચર છે. ઘર જેટલું વધુ ફનચરવાળું તેટલું ભાડું પણ વધુ બેસવાનું. તેમ અહીં એટલે સારો આહાર, શરીર, ઈન્દ્રિ, વિષય અને તેના સાધનો તેટલું પુણ્ય વધારે ખવાઈ જવાનું છે. જેને ઝાઝી કમાણી ન હોય ને ઉંચી કલીટીના ફનચરવાળું મકાન ભાડે રાખે તેની શું દશા થાય? એ ભાડૂતી ઘર ઘડીભર મનને ખુશ કરી દે પણ એનું ભાડું ભરવાનો વખત આવે ત્યારે કેટલી મૂંઝવણ થાય ? પિતાની સ્થિતિને ખ્યાલ કર્યા વગર ઉપરથી ભભકાબંધ બનીને ફરે છે પણ એને વિચાર થાય છે કે હું કંઈ કમાણી ઉપર નાચું છું? બંધુઓ ! આપણું શરીર પણ બાંધી મુદતનું મેંઘા ભાડાનું મકાન છે. તેમાં આહાર, શરીર, ઈન્દ્રિ, વિષયો અને તેના સાધનો અંગે દરેક ક્ષણે પુણ્ય તે ખવાઈ રહ્યું છે. ને કમનું દેણું વધી રહ્યું છે. સજ્જન માણસને મોંઘા ભાવનું ભવ્ય ભવન ભારે પડે તો પેટા ભાડૂત ઉભા કરી માથેથી ભાડું હલકું કરે પણ શરીર રૂપી ભવ્ય ભવનનું ભાડું વધી જાય તે કયા પેટા ભાડૂત ઉભા કરવા? તે જાણે છે?
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy