________________
શારદા પર છે તેને ચૂકશે નહિ. આ વાણુનું પાન કરનાર આત્માના જન્મ-મરણના ફેરા ટળી જાય છે. અને અજ્ઞાનના અંધકાર દૂર થાય છે. આ સંસારમાં જીવને મુંઝવનાર હોય તે અજ્ઞાન છે. અજ્ઞાનને કારણે જીવ ચતુર્ગતિ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને અનેક પ્રકારના દુઃખ ભોગવે છે. ઘરમાં ઘડીક અંધારું થાય તે મૂંઝવણ થાય છે પણ આત્મામાં અજ્ઞાનનું અંધારું છે તેની મૂંઝવણ થાય છે?
जावन्ति विज्जा पुरिसा, सव्वे ते दुक्ख संभवा ।। સુપત્તિ વાત મૂહ, સંસારજ શાંતિ | ઉત્ત, સૂ, અ. ૬ ગાથા ૧
જેટલા અજ્ઞાની પુરૂષ છે તે બધા દુઃખ ભોગવે છે. મૂઢ-અજ્ઞાની પુરૂષ અનંત સંસારમાં પીડાય છે, દુઃખ પામે છે, અને તે અજ્ઞાની છવ કર્મના બંધનેને તેડી શક્તા નથી. તમને બાહ્ય અંધકાર સાલે છે તેમ જે અજ્ઞાનને અંધકાર સાલશે તે તેને દૂર કરવાનો પ્રયત્ન કરશે. અજ્ઞાન એ અંધકાર છે ને જ્ઞાન એ પ્રકાશ છે. આજે તે ઠેર ઠેર ટયુબ લાઈટે થઈ ગઈ છે એટલે અંધારું દેખાય નહિ, છતાં ઘણાં વિચારશીલ માણસે રાત્રિના સમયે બહાર નીકળે ત્યારે બેટરી સાથે રાખે છે. જેના કારણે અટવાઈ ન જવાય. પણ જેની પાસે સાધન નથી તે ખાડીખાડામાં પડી જાય છે. અજ્ઞાની જીવ માટે ભક્ત કબીરે કહ્યું છે કે
નામ ન જાને ગાંવકા, બિન જાને કિત જાય,
ચલતે ચલતે જુગ ભયા, પાવ કેસ પર ગાંવ . કેઈ મૂર્ખ માણસ ગામનું નામ જાણતા નથી. ગામ કેટલું દૂર છે તેની ખબર નથી ને આંખ બંધ કરીને ચાલ્યા જાય છે. આવી રીતે વર્ષો સુધી તે ચાલ્યા કરે તે પણ ગામ પહોંચે ખરો ? “ના”. એને ખબર હોય કે મારે અમુક ગામ જવું છે તે તે ગામ વિષે પૃચ્છા કરે. તે તેને કઈ બતાવે. જ્ઞાન વિના બધું અંધારુ છે. ૦૫ ગાઉમાં ગામ હોવા છતાં વર્ષો સુધી ચાલ્યા કરે પણ ગામ ન આવે. આ રીતે તમે જીવનમાં વિચાર કરે કે અજ્ઞાન એ આત્માને દુખ કરનાર છે કે નહિ? અજ્ઞાન દુઃખરૂપ લાગતું હોય તે તેને દૂર કરી જ્ઞાનની નાનકડી બેટરી તમારી પાસે રાખે. જ્ઞાની અને અજ્ઞાનીમાં શું અંતર છે તે સમજો.
जं अन्नाणी कम्मं खवेइ, बहुयाहिं बासकोडिहिं ।
तं नाणी तिहिं गुत्तो खवेइ, सासमित्तंग ॥ અજ્ઞાની જીવ જે કર્મોને કરોડે વર્ષો સુધી કરણી કરીને ખપાવે છે તે કર્મોને ત્રણ ગુપ્તિયુક્ત જ્ઞાની મહાત્મા એક શ્વાસ લે તેટલા સમયમાં ખપાવે છે. આ જ્ઞાનનો પ્રભાવ છે. કર્મો ખપાવવા જ્ઞાનને દીપક પ્રગટાવે. ઘરમાં કયાં કઈ ચીજ પડી છે