________________
લારા લિબરે પરમેશ્વર તરીકે પૂજનારી આજે પરાયી બની ગઈ. હંમરથ રાજા માને છે કે મારી ઈન્દ્રપ્રભા થોડા દિવસમાં આવશે. તે તેની રાહ જોઈ રહ્યો છે.
મધુરાજા કામાંધ હેય ને ઉસે કરી પટરાની, - વિવિધ ભાંતિ કે સુખ ભોગવે માને ઈન્દ્ર ઈન્દ્રાણું હે-શ્રોતા.
મધુરાજા ઈપ્રભાના પ્રેમમાં પડી પિતાની રાણીઓને ભૂલી ગયે ને આને પટરાણી બનાવી તેની સાથે ઈચ્છિત સુખો ભેગવવા લાગ્યા. જેમ દેવલોકમાં ઈન્દ્ર-ઈન્દ્રાણી સુખ ભોગવે તેમ આ બંને પરસ્પર સુખ ભોગવવા લાગ્યા ને આનંદ કરવા લાગ્યા. હેમરથ ઈન્દ્રપ્રભાના રક્ષણ માટે જે માણસને મૂકીને ગયા હતા તેમનાથી રાણીનું આ વર્તન સહન થયું નહિ. તેથી તેઓ બટપુર ચાલ્યા ગયા. ત્યાં જઈને હેમરથ રાજાને સમાચાર આપ્યા કે તમે જે મધુરાજાને તમારા ખાસ મિત્ર સમજે છે તે તમારા ખાસ દુશમન નીકળ્યા. એણે તમારી રાણી ઈન્દ્રપ્રભાને મેળવવા માટે તમારી સાથે મિત્રતા બાંધી હતી અને પાછળથી ઈન્દ્રપ્રભાને સત્કાર કરવાને બહાને ત્યાં રાખીને તેણે તેનું કાર્ય સિદ્ધ કર્યું છે. અને ઈદુપ્રભા તેની પટરાણી બનીને બેસી ગઈ છે. પહેલાં તે હેમરથ રાજાને આ વાત ઉપર વિશ્વાસ ન આવ્યું. પણ જ્યારે તેના મંત્રી આદિ માણસેએ દઢતાપૂર્વક કહ્યું કે અમે જાતે જઈને આવ્યાં છીએ. ત્યારે રાજાને ખૂબ આઘાત લાગ્યો કે શું ઈદુપ્રભા તેની પટરાણી બની ગઈ? આ વિચારથી રાજા એકદમ બેભાન થઈને પડી ગયા. હવે તેનું શું થશે તેના ભાવ અવસરે.
(પૂ. બા. બ્ર. હર્ષદમુનિ મહારાજ સાહેબની આજે ૨૩ મી પુણ્યતિથિ હેવાથી તેમના વૈરાગ્યમય જીવનનું તેમજ પ્રભાવશાળી ચારિત્રનું અને તેમના ગુણેનું પૂ. મહાસતીજીએ સુંદર વર્ણન કર્યું હતું. જે સાંભળતાં શ્રેતાઓની આંખે અશ્રુભીની બની ગઈ હતી.)
વ્યાખ્યાન નં. ૬૯ ભાદરવા વદ ૬ ને મંગળવાર
તા. ૧૪-૯-૭૬ સુજ્ઞ બંધુઓ ! સુશીલ માતાઓ ને બહેનો !
રાગ દ્વેષના વિજેતા અને મોક્ષમાર્ગના પ્રણેતા એવા વીતરાગ પરમાત્માના મુખમાંથી નીકળેલી શાશ્વતીવાણી તેનું નામ સિદ્ધાંત. એ સિદ્ધાંતની વાણી અમૃતવાણી છે. એ વાણીનું જે આત્મા હૃદયના ભાવપૂર્વક પાન કરે છે તે અજર અમર બની જાય છે. મહાન ભાગ્યદયે આ અમરવાણીનું પાન કરવાને સુઅવસર મળે