________________
શારદા શિખર
}}
તે પ્રકાશ હશે તે જોઈ શકશે ને મેળવી શકશેા. પણ જો અધકાર હશે તેા કલાક સુધી ફાંફા મારશે। તે પણ વસ્તુ જડવાની નથી. તેમ આપણાં આત્માએ અનંતકાળથી ભવમાં ભમીને કેવાં કેવાં કર્યું ખાંધ્યા છે ને તેને કેવી રીતે દૂર કરી શકાય તે જ્ઞાનના પ્રકાશ થતાં ખખર પડે છે ને પછી તે કર્માં અલ્પ સમયમાં દૂર કરી શકાય છે. અને અજ્ઞાન અવસ્થામાં કરણી કરવા છતાં તેને દૂર કરી શકાશે નહિ. અજ્ઞાનના અધકાર ટાળવા માટે ભકત ભગવાનને પ્રાર્થના કરતાં કહે છે હે પ્રભુ! તું તે એક અલૌકિ દિપક છે. તારુ' તેજ અનેખું છે. તારુ જ્ઞાન અગાધ છે. એ જ્ઞાનનાં કિરા મારા અંતરમાં આવે તે મારા જીવનમાં રહેલો અજ્ઞાનના અંધકાર નષ્ટ થઈ જાય છે.
સિધ્ધાંતની સ્વાધ્યાય કરવાથી જીવ જ્ઞાનાવરણીય કર્મીને ખપાવે છે. સ્વાધ્યાયના પાંચ ભેદ છે. વાચના, પૃચ્છના, પરિયટ્ટા, અનુપ્રેક્ષા અને ધમ કથા. આ પાંચ પ્રકારની સ્વાધ્યાય કરવામાં મન લાગી જાય તે આડું અવળું ક્યાંય ભટકે નહિ ને ક્રમ બધન કરે નહિ. જેનું મન નવરુ પડે તે આડા અવળા વિચાર કરે. બહાર ભટકે ને ક્રમ બધન કરે.
એક પવિત્ર સાધુ હતા. એમના ગુરૂ મોટા વિદ્વાન જ્ઞાની હતા. તેમના શિષ્યપરિવાર વિશાળ હતા. એક સાધુના મનમાં ખરામ વિચારો આવવા લાગ્યા. પણ સાધુ ખૂબ લજાવાન હતા. ભગવાન કહે છે કે સાધુ કદાચ એના ક્રમ`ના ઉદ્ભયથી ચારિત્રથી પડવાઈ થઈ જાય પણ જો તેનામાં લજ્જા હશે તેા તે ઠેકાણે આવશે.
लज्जा दया, संजम बंभचेरं, कल्लाण भागीस्स बिसोही ठाणं ॥
જેનામાં લજજા, દયા અને સંયમ છે, પ્રાચય શુધ્ધ છે તે એક દિવસ કલ્યાણુ કરીને મોક્ષમાં જાય છે, પેલા સાધુ ભૂખ લજ્જાવાન હતા. તે મનમાં મૂંઝાયા કરે છે આવા ખરાબ વિચાર કાને કહું ? કાઈ ને કહી શકાતા નથી. આહાર-પાણી કરવામાં કે ધ્યાન વિગેરે કાઈ ક્રિયામાં એનું મન ચાંટતું નથી. તે ગમગીન રહેવા લાગ્યા ત્યારે ખીજા તેમના સરખા સાધુએ પૂછે છે તમે હમણાંથી ઉદાસ કેમ રહેા છો ? શું તખિયત ખરાખર નથી ? આપને શું થાય છે? ત્યારે કહે છે ભાઈ! શું વાત કરું ? મેં કાઇના દબાણથી, પ્રલેાભનથી કે રાગથી દીક્ષા લીધી નથી. સમજણપૂર્વક આત્માના ભાવથી લીધી છે. પણ કેણુ જાણે મારા એવા ગાઢ કર્મોના ઉદય થયા છે કે મારા મનમાં ખરાબ વિચારે આવે છે. આ વિચારેને દૂર કરવા મહેનત કરું છું. પણ એ મારા ચિત્તમાંથી જતા નથી. મારા મનને ચંચળ અનાવે છે. છેલ્લા પંદર દિવસથી આમ થયું છે. પણ કાઈ ને કહી શકતા નથી. આટલું ખેલતાં આંખમાં દડદડ આંસુ પડવા લાગ્યા.