SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર નાગ મહોત્સવ ઉજવવા માટે પદ્માવતી દેવીએ વાવડીમાં નાન કરીને તેમાંથી સુંદર ખીલેલા કમળા ચૂંટયા. પછી તે નાગઘર તરફ ચાલવા લાગી. તેની પાછળ ઘણાં દાસ-દાસીઓ, ફુલના કરંડીયા તથા ધુપદાનીઓ હાથમાં ઉંચકીને ચાલવા લાગ્યા. આ રીતે પદ્માવતી રાણી તેની સખીઓ, દાસ-દાસીઓ વિગેરે પરિજનરૂપ પિતાની સંપૂર્ણ અધિની સાથે જ્યાં નાગઘર હતું ત્યાં પહોંચી. ત્યાં પહોંચીને તે નાગઘરની અંદર ગઈ. ત્યાં જઈને તેણે મેરપીંછી હાથમાં લીધી અને પછી તેણે નાગઘરને સ્વચ્છ બનાવ્યું. નાગઘરની સફાઈ કરીને તેણે ધૂપ સળગાવ્યો અને પછી પિતાના પ્રતિબુધ્ધિ રાજાની પ્રતિક્ષા કરતી રાહ જોતી ત્યાં બેસી ગઈ. આ બાજુ પ્રતિબુધ્ધિ રાજાએ સ્નાન કર્યું. સનાન કરીને મુકુટ, બાજુબંધ, સાતસેરા-નવસેરા હાર વિગેરે આભૂષણે પહેર્યા. અને રાજસી–રાજાને શેભે તેવાં વસ્ત્રો પહેર્યા. આ રીતે ઉત્તમ પ્રકારનાં વસ્ત્રો અને આભૂષણેથી અલંકૃત થઈને પિતાનાં ખાસ હાથી ઉપર સવાર થયાં. જ્યારે રાજા હાથી ઉપર બેઠાં ત્યારે છત્રધારીઓએ એમના ઉપર કેરંટ પુના ગુચ્છથી બનાવેલું તેમજ માળાઓથી શેભીતું છત્ર ધર્યું. તેમજ ચામરધારીએ તેમના ઉપર સફેદ તેમજ ઉત્તમ પ્રકારનાં ચારે ઢળવા લાગ્યા. આ રીતે પ્રતિબુધિ રાજા હય–ગજ વિગેરે સમુદાયની સાથે મોટા ઠાઠમાઠથી સાકેત નગરના મધ્યમાર્ગે થઈને જે તરફ નાગઘર હતું તે તરફ ગયા. ત્યાં પહોંચીને તેઓ હાથી ઉપરથી નીચે ઉતર્યા. અને ઉતરીને જ્યારે તેમણે નાગ પ્રતિમાઓ જેઈ ત્યારે તેમણે નમન કર્યું. નમન કર્યા બાદ પ્રતિબુધ્ધિ રાજા પદ્માવતીદેવી વડે બનાવવામાં આવેલા પુષ્પમંડપમાં ગયા, ત્યાં જઈને સુંદર સિંહાસને બેઠા. - પુષ્પમંડપની સુંદર રચના અનેક પ્રકારનાં પશુ પક્ષીઓનાં ચિત્રો વિગેરેથી કરેલી છે. તે જોઈને રાજા ખૂબ પ્રસન્ન થયા. ત્યારબાદ તેમણે મંડપની વચમાં લટકાવેલ મનનું હરણ કરે તે અને ઉત્તમ પ્રકારની સુગંધથી મહેકતે દામકાંડ જે. તેને જોઈને રાજા થંભી ગયા. અહો ! આ હું શું જોઈ રહ્યો છું? રાજાએ સુહમદષ્ટિથી શ્રીદામકાંડનું ઘણીવાર સુધી નિરીક્ષણ કર્યું એટલે તેના સામું જોયા કર્યું. રાજાને શ્રીદામકાંડને જોઈને ખૂબ હર્ષ સાથે આશ્ચર્ય થયું. એટલે તેમણે પોતાના સુબુદ્ધિ નામના મંત્રીને આ પ્રમાણે કહ્યું "तुमन्नं देवाणुप्पिया ! मम दोच्चेणं बहूणि गामागार जाव गिहाई अणुपविससि तं अत्थिणं तुम कहिचि एरिसए सिरिदामगेडे दिट्ठपुव्वे जारिसए णं इमं पउमावईए सिरिदामगंडे ?" હ દેવાનુપ્રિય! તમે મારા દૂત થઈને ઘણાં ગામે, આકર, નગર અને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy