________________
શારદા શિખર સામે હરિફાઈ થવાથી મારા ધાબળા વેચાતા નથી, હવે ઋતુ ચાલી ગઈ. બધે માલ મારા માથે પડે છે. તેની વાત સાંભળીને રાજાને દયા આવી. રાજાએ કહ્યું કે જા, તારું કામ પતી જશે. - બીજે દિવસે સભા ભરાઈ ત્યારે રાજાએ જાહેરાત કરાવી કે રાજાના પોલીસ, પટાવાળા, ફોજદાર, પ્રધાન આદિ નાના મેટા દરેક અમલદારો અને શેઠ–શાહુકારે જે કઈ સભામાં આવે છે તે દરેકે ઘેડ ઉકેલ્યા વિના તદ્દન ને ગરમ ધાબળો એાઢીને સભામાં આવવું. જે આજ્ઞાનો ભંગ કરશે તેને દંડ પડશે. અમલદારો વિચાર કરવા લાગ્યા કે આવા ધગધગતા ઉનાળામાં રાજાએ નવા ગરમ ધાબળા ઓઢવાનું શા માટે કહ્યું હશે ? રાજાને કંઈ થોડું પૂછાય! અને જે રાજાના હુકમનું પાલન ન થાય તે શિક્ષા કરે ને નોકરી તૂટી જાય માટે નવા ધાબળા લાવવા પડશે.
રાજાના અમલદારે ધાબળા લેવા માટે બજારમાં ગયા. કુદરતને કરવું કે પેલા ગરીબ ધાબળાવાળાની દુકાને બધા ગયા. ધાબળા ૪૦ રૂપિયાની કિંમતનાં હતાં પણ એ વહેપારી નફે ખાવા માટે ૫૦ રૂપિયાની કિંમતે ધાબળા વેચવા લાગે. ઘરાકી વધવા લાગી એટલે પેલા વહેપારીને પણ લેભ વ. ના ત્રાતા , રાધા
દેશ મનુષ્યને જેમ જેમ લાભ મળતો જાય છે, તેમ તેમ તેને લેભ વધતું જાય છે. લાભ, લોભ વધારે છે. તે ગરીબ વહેપારીને લેભ લાગે એટલે ભાવ વધારતાં ૧૦૦) રૂ. સુધી ભાવ ચઢાવ્યા. જુઓ, લેશે કેટલી અનીતિ કરાવી ! છેવટમાં ધાબળા ખલાસ થતાં તે રડવા લાગ્યું કે મને આવી ખબર નહિ કે મારે આવી ઘરાકી વધશે. અહાહા....માનવ કે છે ! જ્યાં વેચવાના સાંસા હતા તેને બદલે આટલું મળવાં છતાં રડવા લાગ્યું.
બંધુઓ ! જીવોની તૃષ્ણ કેટલી છે ! ધાબળા ખલાસ થઈ ગયાં તેને અફસોસ થયો પણ મારી આટલી જિંદગી ચાલી ગઈ તેમાં ચેત્યે નહિ, કંઈ આત્મસાધના કરી નહિ, સંત સમાગમનો લાભ લીધે નહિ તેને અફસોસ થાય છે ? આંખમાં આંસુ આવે છે ? સમજણ વિના મારે કિંમતી સમય મેં પ્રમાદમાં ગુમાવ્યું. આવા અફસોસથી આંખમાં આંસુ નથી આવતા. તેનું કારણ સંસારના સુખને રાગ છે. હજુ બાહ્યભાવ છૂટયો નથી એટલે જીવ પ્રમાદ દશામાં પડીને સંસારમાં આનંદ માને છે. ભગવાને તે એક સમયને પણ પ્રમાદ કરવાની ના પાડી છે. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વનાં જાણકાર ગૌતમસ્વામીને એક વાર નહિ પણ છત્રીસ વાર કહ્યું છે કે
સમર્થ જોમ મા ઉમા ” હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ કરીશ નહિ. તે શું આ સૂત્ર આપણને લાગુ પડતું નથી ? આપણે જીવનમાં અપનાવવાનું નથી? આપણે તે પહેલા સમજવાનું છે, છતાં નથી સમજાતું તેનું એક જ કારણ છે કે જીવની અજ્ઞાન દશા છે,