SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શારદા શિખર હૈયામાં હાય લાગી છે કે મેં મારા જીવનની અમૂલ્ય ક્ષણે સંસારના કાર્યમાં નકામી ગુમાવી ? આ અફસેસ થશે તે ક્ષણે ક્ષણે આત્મામાં જાગૃતિ આવશે ને ધર્મને પુરૂષાર્થ ઝળહળી ઉઠશે ! આપણે મલી ભગવતીને અધિકાર ચાલે છે. હવે પદ્માવતી રાણી નાગ મહત્સવ ઉજવવા માટે સ્નાન કરી, સારા વસ્ત્રાભૂષણેથી શરીરને શણગારી રથમાં બેસીને ઘણું દાસ-દાસીઓ અને સખીઓની સાથે રાજમહેલમાંથી નીકળીને નગરના મધ્યભાગમાંથી પસાર થાય છે. નાગઘર જતાં માર્ગમાં એક સુંદર ઘણું કમળથી યુક્ત વાવડી આવે છે ત્યાં પહોંચ્યા, એટલે તે રથમાંથી નીચે ઉતર્યા તે પછી શું " पुक्खरिणिं ओगाहंइ, ओगाहित्ता जलमज्जणं जाव परमसुइभूया उल्ले पउसाडिया जाई तत्थ उप्पलाई जाव गेण्हइ ।" રથમાંથી નીચે ઉતરીને તે પુષ્કરિણી (કમળવાવ)માં ઉતરી. ઉતરીને તેણે પાણીમાં સ્નાન કર્યું. યાવત તે પરમ પવિત્ર થઈને તેણે ભીનાં વચ્ચેથી પુષ્કરિણી વાવમાંથી કમળો ચૂંટયા. ચૂંટયા બાદ પદ્માવતી દેવી જ્યાં નાગઘર હતું તે તરફ ગઈ. પદ્માવતી રાણી ખૂબ આનંદપૂર્વક હર્ષભેર નાગ મહોત્સવ ઉજવવા માટે જાય છે. આ મહોત્સવ ઉજવવામાં કઈ ધર્મની બુદ્ધિ નથી. તેમાં કેઈ આત્મકલ્યાણને હેતુ નથી. આ તે માત્ર લૌકિક વ્યવહારથી માજશેખ અને આનંદ ખાતર આ ઉત્સવ ઉજવાય છે. આ લૌકિક ઉત્સવ ઉજવવાને રાણીને જેટલું આનંદ ને ઉત્સાહ છે એટલે આનંદ ને લગની જે આત્મા માટે હોય તે કર્મની ભેખડે તૂટી જાય. વીતરાગવાણ ઉપર જે જીવને શ્રધ્ધા થાય તે તે સમ્યકત્વ પામી જાય. સંતના ઉત્કૃષ્ટ ભાવથી દર્શન કરતાં કર્મની ભેખડો તૂટી જાય છે. તે તેમની આજ્ઞાનું પાલન કરી શુધ્ધ ધર્મનું પાલન કરવાથી તે કેટલે મોટે લાભ થાય? પણ જ્યાં સુધી જીવની અજ્ઞાન દશા હોય છે ત્યાં સુધી તેને લૌકિક વ્યવહાર અને તહેવારમાં જેટલું આનંદ આવે છે તેટલે કેત્તર તહેવારમાં નથી આવતો. જિનવચન સાંભળતાં આનંદ આવે ને તેમાં શ્રધ્ધા કરે તે આત્મા એક દિવસ ભગવાન જે બનવા માટે ભાગ્યશાળી બને. જેવી રીતે કેઈ રાજાની દષ્ટિ જેના ઉપર પડે તેનું કામ થઈ જાય છે. એક ન્યાય આપીને સમજાવું. એક વખત એક રાજા પાસે એક માણસ આવીને પ્ર રડવા લાગ્યું. રાજાએ પૂછયું-તું શા માટે રડે છે? ત્યારે તેણે કહ્યું કે હું ગરીબ માણસ છું. ધાબળાને વહેપાર કરું છું. ૧૫૦ ધાબળા મારી પાસે છે પણ મારી
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy