SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૬૪૭ રાણીઓને સાથે લઈને વસંતોત્સવ ઉજવવા આવવાનું આમંત્રણ આપ્યું છે. પણ તમે તે મારા ખાસ સ્નેહી છે તેથી આપને મેં જાતે જ પત્ર લખે છે. તે આપ આપની રાણીને સાથે લઈને વસંતોત્સવની મોજ માણવા જરૂર વહેલાં પધારજે. હવે આ પત્ર મધુરાજા હેમરથરાજાને મેકલાવશે. હેમરથરાજા ઈન્દુપ્રભા રાણીને આ વાત કરશે. રાણી જવા માટે ના પાડે છે. રાજાના ખૂબ આગ્રહથી રાણીને જવું પડશે. તેનું શું પરિણામ આવશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૭ ભાદરવા વદ ૪ને રવીવાર તા. ૧૨-૯-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! વીર પ્રભુની શાશ્વતી વાણી વાસનાના વાદળને વિખેરી વૈરાગ્યભાવ ઉત્પન કરનારી છે. એક વખત હૃદયમાં એનો રણકાર થે જોઈએ. જ્ઞાની ભગવંતે કહે છે કે gr નાળf ife જે ક્ષણને ઓળખે છે તે સાચો પંડિત છે. તમે ક્ષણને ઓળખે છે ખરા, પણ ક્યાં ? ધન કમાવામાં માનવ જીવનની એકેક ક્ષણ નકામી જાય તે જીવને તેને અફસેસ થવું જોઈએ. જેમ તમને કેઈ અવધૂત ચગી મળી જાય ને એ તમને કહે કે મારી સાથે જંગલમાં ચાલે. હું તમને રસાયણું બનાવવા માટેની વનસ્પતિઓ બતાવું. તમે એની સાથે જંગલમાં ગયા, એણે તમને બધી વનસ્પતિઓ બતાવીને કહ્યું કે જે તમે આટલી વનસ્પતિઓને વાટીઘૂંટીને એને રસ ભેગો કરશે તે એમાંથી એવું રસાયણ બનશે કે તેનું એક ટીપું હજાર મણ લેખંડ ઉપર નાંખવામાં આવશે તે તેનું સોનું બની જશે. તે તમે આળસ અને પ્રમાદ છેડી, ભૂખ તરસ વેઠી વનેવનમાં ભમીને પણ એ વનસ્પતિઓ પ્રાપ્ત કરીને તેનું રસાયણ બનાવી લોખંડનું સોનું બનાવે કે નહિ ? લેખંડનું સોનું બનાવવા માટે મહામુશીબતે રસાયણ તૈયાર કરી એક બાટલીમાં ભરી દીધું. પછી તે રસાયણની બાટલી તમે સહેજ પણ રઝળતી મૂકે ખરા ? અરે ! એનું એક ટીપું પણ નકામું ન જવા દે. કારણ કે રસાયણનું એકેક ટીપું કિંમતી છે. સુવર્ણ રસાયણ સાથે માનવજીવનની ક્ષણની સરખામણી કરી શકાય છે. જેમ પિલા રસાયણનું એક ટીપું નકામું જાય તે તમને નથી ગમતું. દિલમાં અફસોસ થાય છે કે આવું કિંમતી રસાયણનું ટીપું ધૂળમાં પડયું? આ રીતે તમે વિચાર કરે કે આ માનવજીવનની એકેક ક્ષણ વિષયભેગરૂપી ધૂળમાં રોળાઈ જતાં અંતરમાં આઘાત લાગે છે ખરો ? એક ક્ષણ નહિ પણ કેટલી અમૂલ્ય ક્ષણે અત્યાર સુધીમાં નકામી ગઈ છે. તેની
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy