________________
૬૪૬
શારદા શિખર છે. પરસ્ત્રીગમન કરનારા વગર રેગે રેગી બને છે. કેઈના મોઢે કાજળ પડે તે તે કાળે દેખાય છે પણ પરસ્ત્રીગમન કરનારે આત્મા કાજળ વિના કાળે બની જાય છે. કેઈના ઘરમાં મૃત્યુ થયું હોય તે શકમય વાતાવરણ છવાઈ જાય છે પણ પરસ્ત્રી સામે કુદષ્ટિ કરનાર માણસ વગર શેકે શેકીચો બની જાય છે. કોઈ માણસને પતી, શનિ નડતે હોય તે તે સાડા સાત વર્ષ દુઃખી થાય પણ પરસ્ત્રીગમન કરનારે તે જીવનભર દુઃખી થાય છે. અને જગતમાં અપયશનું નગારું લાગે છે.
હે મહારાજા ! હજુ પણ સમજીને આ વાત છેડી દે તે સારું છે. તમારા જેવા મહારાજા આવું કુકર્તવ્ય કરશે તે પછી આપણી નગરીમાં લંપટ પુરૂ વહ, દીકરીની લાજ લૂંટશે તે તેને કેવી શિક્ષા કરી શકાશે ? પ્રધાનની બધી હિતશિખામણ સાંભળીને રાજા કહે છે-હે મંત્રીજી ! તમારી બધી વાત સાચી છે. હું કબૂલ કરું છું. પણ મારે તે સો વાતની એક જ વાત. ઈન્દ્રપ્રભા સિવાય હું જીવી શકું તેમ નથી. મારે તમારી એક પણ વાત સાંભળવી નથી. મને ઈન્દ્રપ્રભા સિવાય જીવન શુષ્ક લાગે છે. એના વિયેગમાં મારે એક દિવસ વર્ષ સમાન જાય છે.
મધુરાજાને તેના મંત્રીએ ખૂબ સમજાવ્યું. પણ રાજા તે ઈપ્રભાને મેળવવા માટે મક્કમ રહ્યા. આ સમયે વસંતઋતુનું આગમન થયું. રાજાના મનમાં એકાએક એ વિચાર સ્ફર્યો અને તે વિચાર મંત્રી સમક્ષ રજુ કરતાં કહ્યું–હે મંત્રીજી ! આ વસંતઋતુ આવી છે. વનરાજી વિકસિત થઈ છે ને કેયલ મીઠા ટહુકાર કરે છે. તે મને એ વિચાર થાય છે કે આપણે બધા રાજાઓને વસંત્સવ ઉજવવા માટે અહીં તેડાવીએ તે મારી ઈચ્છા પૂરી થાય. પ્રધાનને તે આ વાત બિલકુલ ગમતી નથી, પણ રાજાને જીવાડવા ખાતર અનિચ્છાએ એ વાતમાં સંમત થવું પડયું.
વસંત્સવ ઉજવવા અનેક રાજાઓને પત્ની સહિત આવવાન મધુરાજાનું ભાવભીનું આમંત્રણ –રાજાના કહેવાથી મંત્રીએ પત્ર લખ્યાં કે એક મહિના સુધી મધુરાજા બધા રાજાઓ સાથે વસંતેત્સવ ઉજવશે. તે આપ સર્વે પિતાની રાણીઓ સાથે વસંત્સવ ઉજવવા પધારશે.
બીજા બધા ખંડીયા રાજાઓને આમંત્રણ આપ્યું. પણ જેના માટે આ બધી ધમાલ છે એને ત્યાં મધુરાજાએ જાતે પત્ર લખ્યું કે હે હેમરથ નરેશ! હું જ્યારે અટપુર આવ્યું ત્યારે આપે ખૂબ ભક્તિ સહિત મારું સ્વાગત ને સત્કાર કરે છે. તમારી ભક્તિથી મારું મન પ્રસન્ન બન્યું હતું. હજુ તમારી ભક્તિને નાદ મારા અંતરમાં ગુંજે છે. તમે મને પ્રાણથી પણ વધારે પ્રિય છે. આપ મારા જીગરજાન મિત્ર છે. આપની સાથે મને કેઈ જાતને ભેદભાવ નથી. હું ને તમે એક છીએ. મારી બધી ચીજો આપની છે. મારી આજ્ઞામાં રહેનારા બધા રાજાઓને પોતાની