________________
શારદા શિખર રાજાના મુખ્ય માણસે તેમજ તેની રાણીએ બધા વિચારમાં પડી ગયા કે રાજાનું મુખડું કેમ હસતું નથી ? એમને શું હશે ? રાજાને ખુશ કરવા માટે મૃગનયણી સુંદર સ્ત્રીઓ ગીત ગાવા લાગી, કઈ સાચા મોતીથી વધાવવા લાગી. કેઈ નૃત્ય કરી વિવિધ પ્રકારનાં હાવભાવ બતાવવા લાગી, પણ રાજાનું ચિત્ત એવું વ્યગ્ર બની ગયું હતું કે તેમને કયાંય બેસવામાં, હરવા ફરવામાં, એકાંતમાં કે ઉદ્યાનમાં કયાંય ચેન પડતું નથી. રાજસિંહાસને બેસવા સભામાં જતા નથી કે પ્રજાનું પાલન કરવામાં ધ્યાન આપતા નથી. એને સૂવાની કુલની શિયા કંટકની માફક ખૂંચતી હતી. રાજાની આ દશા જોઈને એની રાણીએ કે બીજા કેઈ પણ માણસો પૂછવાની હિંમત કરી શકતા નથી. અને પ્રધાનના મનમાં એ ડર પેસી ગયો હતો કે હું રાજા પાસે જાઉં ને ઈદુપ્રભાની વાત ઉચ્ચારે તે મારે ક્યાં પાપના ભાગીદાર થવું એ ડરને માર્યો રાજા પાસે આવતો નથી, રાજપુરૂષોએ પ્રધાન પાસે ફરિયાદ કરી કે રાજા સિંહાસને નહિ આવે તે અંધાધૂંધી ફેલાશે. તેથી પ્રધાનજી રાજા પાસે આવ્યા.
મંત્રી મધુરાજા પાસે આવ્યા - રાજાની પરિસ્થિતિ ખૂબ વિચિત્ર હતી, તેને પ્રસન્ન કરવાના બધા ઉપાયે નિષ્ફળ નીવડયા. છેવટે પ્રધાનમંત્રીએ રાજા પાસે આવીને પૂછ્યું–સાહેબ ! આપ સુખી છો ને ? ત્યારે રાજાએ કહ્યું-ઈદુપ્રભા મળશે તે સુખ મળશે, તે સિવાય હું જીવી શકવાને નથી.
હે પ્રધાનજી! તમે મને વચન આપ્યું હતું કે ભીમરાજાને જીતીને પાછા ફરીશું ત્યારે તમને ઈદુપ્રભા મેળવી આપીશ, તે તમે હવે તમારા વચનનું પાલન કરે. મારે તમારી બીજી કોઈ વાત સાંભળવી નથી. જો તમે મને ઈન્દ્રપ્રભા નહિ મેળવી આપે તે હું જીવી શકું તેમ નથી. જે તમારે મને જીવાડવો હોય તો જલ્દી એને મેળાપ કરાવી આપો.
મંત્રી રાજાની વાત સાંભળી મનમાં વિચાર કરવા લાગ્યો કે કામાતુર માણસો કેવા નિર્લજ બની જાય છે ! જેના માતા-પિતા કેવા પવિત્ર આત્માઓ હતા. તેમણે દીક્ષા લીધી અને આ રાજા મારા હાથે ઉછર્યો. મેં તેનું પાલનપોષણ કર્યું. તે આવે મેટે રાજા બનીને આવા શબ્દો બોલે છે તે બીજાની તે વાત જ શું કરવી ? છતાં જે હજુ સમજે તે સમજાવું. એમ વિચારીને પ્રધાન કહે છે હે રાજન ! મારી વાત તમે સાંભળે.
જગતમાં પરસ્ત્રીગમન કરનારને મહાન દુઃખ ભેગવવું પડે છે. જોતિષીઓ એમ કહે છે કે માણસને બારમે ચંદ્રમા હોય તે તે સુખી ન થાય તેમ પરસ્ત્રીગમન કરનારને સદા બારમે ચંદ્રમાં રહે છે. કેઈ માણસને કેઈએ દેરડાના બંધને બાંધ્યો હોય તે તે ઉઘાડું બંધન છે. પણ પરસ્ત્રીને મેહ એ તે વગર બંધને બંધન જેવું