________________
શારદા શિખર
છે. મારા ભાઈઓ પણ મારા પ્રત્યે કેટલે નેહ રાખે છે! મારા પ્રધાને કર ચાકરે બધા મારી એક હાકે ઉભા થઈ જાય છે ને મારા માટે પ્રાણ પાથરે તેટલે ભોગ આપે છે. આર્યદેશ, ઉત્તમ કુળ, આવું મોટું વિશાળ રાજ્ય, હાથી, ઘોડા, આવા અનેક પ્રકારના સુખની સામગ્રી મને મારા પૂર્વના પુણ્યથી મળી છે. હવે મારા આ બંને પુત્રો મોટા થયા છે. તે તેમને રાજ્યનો ભાર સોંપી દીક્ષા લઉં તે મારા આત્માનું કલ્યાણ થાય. આ વિચાર કરીને રાજાએ શુભ દિવસ જોઈ રાજ્યાભિષેક કર્યો અને કૈટભને યુવરાજ પદવી આપી.
બંધુઓ ! પુણ્યવાન આત્માઓ અને હળુકમી જેને આત્મસાધનાને અવસર મળે ત્યારે ચૂકતાં નથી. અહીં બેઠેલાઓમાંથી કેટલાના દીકરાએ ઘરનો ભાર ઉપાડી શકે તેવા તૈયાર થઈ ગયા હશે ! છતાં પણ કેઈને એ વિચાર આવે છે કે હવે નિવૃત્તિ લઈને મારા આત્માનું કલ્યાણ કરું. દીક્ષા ન લઈ શકે તે ખેર, પણ સંસારમાં રહીને ધર્મધ્યાન કરે. તમારા પુદયે દીકરા સારા હોય તે સંસારની માયા છોડી આત્મસાધનામાં લાગી જાઓ. આ અવસર ચૂકશે તે ફરીને નહિ મળે. રાજાએ તે બધે ભાર પોતાના પુત્રને સોંપી દીધે.
રાજા સંયમ લે તપસ્યા કીની, સાયં આતમ કાજ,
સુખસે વહી અયોધ્યામેં, મધુ ભૂપતિ કરતે રાજ -શ્રોતા. રાજા પુત્રોને રાજ્યગાદી સોંપીને દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમની રાણીએ વિચાર કર્યો કે મારા પતિ જે દીક્ષા લે છે તે મારે શા માટે સંસારમાં રહેવું જોઈએ! હું પણ દીક્ષા લઈશ. રાજા અને રાણી બંને દીક્ષા લે છે આવા સમાચાર નગરમાં વાયુવેગે પ્રસરી ગયાં ત્યારે ભાવિક નગરજનોને વિચાર થયો કે આપણે મહારાજા આવું મેટું રાજ્ય છોડીને દીક્ષા લે છે તે આપણે શા માટે સંસારમાં રહેવું જોઈએ? મહારાજા અને મહારાણીને ઉત્કૃષ્ટ વૈરાગ્ય જેઈને તેમની સાથે એક હજાર સ્ત્રીપુરૂષે દીક્ષા લેવા તૈયાર થયા. અને સર્વેએ દીક્ષા લીધી. જુઓ, નગરના નાયક દીક્ષા લેવા તૈયાર થયા તે તેની પાછળ કેટલા છે વૈરાગ્ય પામી ગયા. ઘાટકોપરમાં પણ જે વજુભાઈ, સેવંતીભાઈ, હીરાભાઈ જેવા શ્રાવકે દીક્ષા લેવા તૈયાર થાય તે હું માનું છું કે તેમની પાછળ કેટલાં શ્રાવકે તૈયાર થાય ! (હસાહસ)
પદ્મનાભ રાજાએ દીક્ષા લીધી એટલે મધુરાજા ગાદી ઉપર આવ્યા. અને કેટભકુમાર યુવરાજ બન્યા. આ બંને ભાઈઓ એવી સુંદર રીતે રાજ્ય ચલાવવા લાગ્યા કે પ્રજાજનોને પદ્મનાભ રાજાને વિયોગ ભૂલાયે. જે આ પુત્રોએ બરાબર રાજ્ય ચલાવ્યું ન હતું તે પ્રજા મેટા રાજાને યાદ કરત. પણ અહીં તે સારી અધ્યા નગરીના પ્રજાજને મધુરાજાના બે મઢે વખાણ કરે છે અહો ! બાળરાજા છે છતાં