________________
શારદા શિખર
દરd બાપ કરતાં બેટા સવાયા નીકળ્યા. શું એમની રાજ્ય કરવાની કળા છે! એમણે કળા કૌશલ્યથી પ્રજાનું મન હરી લીધું. તેથી સારાયે રાજ્યમાં તેમની પ્રશંસા થવા લાગી ને મધુરાજાની સુવાસ ચારે તરફ મઘમઘવા લાગી.
પ્રજાના સુખમાં દુ:ખને અંગારેઃ મધુરાજા સારી રીતે રાજ્ય કરે છે ને પ્રજા સુખેથી રહે છે. મધુ અને કૈટભ બંને ભાઈઓની જેડી તે જાણે કૃષ્ણ અને બલભદ્ર ન હોય! તેમ શોભતી હતી. પરંતુ સદા એકસરખી સુખ અને શાંતિ રહેતી નથી. એક દિવસ મધુરાજા સભામંડપમાં રાજસિંહાસને બેઠા હતા ત્યારે નગરજને ખૂબ કોલાહલ કરવા લાગ્યા. તેને અવાજ સાંભળીને મધુરાજા પિતાના દ્વારપાળને પૂછે છે આપણી નગરીમાં આટલે બધે ફેલાહલ શેને થાય છે ! શું કાંઈ ઉપદ્રવ છે કે કેઈ પ્રસંગ છે ? ત્યારે દ્વારપાળે કહ્યું કે હે મહારાજા ! એક ભીમક નામને મહાન બળવાન રાજા છે. તે તેના સૈન્યના બળથી દેશ–ગામ, નગર તથા મેટા મેટા સાર્થવાહને લૂંટે છે. અનેક જગ્યાએ લૂંટ ચલાવતે આપણું અધ્યા નગરી સુધી પહોંચી ગયો. છે. અને નગરીની બહારના ભાગમાં ફરતા પશુઓ તથા માણસને હેરાન પરેશાન કરે છે. તેથી નગરજનો ભયભીત બનીને આમથી તેમ નાશભાગ કરે છે ને કે લાહલ કરે છે. આ સાંભળી મધુરાજાએ ગુસ્સે થઈને પ્રધાનને કહ્યું કે તમે આ વાત જાણે છે છતાં મને કેમ જણાવતા નથી !
મદેન્મત્ત હાથી સામે સિંહ શિશુને પડકાર: રાજાની વાત સાંભળીને પ્રધાને કહ્યું–સાહેબ ! આપના પિતાજીએ દીક્ષા લીધી એટલે આપ રાજા બન્યા. પણ હજુ આપની ઉંમર નાની છે, આપ હજુ બાળક છે તેથી અત્યારે અમારે તમારું રક્ષણ કરવું જોઈએ. ત્યારે રાજાએ કહ્યું-હું ભલે નાનું છું પણ મારું પરાક્રમ નાનું નથી. હું સિંહણને જાયે સિંહ છું. આમ કહીને સિંહાસન પર જોરથી પગ પછાડ તે ધરતી ધ્રુજી ઉઠી. હે પ્રધાનજી! શું તમે નથી જાણતાં કે સિંહણનું તરતનું જન્મેલું બચ્ચું હોય તે પણ હાથીના ટોળા સામે હેજ કરડી નજર કરે તે ભાગી જાય. વનમાં મોટા પશુઓ ગર્જતા હોય પણ જ્યાં સિંહની એક ગર્જના સાંભળે ત્યાં ભાગી જાય. તેમ ભીમરાજા રૂપી હાથીની સામે તમે મને સિંહના બચ્ચા સમાન સમજી લે. તમે જલદી આપણી સેનાને સજજ કરે. આપણે સૈન્ય લઈને જઈએ ને તે ભીમરાજાને જીતી તેનું નગર કબજે કરું.
મધુરાજાનું વિશાળ સિન્યઃ મધુરાજાની આજ્ઞા થતાં મંત્રીઓએ હજારે હાથી, લાખે ઘોડા, સેંકડે રથ અને કડાનાં પાયદળ સાથે મોટી સેના તૈયાર કરી. અને અયોધ્યા નગરીમાં યુધ્ધની ભેરીઓ વાગી, રણશીંગા ફૂંકાવા લાગ્યા. તેના નાદે શુરવીરે જાગ્યા ને કાયરે ધ્રુજવા લાગ્યા. મધુરાજા યુધ્ધ જવા નીકળ્યા. તેમનું સૈન્ય