SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪. શારદા શિખર મૃગાપુત્રના વિચારે શાંત થયા ને મનમાં મંથન ચાલ્યું કે હું આ શું જોઈ રહ્યો છું ? મેં આવું કયાંક જોયું છે. દહીંનું મંથન કરતાં માખણ છૂટું પડી જાય તેમ આત્મમંથન કરતાં મૃગાપુત્રને મેહ ઉપશાંત થયા ને તેમને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. એ જ્ઞાનમાં પિતાના પૂર્વભવે જોયા. નરક અને તિર્યંચ ગતિમાં કેવા કેવા દુઃખ વેઠયા એ નજર સમક્ષ દેખાવા લાગ્યું. આ જોઈને મૃગાપુત્રને આત્મા કકળી ઉઠશે. સંસાર ઉપરથી મન ઉઠી ગયું ને માતાજીની પાસે આવીને કહે છે હે માતા ! હું આપની પાસે એક માંગણી કરવા આવ્યું છું. ત્યારે માતા કહે છે બેટા ! તું શેની માંગણી કરવા આવ્યો છું ? હીરા, માણેક, મોતી શું જોઈએ છે? ત્યારે કહે છે હે માતા ! હવે મારે એની જરૂર નથી. “આજુબાજુદ જુવારસામાં હું તમારી પાસે જન્મ-મરણના ફેરાને ટાળનારી દીક્ષાની આજ્ઞા માંગું છું. પુત્રની વૈરાગ્યભરી વાતો સાંભળીને મેહમાં ઘેલી બનેલી માતા ધરતી ઉપર ઢળી પડી. તે જ્યારે ભાનમાં આવી ત્યારે સંયમમાં કેવા કેવા કષ્ટ પડશે, કેવા કેવા ઉપસર્ગો અને પરિષહે સહન કરવા પડશે તે વિષે ખૂબ સમજાવ્યું, પણ જેને વૈરાગ્ય સે ટચના સોના જે છે તે જરાય ડગતો નથી, જ્યાં જ્યાં માતાએ સંયમની કઠીનતા બતાવી ત્યાં ત્યાં મૃગાપુત્રે નરક અને તિર્યંચગતિના દુઃખનું આબેહુબ વર્ણન કર્યું. અંતે પુત્રને તીવ્ર વૈરાગ્ય જોઈને માતાને આજ્ઞા આપવી પડી. . ટૂંકમાં આપણે એ સમજવું છે કે દરેક મનુષ્ય સંતના દર્શન કરે છે પણ મૃગાપુત્રે સંતના દર્શન કર્યા ને તેના મહના પડળ તૂટી ગયા. એ સંત પણ કેવા પવિત્ર અને એ આત્માઓ પણ કેવા હળુકમ કે એક વખતના સંતના દર્શનમાં દીક્ષા લઈને કલ્યાણ કર્યું. મલ્લીકમારીને આત્મા પણ મહાન પવિત્ર છે. તેમના મુખ ઉપર અલૌકિક તેજ ઝળહળે છે. આ એ પુણ્યશાળી આત્મા છે કે તેમની જે જે ઈચ્છા થાય છે તે માતા પિતા પૂરી કરે છે. અને પિતાના સેવકેને તે જે આજ્ઞા ફરમાવે છે તે વિનયવાન શિષ્યની માફક તહેત કરીને વધાવી લે છે. વિનયવાન મનુષ્ય વૈરીને પણ પ્રિય બની જાય છે. કહ્યું છે કે विणएण णरो, गंधेण चंदणं सोमयाइ स्यणियरो। મદુર રણે, માં, ના fથાં અવળે છે જેવી રીતે સુગંધને કારણે ચંદનની કિંમત છે. ચંદ્રમાં અતિ સૌમ્યતા છે. અમૃતમાં મધુરતા છે તેથી તે જગતને પ્રિય છે. તેવી રીતે જેનામાં વિનયનો ગુણ હોય છે તે લેકમાં પ્રિય બની જાય છે. કારણ કે સવ૮ જુન સૂવા જ વિનય વિનય
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy