________________
શારદા શિખર
કરસ
ખીજો એક માણસ કાઈ ને કામ ખતાવે તેનું કાઈ કામ કરતું નથી. ત્યારે તેના દિલમાં ખીજા પ્રત્યે દ્વેષ આવે છે. જ્ઞાની કહે છે કે એના દ્વેષ ખાટા છે. એ વખતે મનુષ્ય એવા વિચાર કરવા જોઈએ કે એમણે મહાન પુણ્ય કર્યાં છે. એ મારાથી ગુણવાન છે તેથી એની આજ્ઞાનું પાલન સૌ કરે છે ને મારા પુણ્યમાં ખામી છે. આવા વિચાર આવે તો કમના ક્ષય થાય. આવા વિચારથી હરિકેશી મુનિને જાતિસ્મરણુ જ્ઞાન થયું. (આ ખાખત ખૂબ છણાવટથી પૂ. મહાસતીજીએ સમજાવી હતી. )
આવા ખીજો દાખલેા મૃગાપુત્રનેા છે. મૃગાપુત્ર ઝરૂખે ઉભાં હતાં, તે વખતે માર્ગ ઉપરથી જતાં એક પંચ મહાવ્રતધારી સંતને તેમણે જોયાં. આ સંતને જોઈને મૃગાપુત્રની આંખડી ઠરી ગઈ. સંતને જોઈને તે વિચાર કરવા લાગ્યા કે અહા ! આ હું શું જોઈ રહ્યો છું? આ પવિત્ર મહાત્મા કાણુ હશે ? આજે હું કઈક નવીન જોઈ રહ્યો છું.
મેં દુનિયા સારી જોઈ લીધી પણ જે નથી જોયુ. તે આજે જો છુ.
અહા ! મેં સારી દુનિયાના માણસા અને પદાર્થો જોયાં છે પણ અત્યાર સુધીમાં મેં' નથી જોયું તે આજે જોઈ રહ્યો છું. મૃગાપુત્ર મહાન સુખ સાહ્યખીમાં રહેનારા, રમણીઓની સાથે રંગરાગમાં રમનારા, ભાગ વિષયમાં પડેલે સંતને જોઇને આકર્ષોંચે. લેાહચુંબક ખીજા પદાર્થોને પેાતાના તરફ આકર્ષે છે તેમ સંતને જોઈ ને મૃગાપુત્ર આકર્ષાયા. ખાંડાની ધારે ચાલે તેવા શુધ્ધ પંચમહાવ્રતનું પાલન કરનારા સંતોમાં એવી શક્તિ હાય છે કે તે ભલે કંઇ ન મેલે પણ તેને જોઈને ખીજાને આકર્ષણ થાય છે. અવિકારી સંતોને જોઈને વિકારી આત્માઓનાં વિકાર શમી જાય છે. જેમ સૂર્યના ઉત્ક્રય થતાં અંધકાર દૂર થઈ જાય છે તેમ વીતરાગ પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલનારા તેજસ્વી સંતોને જોઈને વિકારી આત્માએનાં વિકાર શમી જાય છે. વિકારી અવિકારી બની જાય છે.
દેવાનુપ્રિયા ! જ્ઞાન ગમે તેટલુ હાય પણ જો તેનું ચારિત્ર નિમ ળ ન હોય તો તે ચારિત્ર વિહૂણા જ્ઞાનની કેાઈ કિંમત નથી. ચારિત્ર પાળવા માટે જ્ઞાનની જરૂર છે. પણ એ જ્ઞાન આચાર સહિત હાવુ જોઈ એ. મૃગાપુત્ર પાંચ મહાવ્રતધારી સ’તને જોઈને સ્થિર થઈ ગયા. અહા ! હું આ શું જોઇ રહ્યો છું ? જાણે કોઇ પ્રકાશના પુજ ન ચાલ્યા જતો હાય ! જેમ રેકેટ પસાર થાય છે ત્યારે તેની પાછળ સફેદ લીસેાટા પડે છે. તે લીસાટા થાડીવારમાં વિલય થઈ જાય છે, પણ આવા ચારિત્રશીલ મહાન પુરૂષાના શરીરમાંથી પવિત્ર અને પ્રકાશિત જે પરમાણુઓ નીકળે છે તે વિકારીના વિકાર શમાવી દે છે. પાપીને પુનિત બનાવે છે ને ક્રોધીને શાંત મનાવે છે. આવી મહાન પુરૂષાનાં પરમાણુમાં તાકાત છે. પંચ મહાવ્રતધારી સંતને જોઈને