________________
શારદા શિખર મલીકુમારીએ પોતાના જ્ઞાન દ્વારા જાણીને પૂર્વના છ મિત્રોને આશ્રવના ઘરમાંથી સંવરના ઘરમાં લાવવા માટે, તેમનું કલ્યાણ કરાવવા માટે એક મોટું સંમોહન ઘર બનાવવા માટે પોતાના કૌટુંબિક પુરૂષને આજ્ઞા આપી છે. અનેક સ્થભેથી યુક્ત તે સંમોહન ઘરમાં છ ગર્ભગૃહ બનાવે અને તે છે ગર્ભગૃહના મધ્યભાગમાં એક જાળઘર એટલે ચારે બાજુથી જાળીઓવાળું ઘર બનાવવાનું કહ્યું. એ જાળઘર એવું બનાવો કે જેમાં બહારનાં માણસો એ જાળગૃહમાં શું છે તે જોઈ શકે. અને જાળગૃહમાં રહેલા માણસે બહારનું જોઈ શકે. હવે આગળ શું કહે છે. तस्स णं जालघरयस्स बहुमज्झ देसभाए मणिपेठियं करेइ जाव पच्चप्पिणंति
હે દેવાનુપ્રિયે ! તમે તે જાળગૃહની બરાબર વચ્ચે એક મણીથી જડેલી પીઠિકા બનાવે. આ બધું તૈયાર થઈ જાય એટલે તમે મને ખબર આપે. આ રીતે મલ્લીભગવતીની આજ્ઞા સાંભળીને કૌટુંબિક પુરૂષોએ એક સંમેહન ઘર અને તેની વચમાં છ ગર્ભગૃહ અને તેની વચ્ચે એક જાળગૃહ અને તેની વચ્ચે એક મણિજડિત પીઠિકા બનાવી. આ રીતે બનાવીને તેઓ મલ્લી ભગવતીની સામે આવીને કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિય ! આપની આજ્ઞા પ્રમાણે અમે યથાવત્ બધું તૈયાર કરાવી દીધું છે.
तपणं मल्ली मणिपेठियाए उवरि अप्पणो सरिसिय सरित्तय सरिव्वयं सरिस लावन्न जोवण गुणोववेध कणगमई मत्थयाछिडू पउमुप्पलप्पिहाण पडिम करेइ ।
ત્યાર પછી તે મલ્લીકુમારીએ તે મણિપીઠિકા ઉપર શિલ્પશાસ્ત્રીઓ પાસે પિતાના જેવી, પિતાના જેવા આયુષ્યવાળી, પિતાના શરીર જેવા પ્રમાણુની, પિતાના જેવા રૂપલાવણ્ય વિગેરે ગુણવાળી એક સોનાની પૂતળી બનાવડાવી. અને તેના માથામાં એક મોટું કાણું રખાવ્યું. તે કાણું રક્તનીલકમળના ઢાંકણાથી ઢાંકેલું હતું.
દેવાનુપ્રિયે ! મલીકુમારીએ જાલગ્રહની વચ્ચે મણીથી જડેલી પીઠિકા તૈયાર કરાવ્યા પછી મેટા શિલ્પકારોને બોલાવ્યા. અને તેમની પાસે પિતાના જેવી જ ચામડી પિતાના જેવું રૂપ, શરીરની ઉંચાઈવાળી આબેહુબ મલ્લીકુમારી જ ન હોય ! તેવી પિતાની પ્રતિમા બનાવડાવી. મલ્લીકુમારી જેને જે કાંઈ આજ્ઞા કરે છે તે બધા તહેત કરીને તેમની આજ્ઞા પ્રમાણે કરે છે. તેમના પુણ્ય પ્રબળ છે એટલે તેમના મુખમાંથી શબ્દ નીકળે કે તેમની આજ્ઞા પ્રમાણે બધું તૈયાર થઈ જાય. આ તે તીર્થકર ભગવાન હતા એટલે તેમની વાત તો જુદી છે. પણ આપણે ઘણી જગ્યાએ નથી જોતાં કે કઈ માણસની એવી જમ્બર પુન્નાઈ હોય છે કે તે પોતાના ઘરના માણસને, નેકરને કે આડોશી પાડોશીને કોઈ કામ કરવાનું કહે તો તરત તેઓ પ્રેમથી વધાવી લે છે. તેને કેઈના પાડી શકતું નથી. અને ઉપરથી તેનું કામ કરીને એમ કહેશે કે તમારા જેવા મેટા પુરૂષે મને કામ બતાવ્યું. આજે મારા અહેભાગ્ય છે. આ રીતે એનું કામ કરીને પણ તેનો મહાન ઉપકાર માને છે. જ્યારે