SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ શારદા શિખર આંસુની ધારા વહેવા લાગી ને બેલવા લાગ્યા-અહાહા... શું આ શાસનનું રતન ચાલ્યું ગયું? * મારા બંધુઓ ! પૂ. ગુરૂદેવના ગુણનું સ્મરણ કરવામાં ગમે તેટલે સમય જશે તે પણ તેમના ગુણે પૂરા થાય તેવા નથી. તેવું તેમનું જીવન હતું. આજે તે તેમના જીવનનું બહુ અ૫ વર્ણન કર્યું છે. પરમ ઉપકારી પૂ. ગુરૂદેવે એમને જે જે હિતશિખામણ આપી છે તે તે અમારા જીવનમાં અમે અપનાવી તેમની આજ્ઞાનું પાલન કરીએ તે આશા સહિત વિરમું છું - આજે આપણે ત્યાં મહાસતીજીના તપના બહુમાનમાં બ્રહ્મચર્યની પ્રતિજ્ઞાઓ છે. તેમજ બા. બ્ર. ચંદનબાઈ મહાસતીજી તથા બા.બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજી તથા બહેન વર્ષા ત્રણેના ૩૩ ઉપવાસની સાધનાનો છેલ્લો દિવસ છે. આવતી કાલે તેઓનું પારાણું છે. તેમજ તપસ્વીઓના તપનું બહુમાન છે. આપ બધા સારી રીતે લાભ લેશો. પૂ. ગુરૂદેવની પુણ્યતિથિ નિમિત્તે આજે બધા સારા વત પ્રત્યાખ્યાન કરજો. વધુ ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૨ ભાદરવા સુદ ૧૩ ને સોમવાર તા. ૬-૯-૭૬ અનંતકાળથી આપણે જીવાત્મા સંસારમાં પરિભ્રમણ કરે છે તેનું મૂળ કારણ ભૌતિક સુખને રાગ અને દુઃખ પ્રત્યે દ્વેષ છે. રાગ અને દ્વેષથી મહ ઉત્પન્ન થાય છે. મેહની સાથે મિત્રતા કરીને જીવ કર્મના દેવામાં ડૂબી ગયેલ છે, ને પરભાવમાં સૂલી રહ્યો છે. આ મેહનું વિષ ઉતારવા માટે વીતરાગ પ્રભુની વાણી અમૂલ્ય જડીબુટ્ટી છે. આ વીતરાગ વાણી ઉપર જે જીવને શ્રધ્ધા થાય તે તેના જન્મ-મરણના ફેરા ટળી જાય. એ ફેરા મટાડવા કર્મ સામે સંગ્રામ ખેલવા પડશે. રાજવૈભવના સુખમાં ઉછરેલાં અને છત્ર-પલંગમાં પિઢનાર આપણું શાસન નાયક પ્રભુ કર્મની જંજીરે તેડવા માટે કેમળતા છેડીને અનાર્ય દેશમાં વિચર્યા. જ્યાં અનાડી માણસો સાધુ કેને કહેવાય, તેમને આહાર પાણીમાં શું વહોરાવાય એ કંઈ સમજતાં નથી. ઉલ્ટા આહાર પાણી લેવા જાય ત્યારે માર મારે છે. એવા દેશમાં પ્રભુ સામેથી ગયા. આવા મહાન પુરૂષનું હૃદય કર્મની સાથે જંગ ખેલતી વખતે વા જેવું કઠોર બની જાય છે. અને બીજાની રક્ષા કરવામાં કુલથી પણ વધુ કેમળ બની જાય છે. ભગવાનનું જીવન વાંચીએ ત્યારે આંખમાં આંસુ આવી જાય છે કે અહે હે પ્રભુ! તું એક વખત કે કમળ રાજકુમાર હતું ને કર્મ ખપાવવા તત્પર બન્યું ત્યારે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy