________________
શારદા શિખર
પૂ. ગુરૂદેવને સંવત્સરીના દિવસે શરદી થઈ હતી. પછી શરદી મટી ગઈ ભાદરવા સુદ ૧૦ના દિવસે તેમના શિષ્ય કુલચંદ્રજી મહારાજને ૩૮ ઉપવાસ પૂર્ણ થયા. તેઓને શાતા હેવાથી ૪૧ ઉપવાસની ભાવના ભાવી. ત્યારે પૂ. ગુરૂદેવે કહ્યું કે આજે હું તને છેલ્લું પારણું કરવી લઉં. તેમના આ ગૂઢ સંકેતને કેઈ સમજી શકયું નહિ કે આમ કેમ કહે છે ? તે દિવસે ૧૧ વાગ્યા સુધી વ્યાખ્યાન ફરમાવ્યું ને પછી ગોચરી કરવા ગયા. ગૌચરી કરીને આવીને બે પહોરે પોતાના શિષ્યને પારણું કરાવ્યું. ત્યારબાદ બંને શિષ્યોને સંયમમાં ખૂબ દઢ બનવાની ને ચારિત્ર માર્ગને દીપાવવાની હિત શિખામણે આપી. અને બપોરના ત્રણ વાગે આવેલા શ્રાવક-શ્રાવકાઓને કહ્યું–તમારે આજે ધર્મ સબંધી જે પ્રશ્નો પૂછવા હોય તે પૂછી લે. ૩ વાગે ખંભાતના રહીશ માણેકલાલભાઈ મુંબઈ આવવા માટે માંગલીક સાંભળવા ગયા ત્યારે કહે માણેકલાલ! તમે આજે નહીં જઈ શકે. કાલે તમારું કામ પડશે.
સાંજે પ્રતિક્રમણ પૂરું થયા બાદ પોતાના શિષ્યોને ખૂબ ખૂબ સમજાવ્યું. ભાઈ શકરાભાઈ (વર્તમાનમાં પૂ. કાંતીઋષીજી મ.) ને કહ્યું કે આજે રાત્રે તમે અહીં રહી જજે. પૂ. ગુરૂદેવને મૃત્યુ સુઝી આવવાથી દરેક રીતના તેમણે સંકેત કર્યા. અમને પણ ચોમાસું બેસતાં પહેલાં ફાગણ વદ બીજના દિવસે ચાતુર્માસ આપવાના આજ્ઞાપત્રમાં લખ્યું હતું કે હું તમને આ ચાતુર્માસની છેલ્લી આજ્ઞા આપું છું. છ છ મહિના અગાઉથી પૂ. ગુરૂદેવે પોતાનું મૃત્યુ જાણી લીધું હતું. અને પોતાની સાધનામાં પૂરેપૂરી તૈયારી કરી લીધી હતી એવા પવિત્ર ગુરૂદેવને તે દિવસે પ્રતિક્રમણ કર્યા બાદ રાતના નવ વાગે શરદી આવવા લાગી. હાર્ટ ઉપર અસર થવા લાગી. પૂ. ગુરૂદેવે પોતાના શિષ્યને અને શ્રી સંઘને કહી દીધું કે મારા ચારિત્રમાં સહેજ પણ દેષ લાગ જોઈએ નહિ. સંયમ લૂંટાય તેવો એક પણ ઉપચાર મને કહપે નહિ. એ રીતે ઘણે ભલામણ કરી અને શિષ્યને કહ્યું–તમે સ્વાધ્યાય બેલે. રાતના ૧૨ વાગે ચાર આંગળા ઉંચા કરીને સંકેત આપ્યું કે આ નશ્વર દેહ ચાર વાગે છૂટી જવાને છે. પછી ગુરૂદેવની તબીયત બગડી છે તેવા સમાચારની જાણ થતાં રાત્રે ને રાત્રે ખંભાતની જનતા પૂ. ગુરૂદેવના દર્શન માટે ઉમટી.
પૂ. ગુરૂદેવના સંકેત તથા તબીયતના સામું જોતાં જનતાની આંખમાં આંસુની ધારા વહેવા લાગી. આત્મસમાધિમાં રમણતા કરતા સેંકડો માનવીઓની વચ્ચેથી રત્ન સમાન ઉજજવળ આત્મા એવા પૂ. ગુરૂદેવ પરોઢીયે ચાર વાગે આ નશ્વર દેહનો ત્યાગ કરી સૌને રડતા કકળતા મૂકી તેમની સાધના સાધીને ચાલ્યા ગયા. ગામે ગામ તાર અને ટેલીફિનથી શ્રી સંઘે સમાચાર આપ્યા. કેઈને માનવામાં ન આવે તે આ બનાવ બની ગયે. હસતે મુખડે એ તે ચાલ્યા ગયા પણ તેમના ગુણનું સ્મરણ દરેકના હૃદયમાં મૂકતા ગયા. જ્યાં જ્યાં સમાચાર પહોંચ્યા ત્યાં દરેકની આંસુમાંથી