SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૧૪ કરી ઉપર વ્યાખ્યાન વાંચવા ગયા તા ખાજોઠ ઉપર બેઠા. શ્રાવકાએ કહ્યું–મહારાજ સાહેબ ! આપ પાટ ઉપર બિરાજો. ત્યારે કહે-ભાઈ! આવા મારા મહાન ગુરૂદેવ ખિસજતાં હાય ત્યાં હું પાટે બેસવાને ચેગ્ય નથી. પેાતે ખાજોઠ પર બેસીને વ્યાખ્યાન આપ્યું. પણ પાર્ટ ન બેઠાં. તે સિવાય જ્યાં સુધી ગુરૂદેવ સૂર્વે નહિ ત્યાં સુધી પાતે કદી સૂતા નહિ. તેમનું ચારિત્ર ખૂબ વિશુધ્ધ હતું. સાથે વિનય, ક્ષમા, નમ્રતા, સરળતા આદિ ગુણાનો સુમેળ હતા. પૂ. ગુરૂદેવના મુખ ઉપર બ્રહ્મચર્ય'નાં અનોખા આજસ ઝળકતા હતા. જેમ કાચના કબાટમાં મૂકેલા હીરાનો પ્રકાશ કાચને ભેદીને ખહાર આવે છે. તેમ પૂ. ગુરૂદેવના દેહરૂપી કબાટને ભેદીને તેમના ચારિત્રનો પ્રકાશ ચમક્તા હતા. પૂ. ગુરૂદેવ રાત્રે પણ એ ત્રણ કલાકની માંડ નિદ્રા કરતાં હતા. રાતનો મોટા ભાગ ધ્યાનમાં રહેતા હતા. તેથી તેમનું જ્ઞાન ખૂબ નિમ ળ હતું. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ અને પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને જોઈને સૌ એમ જ કહેતાં કે આ મહાવીર ગૌતમની જોડલી છે. એવા ગુરૂ શિષ્ય વચ્ચે અથાગ પ્રેમ હતા. બંધુઓ ! કાઈ નો પ્રેમ કાયમ ટકતા નથી. કાળની ગતિ ન્યારી છે. સંવત ૧૯૯૫ના તેમના શિરછત્ર પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેખ કાળધર્મ પામતાં સંપ્રદાયનું સુકાન તેમના હાથમાં આવ્યું. ૧૯૯૫ના વૈશાખ વદ ૧૧ના દિવસે તેમને આચાય પદવી અપાઈ. આચાય પદવી પ્રાપ્ત થયા ખાદ સંપ્રદાયનું સુકાન ખૂબ સુંદર રીતે સંભાળતાં ૧૯૯૫ નું ચાતુર્માસ સાણંદ પધાર્યા. પૂ. ગુરૂદેવ ચાતુર્માસ પધાર્યાં ત્યારથી જૈન શાળામાં ખાળકે કેમ વધુ ધનો અભ્યાસ કરે તે માટે સતત પુરૂષાર્થ કરતાં અને જૈન શાળાના ખાળક-ખાલિકાઓમાં ધનું સુંદર સિંચન કર્યુ. અપેારના અહેનોને અભ્યાસ કરાવતા. તે ગુરૂદેવના સદુપદેશથી પૂ. જશુખાઈ મહાસતીજીને અને મને સંસારની અસારતા સમજાઈ. તેમના ઉપદેશથી અમારા અંતરાત્મા જાગ્યા. આવા મહાન ઉપકારી પૂ. ગુરૂદેવનો ઉપકાર કયારે પણ ભૂલાશે નહિ. આવા ઉપકારી ગુરૂદેવે અનેક જીવાને ધર્મ પમાડતાં સંવત ૨૦૦૦માં હષ મુનિને દીક્ષા આપી. ૨૦૦૩નું ચાતુર્માસ સુરત કરીને ખંભાત તરફ વિહાર કર્યાં. ત્યારે ઝવેરી માણેકલાલભાઈ એ પૂછ્યું–ગુરૂદેવ ! આપનું' આવતું ચાતુર્માંસ ક્યાં છે ? તે કહે કે મારું છેલ્લું ચાતુર્માસ ખંભાત છે. પણ આવા સંકેતની કેઈ ને શું ખબર પડે ? ૨૦૦૪નું ચાતુર્માસ કરવા તે પેાતાના શિષ્ય પરિવાર કુલચ'દ્રજી મહારાજ તથા ખા. . હદમુનિ મહારાજ એ એ શિષ્યાને સાથે લઈને ખંભાત પધાર્યાં. પૂ. ગુરૂદેવ લગભગ ચાતુર્માસમાં ભગવતી સૂત્ર વાંચતા. આ ચાતુર્માસમાં ઉત્તરાધ્યયન સૂત્રનું સકામ-અકામ મરણુનું અધ્યયન લીધું. અને તે ખૂખ ઝીણવટથી છણાવટ કરતાં. તે ચાતુર્માસમાં ખૂખ ધ-આરાધના થઈ. તપ-ત્યાગના પૂર ઉમટયા ખૂબ સુંદર ભવ્ય ચાતુર્માસ થયું.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy