________________
શારદા શિખર
૪૯ વામાં આવે છે કે વસ્તુને ભગવે નહિ પણ જે તેના પચ્ચખાણ ન કરે તે તેની રાવી આવે છે. અન્યદર્શનમાં આવું કહેવામાં આવ્યું નથી. ત્યાં તે બારે બજાર ખુલ્લાં છે. કારણ કે અવિરતિ કર્મબંધનનું કારણ છે. જે માને છે કે મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય અને વેગ એ બધા કર્મ બંધનના કારણે છે તે તો કર્મ તેડવાનો પ્રયત્ન કરશે પણ જે એવું બેલે છે કે પ્રત્યાખ્યાન કરવાથી શું વિશેષ છે? અમે કંદમૂળ ખાતા નથી, રાત્રી ભેજન કરતાં નથી. દરેકમાં અમારું મન મક્કમ છે. હવે પ્રત્યાખ્યાનની શી જરૂર ? આવું બોલનાર જૈન નથી. હું રાત્રે ન ખાઉં છતાં પચ્ચખાણ ન લઉં તે પાપ આવ્યા કરે. આ માન્યતા જૈનની છે.
અનાદિકાળથી જીવ રખડે છે શા માટે? મિથ્યાત્વના કારણે. મિથ્યાત્વ ગયું પણ વિરતિમાં નથી આવ્યું ત્યાં સુધી પા૫ રેકાયું નહિ ને નવા કર્મ બંધાતા ગયા. વિરતિ વિના કર્મબંધ થાય છે. માટે કહીએ છીએ કે પચ્ચખાણ કરે તે પાપથી બચશે. આજે ઘણુને પચ્ચખાણ લેવાનું કહીએ ત્યારે એમ બોલે છે કે ઉપાશ્રયે શું જઈએ ? મહાસતીજી અમને પચ્ચખાણના બંધને બાંધી દે છે. (હસાહસ). જો તમે સમજે તે સંતે તમને બાંધતા નથી પણ કર્મબંધનથી છોડાવે છે. આવી શ્રધ્ધા થાય તેને ઓછા દુઃખમાં ઘણાં કર્મોને નાશ થાય.
બંધુઓ ! મને તે તમારી દયા આવે છે કે મારા વીતરાગના શાસનમાં જન્મીને આ જીવ ક્યાં સુધી કર્મ બાંધશે? કર્મબંધ શેનાથી થાય છે ને ક્યાં સુધી થાય છે તે તમે જાણે છે ? જ્ઞાની કહે છે આ સંસારમાં દરેક જીવ જે સમયે આયુષ્ય કર્મ બાંધે ત્યારે આઠ કર્મ બાંધે. નહિ તો આયુષ્ય વજીને સાત કર્મ બાંધતે હેય ને આઠ તડત હોય. જીવ નવા કર્મો ન બાંધે તો જરૂર મોક્ષ થઈ જાય. નવા કર્મ કણ ન બાંધે ? ચૌદમા અયોગી ગુણસ્થાનકવાળા. તે પહેલાં બંધ વગરને કેઈ આત્મા નથી. કેવળીને પણ એક શાતા વેદનીય કર્મને બંધ હોય છે. મોક્ષમાં જતી વખતે જે ચૌદમું ગુણસ્થાનક આવે છે ત્યાં કર્મબંધ નથી. એ ગુણસ્થાનકની સ્થિતિ પાંચ હૃસ્વ અક્ષર અ, ઈ, ઉ, ત્રા,લુ બેલીએ તેટલી છે. ત્યાંથી જીવ મોક્ષમાં જાય છે. કર્મબંધ કોણ કરાવે છે? ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે “શા વાક્ મન વાઘેT: ” તેમજ સાથે કષાય પણ કર્મબંધનું કારણ છે. વિચાર, ઉચ્ચાર કે આચારની માનસિક, વાચિક અને કાયિક આ ત્રણ પ્રકૃતિઓ તથા ચાર કષાય કર્મબંધ કરાવનાર છે. ચૌદમાં ગુણસ્થાનકે જીવ આવે ત્યારે બંધ રોકાય છે કારણ કે ત્યાં અકંપન દશા છે. ત્યાં આ મન-વચન-કાયાની કઈ પ્રવૃત્તિ નથી. ૧થી ૧૦ ગુણસ્થાનક સુધી કષાય અને વેગથી ને ૧૧થી ૧૩ ગુણસ્થાનક સુધી વેગથી કર્મ બંધ થાય છે. વધુ કર્મો ભોગવે ને છેડા બાંધે