________________
શારદા શિખર ત્યારે આત્મા ઉંચે ચઢે છે. અનાદિથી જીવે કર્મો બાંધ્યા છે તેને ઓછા કેણ કરી શકે? જે આત્મા શારીરિક, માનસિક અને વાચિક દુઃખોને ડર છેડી દે છે ને માત્ર આત્મચિંતનમાં રહે તે કર્મોને તેડી શકે. આમ તે આપણે બોલીએ છીએ કે આ જીવ મન-વચન-કાયાથી અને કષાયથી કર્મો બાંધે છે તે અહીં સૂત્રમાં “જય વસ્ મન: શર્મા : ” કાયાનું નામ પહેલું મૂક્યું તેનું શું કારણ? તે જાણે છે? જીવ માતાના ગર્ભમાં ગમે ત્યારે પહેલાં આહાર પર્યાતિ બાંધે છે. પછી શરીર બાંધે છે. પછી ઈન્દ્રિય, શ્વાસોચ્છુવાસ, ભાષા અને મન પર્યાસિઓ બાંધે છે. તેમાં શરીર દ્વારા કર્મ બાંધે છે. સર્વકાળે જે જે કર્મો બાંધ્યા છે તે બધામાં શરીર એ પ્રધાન કારણ છે. માટે શરીર પહેલાં લીધું. મનના પુદ્ગલે ગ્રહણ કરનાર શરીર છે. ને વચનના પુદ્ગલે ગ્રહણ કરનાર પણ શરીર છે. તે તે વર્ગણાના પુગલે ગ્રહણ કર્યા પછી ભાષા અને મન રૂપે પરિણમે છે. માટે શરીરનું નામ પહેલાં રાખ્યું છે.
દેવાનુપ્રિયે ! તમે કર્મની થીએરી સમજી લેશે તે કર્મ બાંધતા અટકશે. અત્યાર સુધી કર્મ બાંધવામાં જીવ બાહોશ બન્યું છે ને કર્મ તેડવાનું સાધન ધર્મમાં બેહોશ રહ્યો છે. હવે લાઈન બદલે. ધર્મમાં બહેશ બને ને કર્મ બંધનમાં બેહોશ બનો. તમને સંસારમાં ક્યાં સુખ દેખાય છે ? તમે જે ધન માટે ધમાલ કરે છે અને વિલાસ માટે વલખાં મારે છે ને તેથી કર્મબંધન કરે છે. પણ સરકાર તમને સુખ ભોગવવા દે છે ? કેટકેટલા કાયદાઓ છે ? આગળના રાજાઓ કેવા ઉદાર હતા ! વધુ તે શું કર્યું. શ્રેણીક જેવા રાજા હાલી ચાલીને શાલીભદ્રને ઘેર તેની સંપત્તિ જેવા માટે ગયા હતા. પોતાનાથી અધિક સંપત્તિ હતી છતાં શાલીભદ્રની ઋદ્ધિ જોઈને શ્રેણીક રાજાની છાતી ગજગજ ફુલી. અહે ! હું કે પુણ્યવાન છું કે મારા રાજ્યમાં આવી પુણ્યવાન પ્રજા વસે છે. સુકોમળ શાલીભદ્રને માથે હાથ મકી આશીર્વાદ આપ્યા. ધન્ય છે દીકરા! તમારા જેવી સમૃદ્ધ પ્રજાથી હું ઉજળ છું. આવી સંપત્તિ તેમને ઘેર હતી. ખુદ મહારાજા શ્રેણીકની જેના ઉપર મહેરબાની હતી છતાં શાલીભદ્રને સંસાર દુઃખમય લાગ્યું. એટલે બધું છોડીને સંયમ માર્ગે ગયા.
જ્યારે તમે તે કાળાં ધોળાં કરીને નાણું ભેગા કરે છે, કેટલા કષ્ટ વેઠે છે છતાં ફફડાટને પાર નથી. સવારના પ્રહરમાં બારણું ખખડે તે પણ ફફડાટ થાય કે રેડ તે આવી નથી ને ? આટલું બધું દુઃખ છે છતાં છેડવાનું મન થતું નથી.
આપણું ચાલુ અધિકારમાં ગઈ કાલે કહ્યું હતું કે આ જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા સુમેરૂ પર્વતની પશ્ચિમ દિશામાં, નિષધ પર્વતની ઉત્તર દિશામાં, મહાનદી શીતેદાની દક્ષિણે સુખત્પાદક વૃક્ષસ્કાર પર્વતની પશ્ચિમે અને પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વ દિશામાં સલીલાવતી નામની વિજ્ય હતી,