________________
શારદા શિખર માટે નિર્ધારિત કર્યા હતા. હવે આ ઉદાહરણ ૭ મા ગુણસ્થાનકેથી છઠે ગુણઠાણે આવવા માટે અને ૧૧માં ગુણસ્થાનથી ૧૦માં ગુણસ્થાને આવવા માટે વિચારી લે. તેમાં તેના હિયમાન પરિણામને દેષ નથી પણ તે સ્થાનની સ્થિતિ અંતર્મુહુર્તની છે તે નક્કી થયું.
તીર્થકર દે પણ ૭ મે થી છટ્રે ગુણસ્થાને આવે છે તેમના માટે પણ ઉપર પ્રમાણેને નિયમ સમજવાનું છે. જેમ કે છદ્મસ્થ તીર્થકર જ્યારે પ્રવર્યા સ્વીકાર કરે છે ત્યારે તેમને નિયમાં સાતમું ગુણસ્થાનક હોય છે. અને અંતર્મુહર્ત પછી ૭માં ગુણસ્થાનની સ્થિતિ પૂર્ણ થયે છઠ્ઠા ગુણસ્થાને આવે છે, હવે તીર્થંકર દેવામાં પણ હાયમાન પરિણામ નથી હોતા. છતાં પણ નીચેના ગુણસ્થાન પર આવે છે. એટલે સારાંશ એ છે કે ૭માં ગુણસ્થાનકથી છઠું આવવામાં અને ૧૧ મા ગુણસ્થાનથી ૧૦ મે આવવામાં માત્ર સ્થિતિની પરિપાકતાને પ્રભાવ છે પરંતુ હિયમાન પરિણામને પ્રભાવ નથી. ૧૧માં ગુણસ્થાને જે કાળ કરે તે અનુત્તર વિમાને જાય પછી મનુષ્ય થઈને તે ભવે અથવા થડા ભેમાં મેક્ષમાં જાય. પણ જે દશમેથી જે પહેલે ચાલ્યો જાય તે એ ફેંકાઈ જાય. ઉપશમ શ્રેણીવાળા, ચૌદ પૂર્વનું જ્ઞાન ભણેલા, તથા ચાર જ્ઞાનવાળા એવા છે પણ જે નીચે ઉતરી જાય તે આપણા જેવાની શી દશા ? તેને વિચાર કરજે.
બંધુઓ ! આ આત્માને ઉત્સાહ તોડી નાંખવા માટેની વાત નથી. રાજાની તિજોરી લૂંટાઈ એવું સાંભળીને પ્રજા પોતાની તિજોરીની મિલ્કત બહાર ફેંકી દે છે ખરી ? ના.” રાજાની તિજોરી લૂંટાય છે એવું સાંભળીને પ્રજા વધુ સાવધાન બને છે. જમીન ખેદીને સંપત્તિ દાટીને પ્રજા પિતાની મિલ્કતનું વધુ રક્ષણ કરે છે. શા માટે આટલી સાવધાની રાખે છે તેનું કારણ તમે સમજ્યા ? રાજાને ત્યાં આટલે ચોકી પહેરે હોવા છતાં તિજોરી લૂટાણી તે આપણું કેમ નહિ લૂંટાય ! એમ સમજી વધુ સાવધાની રાખે છે પણ નાસીપાસ થતાં નથી. તે રીતે ચાર જ્ઞાની, ચૌદ પૂર્વી, આહારક શરીર અને ઉપશમ શ્રેણીવાળા જે પતીત થાય છે તે તે સાંભળી આપણે પણ વધુ સાવચેત થવા જેવું ખરું કે નહિ ? આ કર્મરાજા જીવને ચતુર્ગતિમાં નાચ નચાવે છે. કર્મરાજાનું પરાક્રમ કેવું છે એ વીતરાગ વાણી દ્વારા સાંભળી, સમજીને આપણને જ્ઞાનીએ સાવચેત બનવાનું કહ્યું છે પણ ડરપોક બનવાનું નથી. બસ, એ વિચાર કરે કે આવા જ પતીત થાય છે તે મારે કેટલું સાવચેત રહેવું જોઈએ ! એકેન્દ્રિયપણામાં રખડી રખડીને અનંતકાળે મનુષ્યપણું મળ્યું છે. સાંભળે, મહાવીર પ્રભુના જીવે મરીચીના ભાવમાં ચારિત્ર લીધું. ચારિત્રના કષ્ટ સહન ન થવાથી સાધુપણું છોડીને ત્રિદંડી થયા. તેમના ૨૭ ભવ તો મેટા ગણીએ છીએ પણ