________________
શારદા શિખર
૧૫
મેારલા નાચે છે તેમ સંતાના મુખેથી વીતરાગ વાણી રૂપી મેઘની ગર્જના થાય ત્યારે શ્રાવકેાના મનને મેારલે નાચી ઉઠવા જોઈએ. વરસાદ આવતાં ઉનાળામાં તપેલી જમીન શીતળ અને છે તેમ વીતરાગવાણીનેા વરસાદ પડતાં સંસારની આધિ-વ્યાધિ અને ઉપાધિથી સંતપ્ત અનેલા માનવાના અંતરમાં શીતળતા મળે છે.
એક વર્ષના ત્રણ ચાતુર્માસિક દ્વારા છે. શિયાળા, ઉનાળા અને ચામાસુ, આ ત્રણમાં જો વધુ મહત્વ હોય તે ચામાસાનુ છે. જો શિયાળામાં વધુ ઠંડી ના પડે તેા માણસને વધુ નુકશાન થતુ નથી. ખૂબ ગરમી ન પડે તે પણ એટલું નુકશાન થતુ નથી. પણ જો વરસાદ ન પડે તે માનવ-પશુ-પક્ષી દરેકના પૂરા હાલ થાય છે. ભૂખ–તરસના પાકારા સંભળાય છે. તેમ જ્યાં ધમ નથી. સંતાનું આગમન નથી તે પ્રદેશના માનવીના પણ કેવા બૂરા હાલ થાય છે ? વિષય-કષાય અને વાસનાના કચરાથી તેમનું જીવન મલીન અનેલું રહે છે. તમે કેવા પુણ્યવાન છે કે તમને સ ંતાનું સાનિધ્ય મળ્યુ છે. સંતેા વીતરાગ વાણીની વીણા વગાડી તમને ધર્મારાધના કરવા જાગૃત કરે છે. આ મંગલકારી દિવસેામાં અને તેટલી ધર્મારાધના કરી લાભ લઈ લેા ને ક્ષણે-ક્ષણે આત્માને જાગૃત રાખેખા. જો આત્મજાગૃતિ નહિ રાખેા તેા પડવાઈ થતાં વાર નહિ લાગે.
ખંધુએ ! કેટલા જ્ઞાનના ધારક પડે છે તે જાણેા છે ને ? મતિ-શ્રુત-અવધિ અને મનઃપવ જ્ઞાનમાં ઋજુમતિ મનઃપર્યાય જ્ઞાનવાળા પડવાઈ થાય છે. ચૌદપૂર્વ ભણેલા હાય તેવા જીવા પણ ભાન ભૂલે તે પટકાઈ જાય છે. મેાક્ષના આંગણામાં પ્રવેશેલા વીતરાગપણું પામનારા પણ પડવાઈ થાય છે ને ? વીતરાગી ગુણુસ્થાનક કેટલા ? ૧૧-૧૨-૧૩-૧૪ એ ચાર વીતરાગી ગુણસ્થાનક કહેવાય છે. અગિયારમાં ગુણસ્થાનક સુધી ચઢેલા પણ નીચે આવે છે. શા માટે ? જરા વિચાર કરો.
“ કષાયની ઉપશાંતતા,” ૧૧મે ગુણસ્થાનકે કષાયેાની ઉપશાંતતા છે. ભાળેલા અગ્નિ જેવી કષાયા રહેલી છે. ત્યાં હિયમાન પરિણામ નથી છતાં ત્યાંથી નીચે શા માટે આવે ? તેનું કારણ એ છે કે ૧૧મા ગુણસ્થાને રહેવાના જે કાળ તે સ્થિતિ પૂર્ણ થયે સ્વાભાવિક રીતે ૧૧મા ગુણસ્થાનકેથી ૧૦મે ગુણસ્થાને આવે છે. હિયમાન પરિણામ ત્યાં છે નહિ. એટલે નીચે આવવાના કારણરૂપમાં તેને ગણાય નહિ. તે વાત સમજવા માટે એક વ્યવહારિક ઉદાહરણ લઈએ.
એક ન્યાયાધીશ થાડા દિવસની રજા ઉપર ગયા અને તેના સ્થાને રજા પ્રમાણુના દિવસેા માટે એક ખીજા ન્યાયાધીશ આવ્યા. પ્રથમના જે રજા ઉપર હતા તેના રજાના દિવસેા પૂર્ણ થયે આવ્યા. એટલે તેના સ્થાને જે હતા તે ઉતરી ગયા. હવે વિચારીએ ફે જે ન્યાયાધીશ ઉતરી ગયા તે શું પોતાના દોષના કારણે ? ના. તેને તેટલા દિવસ