SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ શારદા શિખર કરજે. પણ એક વાત જરૂર લક્ષમાં રાખજો કે આ સંસારમાં સમય સમયના રંગ પટાય છે. મેં તમને ખેતર સંભાળવાનું કહ્યું ત્યારે મારી વાત કડવી લાગી હતી. શેઠ કંઈ બોલી શક્યા નહિ. અભિમાન કેઈનું ટકતું નથી. રાજા રાવણને અભિમાન ઓસરી ગયે તે આજના માનવીની કયાં વાત ? - અભિમાનમાં માણસ ગમે તેમ બેલી નાંખે છે. ત્યારે તેને ખબર નથી પડતી કે હું શું બેસું છું? તે સમયે પિતે હરખાય છે કે કે ધડાકાબંધ જવાબ આપી દીધો કે સામે બેલતે બંધ થઈ ગયો. પણ એ અભિમાની માણસને ખબર નથી હોતી કે કાળની થપાટ જ્યારે વાગે છે ત્યારે અભિમાનથી બોલાયેલા એ અવિવેકી શબ્દો પિતાના માથામાં વાગે છે ને પેલા શેઠની માફક માથું ઝૂકાવીને જીવવું પડે છે. બંધુઓ આનું નામ સંસાર છે. આ સંસારમાં ભરતીને ઓટ આવ્યા કરે છે. દરિયામાં જ્યારે ભરતી આવે છે ત્યારે પાણી પાણી દેખાય છે ને એટ આવે છે ત્યારે કાંકરા દેખાય છે. જ્યારે પુણ્યનો ઉદય હોય, પાસે પૈસાની રેલમછેલ હાય, સગાસંબંધી, મિત્રો ખમ્મા ખમ્મા કરતા હોય ત્યારે મલકાવું નહિ અને પાપને ઉદય હોય ત્યારે ગભરાવું નહિ. પુણ્ય અને પાપના ઉદય વખતે જે સમભાવ રાખે તે સાચે બહાદુર છે. સંસારનું સુખ સ્વપ્ન સમાન છે. જ્યારે આત્માનું સુખ સ્થિર અને શાશ્વત છે. જે સાચું સુખ પ્રાપ્ત કરવું હોય તે ભગવાન કહે છે. રંગરાગની જલાવી દે હોળી, વિષય વાસનાને નાંખે ચેળી, જ્ઞાન-દર્શનની ભરી લે ઝોળી, તે આત્મામાં પ્રગટે દિવાળી. અનાદિકાળથી આત્મા રાગના રંગે રંગાયેલું છે. તે રંગરાગની હેળીને જલાવી દે. આ હેળી લાકડાં ને છાણાં બાળે છે તે નહિ પણ કર્મોને જલાવી દેવાની હોળી કરવી છે. અને પાંચ ઈન્દ્રિયના વિષયે રોળી નાખે જેથી કર્મબંધન ન થાય. અને આત્મા ઉજજવળ બને. ઝેળી શાની ભરવી છે? બોલે રૂપિયાની તે ઘણીવાર ભરી છે. તે સાથે નહિ આવે પણ શાશ્વત ધન રૂપી જ્ઞાન-દર્શન, ચારિત્ર અને તપની ઝળી ભરી લે કે ભવભવના બંધન તૂટી જાય ને જ્ઞાનની તિ ઝળહળે. દિવાળી આવે ત્યારે લેકે દીવડા પ્રગટાવે છે તે તે દ્રવ્ય દીપક છે. પણ આપણું અંતરમાં સદા જ્ઞાનને દિપક પ્રગટેલે રહે, ક્યારે પણ બૂઝાય નહિ તેવી કરણ મનુષ્યભવમાં કરી લો. જલ્દી પ્રકાશ જોઈ તે હોય તે બાર અવતના બજારનાં બારે બારણાં જલ્દી બંધ કરે ને બને તેટલા વિરતિના ઘરમાં આવે. સલિલાવતી વિજયમાં વીતશેકા નામની નગરી છે. તે નગરી બાર જન લાંબી ને નવ જન પહોળી છે. તે દેવલોક જેવી રમણીય છે. તે નગરીને દેવલેક જેવી કેમ કહી છે? તે નગરીમાં કેણ રાજા હતા તેના ભાવ અવસરે કહેવાશે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy