SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ *૪૮ શારદા શિખર પછી વહેપાર કરવા પેઢી પર ન જાઓ, ભલે ઘરે બેસી રહે તે પણ પેઢીના નુકશાનના જોખમદાર ખરા કે નહિ ? એક વખત પેઢીમાં ભાગીદારી કરી પછી જ્યાં સુધી તેમાંથી ફારગત ન થાઓ ત્યાં સુધી તમે તેના જોખમદાર છે. જે પેઢીમાં ફાયદે થાય તે તમે દેડતા લેવા જાવ અને જે નુકશાન થાય તે આપવા જાવ ખરા? “ના ભાગીદાર જે નુકશાન કરે તો તમે તેને કહી દે છે કે ઉતરી જા મારી પેઢી ઉપરથી. તું માગાને સરદાર છે. ત્યાં તે ખૂબ હોંશિયાર છે. તે અહીં આ fબર અવ્રતના બજારમાં તમે ક્ષણે ક્ષણે નુકશાની ભોગવી રહ્યા છે. પાપને પ્રવાહ આવી રહ્યો છે. તે આ પાપની ભાગીદારીમાંથી છૂટા થવાનું મન થાય છે કે નહિ? જ્યાં સુધી પાપના ઘરમાં બેસી રહેશે? સંપૂર્ણ અવતમાંથી સાધુ સિવાય બીજું કઈ રાજીનામું આપી શકતું નથી. તમે તે અગતના આરે ઉભા છે. એક વખત દસ્તાવેજ કરીને તમે જેની સાથે ભાગીદારી કરી પછી ભલે તેમાં મન, વચન, કાયાના પેગ ન હોય છતાં છૂટયા નથી. કંપની સાથે કઈ જાતને સંબંધ નથી એવું ચોખ્ખું રાજીનામું ન આપે ત્યાં સુધી છૂટી શકે નહિ. તેમ તમે અવિરતિની બજારની કમિટીમાં પાંચ ઈન્દ્રિય, છ કાય અને મન માંકડાની બજારમાં મેમ્બરગીરી કરી છે. અને રાજીનામું આપ્યા સિવાય ફરવા નીકળ્યા છે. એટલા માત્રથી જવાબદારીથી તમે મુક્ત થઈ શકતા નથી. માત્ર તમે તે ત્રસકાયની હિંસા નહિ કરું એ એક રાજીનામું આપ્યું છે. તે પણ પિલું, નક્કર નહિં, ફક્ત જાણી જોઈને હિંસા કરતે હેઉં તે પ્રસંગ આવે તે બંધ કરું. કાર્ય કરતાં ત્રસકાયની હિંસાનું રાજીનામું આપતાં તેમાં પણ છૂટ રાખી કે કોઈએ અપરાધ કર્યો હોય તે તે અપરાધ કરેલા ત્રસજીવને માર પડે તે તેમાં મારું રાજીનામું નથી. એક બજારમાં રાજીનામું આપે છે તેમાં પણ કેટલી છૂટ રાખે છે ? હવે કયાં સુધી આ અવતના ઘરમાં રમવું છે? હવે વતમાં રમણતા કરે. ભરત ચક્રવત અવતના ઘરમાં બેઠા હતા પણ અરિસાભવનમાં ગયા ત્યાં એક વીંટી આંગળી ઉપરથી સરી ગઈ ત્યારે એમ થયું કે અહે ! મારી આંગળી બૂડી લાગે છે. બીજી ક્ષણે એ વીંટીને મેહ ઉતરી ગયા. અહો ! એ કણ ને હું કેણ? એ જડ અને હું ચિતન્ય. ખૂબ મંથન ચાલ્યું. ગૃહસ્થ વેશમાં અવતનાં બારણાં બંધ કરી આશ્રવનું ઘર છેડી સંવરના ઘરમાં આવી ગયા. ત્યાંને ત્યાં ભાવચારિત્રમાં રમણતા કરી કેવળજ્ઞાન પામી ગયા. આનું નામ સા બહાદુર. ખાલી વાત કરીને બેસી રહેવું એ તે કાયરનું કામ છે. કે દેવાનુપ્રિયે ! તમે કર્મની થીએરી સમજે. જૈન દર્શનમાં જેવી કર્મની થીએરી સમજાવવામાં આવી છે તેવી બીજે ક્યાંય સમજાવી નથી. જૈન દર્શનમાં એમ કહે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy