SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૫૬૩ પાખીને પવિત્ર દિવસ હતું એટલે તેણે માણસને કહ્યું કે આજે મારે પાલખીમાં નથી બેસવું. હું પગે ચાલીને ઘેર જઈશ, ત્યારે એના સિપાઈઓએ કહ્યું–બાપુ! અમે તમને ઘર સુધી મૂકવા આવીએ. ત્યારે કવિએ કહ્યું-ભાઈ! મૂકવા આવવાની કંઈ જરૂર નથી. હું ચાલ્યું જઈશ. કવિરને ખૂબ ના પાડી એટલે પોલીસ સાથે ગયા નહિ. પવિત્ર કવિરત્ન નિર્ભયપણે ઘેર જઈ રહ્યા હતાં. પેલા બંને ભાઈઓએ જોયું કે આ એકલે ઘેર જાય છે એટલે એ બંને તેની પાછળ ચાલ્યા. માર્ગમાં ગલીને રસ્તો આ. કવિ એકલા છે. એ રસ્તામાં માણસોની અવરજવર પણ નથી. આ તકને લાભ લઈને પેલા બંને જણા આડા ફરી વળ્યા ને કહ્યું- હે પાપી! ઉભે રહે. અમારા પિતાજીને તારા બાપે મારી નાંખ્યા છે. અમે તેનું વેર લેવા માટે આવ્યા છીએ. હવે તને જીવતે નહિ જવા દઈએ. બંને જણે તલવાર કાઢીને કહે છે કે મરવા માટે તૈયાર થઈ જા. કવિરત્નની હિત શિખામણુ” કવિરને કહ્યું-ભાઈ! મારા અને તારા પિતાજીને એ સંગોમાં શું બન્યું હશે તેની મને કે તમને ખબર નથી. વીરા ! આપણે બધા ભાઈ એ છીએ. આપણે એ પૂર્વના વૈરની પરંપરા રાખવી નથી. જે તમે મને મારશે તે મારાં છેકરાઓ તમારા પ્રત્યે વૈર રાખશે ને તમને મારશે. તમારા છોકરાએ મારા છોકરાને મારશે. આ રીતે પરંપરામાં વૈરની વણઝાર ચાલી આવશે. આવી વૈરની પરંપરા ચલાવવાની શી જરૂર ? આપણે ભાઈભાઈ બનીને પ્રેમથી રહીએ. તમે મારે ઘેર ચાલે. બૈર લેવા આવનારને કેધ” વૈર લેવા આવનાર કાકાના દીકરાઓ કહે છે તારું તત્વજ્ઞાન અમારે સાંભળવું નથી. તારું જ્ઞાન તારી પાસે રહેવા દે. તારે બાપ તે અમારા બાપને મારી નાંખીને શાહ થવા માટે અહીં આવીને વસ્યા હતા ને હવે તું માટે જ્ઞાની બનીને અમને ઉપદેશ આપવા બેઠે છે? બચવા માટે તું બધી બારીએ શેાધે છે પણ અમે તને ક્યાં જીવતે જવા દઈએ તેમ છીએ? જુઓ, કવિરતનની વાત કેટલી સુંદર ને સમજવા જેવી છે? કે બાપે જે કર્યું તે કર્યું પણ આપણે જે આ રીતે વૈર રાખીશું તે કુટુંબમાં વૈરની પરંપરા ચાલી આવશે ને મહાન કર્મોનું બંધન થશે. આ વૈરની પરંપરા આ ભવ અને પરભવમાં આત્માને મહાન દુઃખદાયી નીવડશે. આ તે એક ને એક બે જેવી વાત છે ને? પણ જેના દિલમાં વૈરની આગ સળગી રહી છે તેને આવી સારી ને સાચી હિત–શિખામણ પણ કયાંથી ગળે ઉતરે? વૈર ન્યાયની વાત પણ સમજવા દે નહિ. પણ ઉપરથી નવાં પાપ કર્મો કરાવે છે. જ્યારે મૈત્રીભાવ સામાની અન્યાયની વાત પણ ન્યાયથી સમજી લે અને બીજા ઘણાં ગુણેને પ્રગટ કરે છે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy