________________
૫૬૨
શારદા શિખર થશે. બીજી બાજુ એના પિતાની ડાંગ વાગતાં જે નાનભાઈ ગુજરી ગયે હતું તેને મેં પુત્રો હતા. તે પણ મોટા થયાં ને કવિ બન્યા. એક વખત તે બંને પુત્રોએ એની માતાને કહ્યું કે બા ! અમે મોટા થયા પછી અમારા પિતાજીને તે જોયા નથી. તે અમારા બાપુજી બહુ નાની ઉંમરે કેમ ચાલ્યા ગયા ? શું તેમને ભયંકર રોગ આવે હતું કે શું થયું હતું ત્યારે એની માતા કહે છે બેટા! તારા પિતાજી મતે મર્યા નથી, એમને એમના મોટાભાઈએ ડાંગ મારી અને ડાંગ વાગતાની સાથે તે નીચે પડ્યા ને તેમના પ્રાણુ ચાલ્યા ગયા. આ સાંભળી યુવાન છોકરાઓનું લોહી ઉકળી ગયું. બસ હવે તે ગમે તેમ થાય પણ મારા પિતાને મારનારનું વૈર લઈને જંપીશું. એ કયાં રહે છે? ત્યારે એની માતાએ કહ્યું–તેમને ગયાં ઘણાં વર્ષો થયા પછી ફરીને એ અહીં આવ્યા નથી. પણ મેં એમ સાંભળ્યું છે કે તેઓ ચિતોડમાં જઈને વસ્યા છે. ને ત્યાં મેટા કવિ બન્યા છે. આ સાંભળી નાનાભાઈનાં બંને પુત્રો ચિતડ આવ્યા.
“વૈરની વણઝાર સાથે ચિતેડમાં કવિઓનું આગમન” જુઓ, વૈર શું કામ કરે છે? વૈરની વસુલાત કરવા માટે સૌરાષ્ટ્ર છેડીને ચિતડ આવ્યા અને એક મકાન લઈને રહ્યા. થોડા દિવસમાં રાજ્યના માણસો સાથે સબંધ કરી ચિતોડની રાજસભામાં તેઓ બંને સંગીતકાર તરીકે રહી ગયા. અહીં ગમે તેટલા કવિ આવે પણ રાજ્ય માન્ય કવિરત્નની તેલ કેઈ આવી શકતું ન હતું. કારણ કે કેઈનામાં બુદ્ધિ હોય, શક્તિ હોય પણ સાથે અભિમાન, ક્રોધ, લેભ વિગેરે હેય. જ્યારે આ કવિરત્ન તે એવા ગંભીર, નિરાભિમાની અને નિર્લોભી હતા. એની દૃષ્ટિમાં ઈર્ષ્યા ન હતી. રાજ્યમાં કેઈ ન કવિ આવે તે તેનું પ્રેમથી સ્વાગત કરતે હતે. આ નવા સંગીતકારે આવ્યા છે તેમને પણ પ્રેમથી બોલાવે છે. એને ખબર નથી કે આ મારા કાકાના બે દીકરાએ એના પિતાના વરને બદલે લેવા માટે આવ્યા છે. પણ પિલા બે ભાઈ એ તે જે કાર્ય માટે આવ્યા છે તે માટે માર્ગ શોધતા હતા. ત્યાંના મુખ્ય માણસોને પૂછ્યું કે આ મેટા કવિ કોણ છે? એમના પિતાજી કેણ હતાં? પૂછતાં ખબર પડી કે પિતાજીને મારનારે તે મરી ગયા પણ આ એને દીકરે માટે કવિરતન છે. બસ, હવે ગમે તેમ કરીને આપણે તેને મારી નાંખીશું. તેને મારવાના ઉપાય શોધવા લાગ્યા પણ આ તે કદી એકલે હોતો નથી. ઘેર જતાં ને આવતાં વાહનમાં જવાનું અને તેની ચારે બાજુ સિપાઈ એને પહેરે હોય એટલે એને માટે કેવી રીતે ? એના ઘરને ફરતે પણ ચેકીપહેરે છે. હવે કરવું શું? પેલા બંને ભાઈઓ તે મૂંઝાવા લાગ્યા.
બંધુઓ ! જેના પેટમાં પાપ હોય છે તે પ્રજળે છે. જેના પિટમાં પાપ નથી તેને “શું ચિંતા? કવિરત્નને આ બાબતને કંઈ ખ્યાલ ન હતો. એક વખત