________________
શારદા શિખર તેમાં મોટેભાઈ ખૂબ શાંત હતો. નાનાભાઈ જરા ઉગ્ર હતું. એક વખત બંને ભાઈ વચ્ચે સહેજ વાતમાં ઝઘડે થયો. મોટાભાઈએ નાનાભાઈને ખૂબ સમજાવ્યું પણ કઈ રીતે તે સમયે નહિ. અને ઉટે વધુ ક્રોધ કરી હાથમાં ડાંગ લઈને મોટાભાઈને મારવા માટે આવ્યા. મોટાભાઈના મનમાં થયું કે હું આને આટલું બધું સમજાવું છું. છતાં સમજતો નથી? અને ઉપરથી મને મારવા માટે આ છે? એટલે તેને પણ ખૂબ ક્રોધ આવ્યો. ક્રોધના આવેશમાં આવીને નાનાભાઈના હાથમાંથી ડાંગ ઝૂંટવી લઈને નાનાભાઈને મારી. તરત નાનાભાઈ પડી ગયે ને પ્રાણ ચાલ્યા ગયા. કહેવત પ્રમાણે કાગનું બેસવું ને ડાળનું પડવું તેમ મોટાભાઈએ જોશથી ડાંગ મારી ન હતી પણ નાનાભાઈનું આયુષ્ય પૂર્ણ થવાનું હશે તેથી ડાંગ વાગીને પડી ગયા ને તેનું મૃત્યુ થયું. નાનાભાઈનું આ રીતે મરણ થવાથી મોટાભાઈને ખૂબ દુખ થયું. અરેરે. મેં મેટે થઈને નાનાભાઈને માર્યો? ભાઈને ગુજરી ગયા છ મહિના થયા પણ તેના મનમાંથી અફસ જતું નથી. લોકે પણ એમ બોલવા લાગ્યા કે મોટાભાઈએ નાનાભાઈને ડાંગ મારીને જીવ લીધે. ત્યારે મોટાભાઈના મનમાં થયું કે આ ગામમાં રહીશ તે જીવીશ ત્યાં સુધી લોકો મને જંપવા નહિ દે. વળી નાનાભાઈની વિધવા પત્ની અને તેનાં નાના બાળકે આ બધાના સામું મારાથી જેવાતું નથી. તેના કરતાં આ ગામ છોડીને ચાલ્યો જાઉં. હવે મારે આ ગામમાં રહેવું નથી. આ વિચાર કરીને તે સૌરાષ્ટ્ર છોડીને પિતાની પત્ની અને બાળકને લઈને તે ચિતડ આવીને વસ્ય.
પિતાની ભૂલના પરિણામે દેશ છેડોઃ ” ચિતેડમાં આવીને તેની બાહોશી અને શક્તિથી તેણે ચિતોડની રાજસભામાં સ્થાન જમાવ્યું. થોડા સમયમાં તેણે કવિરત્ન તરીકેની નામના મેળવી, એને પુત્ર પણ ખૂબ હોંશિયાર કવિ થશે. સમય જતાં તે કવિનું મૃત્યુ થયું. અને તેને પુત્ર કવિરત્ન બને. એના પિતા કરતાં પણ તે વધુ હોંશિયાર થયે. એટલે તે રાજાને ખૂબ પ્રિય થઈ પડે. રાજા પાસે એનું એટલું બધું માન વધી ગયું કે રાજસભામાં જવા માટે તેને રાજ્યમાંથી પાલખી લઈને માણસો તેડવા માટે જાય ને ઘેર મૂકવા આવે. એના ઘરમાં નોકર-ચાકર અને રસોઈયા રાજ્ય તરફથી રાખી આપવામાં આવ્યા. અને એના ઘરને ફરતો રોકી પહેરે રહેતો હતો. આટલા સુખ-વૈભવમાં આ કવિ રહેતા હતા. એનામાં કાવ્ય રચવાની અને સુંદર આકર્ષક સાહિત્ય લખવાની ઘણી શક્તિ હતી. રાજા પાસે એના પડતાં બેલ ઝીલાતાં હતાં. છતાં તેનામાં જરાય અભિમાન ન હતું. ક્રોધ તે એના જીવનમાં કદી આવતું ન હતું. એ પવિત્ર એ કવિ હતે. ચારે તરફ તેની ખૂબ પ્રશંસા થતી હતી.
આ કવિના પિતા ચિતડમાં આવીને સુખી થયા એના કરતાં પુત્ર સવા સુખી
૭૧