________________
૫૬૪
શોર શિખર “કવિને મૈત્રીભાવ' કવિરને કહ્યું. મારા ભાઈઓ! હજુ પણ હું તમને કહું છું કે તમે કંઈક સમજો. ને આ વૈરની વાત છેડી દે. ત્યારે પેલા બંને ભાઈએાએ કહ્યું કે અમારે તારી વેવલી વાત સાંભળીને આ તકને ચૂકવી નથી. અમે તે તેને મારીને જંપીશું. ત્યારે કવિએ કહ્યું કે શું તમારા હૃદયમાં પ્રગટેલે વૈરને અગ્નિ કેઈપણ રીતે બૂઝે તેમ નથી ત્યારે કહે છે ના...ના. અમે તે તને મારવાના છીએ. તેમાં મીનમેખ ફેર પડે તેમ નથી. એટલે કવિએ કહ્યું- જુઓ, ભાઈઓ! તમારે મને કંઈ પણ રીતે મારી જ છે તો હું તમને રસ્તો બતાવું. અત્યારે તમે મને મારશે તે કઈને કઈ જોઈ જશે ને તમે પકડાઈ જશે. વળી હું તે કદી એકલે ઘેરથી રાજસભામાં કે રાજસભામાંથી ઘેર જતો કે આવતું નથી. વાહનમાં જાઉં છું ને મારા ઘરની બહાર પણ પોલીસે પહેરો ભરે છે. તેથી તમને મને મારી નાંખે ફાવશે નહિ. તે તમે એમ કરજે કે આજે રાત્રે દશ વાગ્યા પછી આ ગામની બહાર શંકરનું મંદિર છે ત્યાં તલવાર લઈને આવજે. હું પણ ત્યાં આવીને ઉભે રહીશ. તમે ખુશીથી મને મારી નાંખજે. ત્યારે પેલા બંને ભાઈઓ કહે છે હવે તું અમારાથી ડરી ગયે. કઈ રીતે છટકી શકે તેમ નથી એટલે અમને ઠગીને છટકવાની બારી શોધે છે. પણ અમે તમને કયાં છટકવા દઈએ તેમ છીએ? ત્યારે કવિએ કહ્યું- ભાઈ! હું તમને ઠગવા માટે નથી કહેતે. મને મારીને પણ તમારા આત્માને શાંતિ થતી હોય ને વૈરની પરંપરાનું વિસર્જન થતું હોય તે હું અત્યારે મરવા તૈયાર છું. મને મરણને ડર નથી. પણ અત્યારે મને મારવામાં તમારા માથે જોખમ છે. મારા મરણ પછી તમે જોખમમાં મૂકાઈ ન જાઓ તે માટે હું તમને રસ્તે બતાવું છું. તમે શ્રધા રાખે. હું જરૂર આજે રાત્રે શંકરના દેવળમાં પહોંચી જઈશ ને તમે સુખેથી નિર્ભયતાપૂર્વક મને મારી શકશે.
બંધુઓ! કવિની સમજણ કેવી સુંદર છે! પિતાના મરણથી પણ જે વૈરની પરંપરા અટકતી હોય તે મરવા તૈયાર છે. આજે કે માણસ આ મૈત્રી ભાવ રાખી શકે ખરે? એ તે સામે મારવા દેડે. પેલા બંને ભાઈઓ કહે છે તે રાત્રે શંકરના મંદિરે સામેથી મરવા માટે આવે તે અમને તારા ઉપર વિશ્વાસ નથી. પણ તું બહુ પવિત્રતાની વાત કરે છે તે આજે અખતરો કરી જોઈએ. નહિતર પછી જોઈ લેજે એમ કહીને બંને ભાઈ એ ચાલ્યા ગયા, કવિરત્ન પણ ઘેર આવ્યા. જમી પરવારીને પિતાની પત્નીને એકાંતમાં બોલાવીને કહ્યું કે હું આજે એક દિવ્ય સંદેશ લઈને આવ્યો છું. પત્ની કહે છે નાથ! એવો તે શું સંદેશ લાવ્યાં છે. કે આજે તમારા મુખ ઉપર અલૌકિક આનંદ દેખાય છે? ત્યારે કહ્યું કે મારા કાકાના બે દીકરાઓ એના બાપનું વૈર લેવા આવ્યા છે, અને આ પ્રમાણે બન્યું છે. બોલે, હવે તમારી શી ઈચ્છા છે? આપણું પરંપરામાં વૈર રાખવું છે કે વૈરની પરંપરા