________________
શારદા શિખર
૫૫૩ હતે. નરકમાં પણ લાંબાકાળ સુધી દુઃખ વેઠયા. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ગમે ત્યાં સંખ્યાને કાળ કાઢયે. ત્યાં પણ પ્રભુની વાણીને સંદેશ ન મળે. વીતરાગ પ્રભુનો સંદેશ સાંભળવા માટેનું ઉત્તમ સ્થાન હોય તે આ મનુષ્યભવ છે. અહીં તમને વીતરાગ પ્રભુને સંદેશ સાંભળવા માટે કેટલી આતુરતા હેવી જોઈએ. બાર વર્ષથી પતિ વિહુણી સ્ત્રી જેમ પતિના પત્રની રાહ જુએ છે. તે ઘરમાં રહે, ખાય પીવે, કામકાજ કરે પણ તેનું ચિત્ત ક્યાંય ચુંટતું નથી. એનું મન એના પતિમાં છે. તેમ તમે સંસારમાં હું પણ તમારું મન પ્રભુ રૂપી પતિમાં એક લીન થવું જોઈએ. તે પ્રભુમય બની જશે તે એક દિવસ જરૂર તમને પ્રભુ રૂપી પતિને પવિત્ર સંદેશે મળશે. અને તે સંદેશે સાંભળતાં તમને અવર્ણનીય આનંદ થશે. - બાર વર્ષ પૂરા થતાં એક દિવસ પેલી બાઈના પતિને પત્ર ટપાલી લઈને આવ્યો. બહેન! આજે તમારે પત્ર છે. બસ, આટલું સાંભળતાં હૈયાને માર નાચી ઉઠયે. ટપાલીને ૨૫ રૂ. આપીને તેનું સન્માન કર્યું. તે આ વીતરાગના સંતે પિસ્ટમેનની માફક રોજ વીતરાગ વાણીને દિવ્ય સંદેશ આપે છે. તેમનું તમે કેવી રીતે સન્માન કરશે ? ગભરાશે નહિ. સંતે તમારી પાસે તમને વહાલું છે તે કાંઈ માંગવાના નથી.
- જેમણે કંચન કામિનીને ત્યાગ કર્યો છે તે બીજાને ત્યાગ કરવાને સંદેશો આપે છે. એમને તમારી પાસે કેઈ સ્વાર્થ નથી. નિઃસ્વાર્થ ભાવે તમને વીતરાગવાણી સંભળાવે છે.
પિલી બાઈને તેના પતિને પત્ર મળ્યો. તેમાં લખ્યું છે કે મેં તને બાર વર્ષથી છેડી છે, પત્ર લખી શક્યો નથી. તેને ખૂબ દુઃખ થયું હશે ! પણ તું ગભરાઈશ નહિ. હવે હું મારું કાર્ય સફળ કરીને કાયમ માટે ત્યાં આવું છું. આ સંદેશ ' વાંચી પત્નીના ઉલ્લાસને પાર ન રહ્યો. તે રીતે વીતરાગી સંતે પણ પ્રભુને પત્ર વાંચીને તમને સંદેશ આપે છે કે હે ભવ્ય છે ! અનંતકાળથી મહ નિદ્રામાં પડયા છે તે હવે જાગે. વિષયો અને વાસનાઓનું વમન કરે, રાગ-દ્વેષને જલાવી દે, અહંને ઓગાળે, મમતાને માર, તૃષ્ણના તંતુને છેદી નાંખે ને સોહને જગાડે તે તમારું કલ્યાણ થશે. શીવરમણના સ્વામી બનશે. કે સુંદર સંદેશે છે. આ સંદેશે સાંભળતાં તમારા સાડાત્રણ કોડ રેમરાય ખીલી ઉઠવા જોઈએ. ચેતનદેવ જાગી ઉઠવું જોઈએ.
પેલે નવાબ બેગમોના મોહમાં પડીને રાજ્યના કામમાં ભાગ લેતા ન હતા. પ્રજાની ફરીયાદ સાંભળતે નહિ તેથી પ્રજામાં ખૂબ ઉશ્કેરાટ થયો. પણ મોટા માણસને
૭e
,