SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ શારદા શિખર કાણુ કહી શકે? નવાબને કહેવા જવાની કોઈની હિંમત ચાલત્તી નહિ. છતાં ક્યારેક મુખ્ય પ્રધાન નવાબને કહેતા કે સાહેમં ! આપ કોઈક વખત રાજસભામાં પધારા તા સારું. ત્યારે માહઘેલા રાજા કહેતા કે તમે સારી રીતે બધા વહીવટ સંભાળે છે તેથી મને સાષ છે. માંહમાં પડેલા નવાબને જગાડવા એક ગરીબ માણસે હિંમત કરી. તેણે નવાબના મહેલ પાસે જઈ પટાવાળાને કહ્યું-ભાઈ! તમે નવાખ સાહેબને સમાચાર આપે કે તમારા સ:તુભાઈ તને મળવા માટે આવ્યા છે. પટાવાળાને પણ વિચાર થયા કે નવાબના સાઢુભાઈ આવા ગરીબ હોય ! પટાવાળા કહે ભાઈ! તું નવામ સાહેબને સાઢુભાઈ કેવી રીતે ? કેમ હું નવાબને સાઢુભાઈ ન ખની શકું ? એમના પુણ્યને ઉદય છે ને મારા પાપને ઉદય છે. આ સંસારમાં તે એક માતાના ઉદરમાં આળાયેલા બે ભાઈમાં પણ કેટલા ક્રૂક હાય છે! એકને ઘેર ગારી અને ખીજો ગાડીના ડ્રાયવર, એક ભાઈ મીલમાલિક ત્યારે ખીજો ભાઈ કર્મના ઉદયથી મીલમજીર હાય છે; તે રીતે હું તેમને સાઢુભાઈ છું. પટાવાળાએ નવાબને ખબર આપ્યા કે આપના સાઢુભાઈ આપને મળવા માંગે છે. આ સાંભળીને નવામ ચમકયેા. મારે। સાઢુભાઈ વળી કાણુ ? એણે પટાવાળાને કહ્યું. તેને અહીં લઈ આવેા. તરત પટાવાળા તેને નવાખસાહેબ પાસે લાવ્યેા. નવાએ પૂછ્યું તમે સાઢુભાઈ કેવી રીતે છે ? તે કહો. ત્યારે આવનાર માણસે કહ્યું. સાહેખ! એ વાત હું.... આપને પછી સમજાવીશ. પણ પહેલાં મારી વાત સાંભળેા. ઘણાં વખતથી મને આપના દન કરવાની હાંશ હતી. પણ આળખાણ આપ્યા વિના આપનાં દશન કેવી રીતે થાય ? એટલા માટે મારે પહેલાં એળખાણ આપવી પડી. માત્ર હું જ નહિ પણ આપની સમગ્ર પ્રજા શ્રીમત–મધ્યમ ને ગુરીમ આપનાં દશન કરવા માટે તલસે છે. જો કે આપના પુણ્ય પ્રતાપે આપની પ્રજા બહુ સુખી ને સલામત છે છતાં કાઈ ને આપની પાસે કંઈ અરજ ગુજારવી હાય તા કેવી રીતે ગુંજારે? આપની પ્રજા સુખી ને સલામત છે તેમાં આપના મહાન ઉપકાર છે. સારી પ્રજા આપના ઉપકારના ભાર નીચે દબાયેલી છે. તેથી દરેકના મનમાં એમ થાય છે કે જે નવામના પ્રતાપે આપણે આટલાં સુખી છીએ, કેાઈ જાતના ભય કે દુ:ખ નથી. આવા ભાગ્યવાન હાવા છતાં આપણાં કેવાં કમનસીખ છે કે આપણા ઉપકારી નવાબ સાહેબનાં રાજસભામાં કે નગરચર્યામાં આપણને કદી દન થતા નથી. આપનાં દન માટે આખા નગરની પ્રજા ઝૂરતી હાય ત્યાં મારા જેવા ગરીખ માણસ ઝૂરે તેમાં શી નવાઈ ? આટલુ ખેલતાં ગરીબ માણસની આંખમાં આંસુ આવી ગયા, તે આંસુ લૂછતાં ખેલ્યા કે ખુદા કયારે એવા ધન્ય દિવસ ઉગાડશે કે પ્રજાને આપનાં દન થશે ? આ સાંભળી નવાખની આંખા આંસુથી ભરાઈ ગઈ. તેમને પેાતાની ભૂલને પશ્ચાતાપ થયા કે અહા! હું કામભોગમાં મુખ્ય ખની મારુ' ભાન ભૂલ્યા ત્યારે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy