________________
શારદા શિખર
પદ હતું. આવા મેટા રાજાને મિત્રો ન હોય તેમ બને? એમને ત્યાં તમે જેને સાચે સથવારે માને છે તે બધું હતું. છતાં આવા સમૃધ્ધિવાન રાજાને પણ એના પુત્ર કણકે જેલમાં પૂર્યા. જે આ બધા સથવારા સાચા હોત તે શું શ્રેણીકરાજાને જેલમાંથી ન છોડાવી શકત! કેકે શ્રેણકરાજાને જેલમાં પૂરીને કેવા ભયંકર કષ્ટ આપ્યા, ત્યારે કોઈ આડે હાથ દઈ શકયું નહિ. મહાનપુરૂષ તે આવા નશ્વર સથવારામાં સુખ કે દુઃખ માનતા નથી. એ તે પિતાનાં કરેલાં શુભાશુભ કર્મોને માને છે. પિતાનાં કરેલા કર્મો પ્રમાણે સુખ દુખ ભોગવવા પડે છે. શ્રેણીક રાજાને કેકે જેલમાં શા માટે પૂર્યા? પૂર્વભવમાં કેણીક તાપસ હતું. અને શ્રેણીક રાજાએ તેને પારણું કરવાનું આમંત્રણ આપેલું પણ સંયેગવશાત પારણું કરાવી શક્યા નહિ તેથી તાપસ ને તેમના પ્રત્યે ક્રોધ આવે ને તેણે નિયાણું કર્યું કે હું એને મારનાર થાઉં. આ તાપસ હતે માટે આમ બન્યું. બાકી જૈન મુનિને કઈ આમંત્રણ આપે છે તેને ત્યાં ગૌચરી જાય નહિ. ગૌચરીમાં આહાર મળે કે ન મળે તે સમભાવ રાખે.
“મુક્તિ મનેન્ના મુક્તિ સોજગા આચારંગ લાભ મળે તે હરખાય નહિ ને ન મળે તે શાચ ન કરે. સાચા સંતે એવી રીતે ગૌચરી કરે કે પિતાને આહાર પાણીને લાભ મળે ને દાન દેનારને સુપાત્રદાન દેવાને લાભ મળે. ઠાકુંગસૂત્રમાં દશ પ્રકારના દાન કહ્યા છે તેમાં ત્રણ દાન મુખ્ય છે. સુપાત્ર દાન, જ્ઞાનદાન અને અભયદાન, આ ત્રણ દાનમાં અભયદાન સર્વથી શ્રેષ્ઠ છે. પણ અત્યારે આપણે જ્ઞાનદાન, ઉપર વિચારીએ. કારણ કે જ્ઞાનદ્વારા સુપાત્રદાન કોને કહેવાય? કેવી રીતે અપાય ? સુપાત્રદાન દેવાથી શું લાભ થાય? અને અભયદાન કેને કહેવાય? કેને અપાય ? તે બધું સમજાય છે જ્ઞાન સુખ દુઃખમાં શાંતિ અપાવે છે. જ્ઞાન દ્વારા સાચા ખેટાની ખબર પડે છે. માટે જ્ઞાનદાનની પણ વિશેષતા છે.
जं तेहिं दायव्वं तं दिन्नं जिणवरेहिं सव्वेहिं ।
दंसण नाण चरित्तस्स, एस तिविहस्स उवएसो ॥ તીર્થકર ભગવંતે સંસાર છોડતા પહેલાં તેઓ એક વર્ષ દિન સુધી ખૂબ દાન દે છે ને દીક્ષા લીધા પછી ભવ્ય જીવોને જ્ઞાન-દર્શન–ચારિત્રને ઉપદેશ આપે છે. અનેક જનું અજ્ઞાન દૂર કરી જ્ઞાનામૃતનું પાન કરાવે છે ને સ્વ-પરને ઉધાર કરે છે. માટે જ્ઞાનદાન પણ જીવને અત્યંત ઉપકારી છે. જ્ઞાન આત્માને ઉજજવળ બનાવે છે. જ્ઞાન દ્વારા બંધ અને મોક્ષને જાણી શકાય છે. જ્ઞાન દ્વારા માણસ જાણી શકે છે કે મોટામાં મોટું દુઃખ કયું? આ લોકમાં એક તે અજ્ઞાન અને બીજા જન્મ–જરા–રેગ અને મરણ એ દુઃખ છે. દુઃખનું મૂળ કર્મ છે. જન્મ-મરણ એ