________________
શારદા શિખર સંસારે છે. સંસારનું બીજ કર્મ છે. આવું જ્ઞાન દ્વારા સમજી શકાય છે. અને કર્મનાં બીજને બાળીને સંસારથી મુક્ત બની શકાય છે. માટે જ્ઞાન એ પરમ સુખ છે ને અજ્ઞાન એ મોટું દુખ છે. - ચકવતિને ઘેર કેટલી સાહ્યબી હોય છે! ચકવતિની સેવામાં કેટલા દે હાજર રહે છે. જેની પાસે ચૌદ ઉત્તમ રને હોય છે. તે મેટી ગુફામાં જાય તે તેના દંડ રનના પ્રભાવથી ગુફાના દ્વાર પણ ખુલી જાય. તેમને સમુદ્ર તર હોય તે ત્યારે એમનું રત્ન ત્યાં જઈને મૂકી દે અને તે રન નાવની માફક સામે કિનારે પહોંચાડી દે. આવું ચક્રવર્તિનું પુણ્ય હોય છે. છતાં તેમને એમ લાગ્યું કે સંસારના સુખ ભોગવવાનું પરિણામ અંતે દુઃખ છે. કેઈ વૃક્ષનાં ફળ ખાવામાં સ્વાદિષ્ટ, દેખાવમાં મનહરને ખૂબ મીઠા છે પણ કોઈ તમને કહે કે આ ફળ સ્વાદમાં મીઠા છે પણ તે ખાવાથી મરી જવાય છે તે તમે ખાઓ ખરા ? અરે, ખાવ તે નહિ પણ તેને અખતરે પણ ન કરે કે આ માણસ કહે છે કે ફળ ઝેરી છે તે કેઈએ ખાધું છે ખરું? ને તે ખાવાથી કઈ મરી ગયું ખરું? અગર કેઈએ નથી ખાધું તે હું જરા ખાઈ તે જેઉં કે શું થાય છે? ત્યાં કેઈ અખતરે કરવા જતું નથી. એક માણસે કહેલી વાત માની લે છે પણ તીર્થંકર પ્રભુની વાણીમાં તમને વિશ્વાસ નથી. સર્વજ્ઞ ભગવંત કહે છે કે હે જીવડા ! આ સંસારનાં સુખ ભોગવવામાં મીઠા લાગે છે, દેખાવમાં સોહામણું લાગે છે પણ તેનું પરિણામ દુર્ગતિ છે, ને દુર્ગતિમાં જીવને મહાન દુખ લેગવવું પડે છે. સંસાર સુખનાં ફળ કડવા ને વિષમ છે. માટે જ્ઞાની કહે છે કે સંસારમાં તમે જેને સાચે સથવારો માને છે તે સાચે સથવારે નથી.
મેહમાં ઘેલા બનેલા માનવીને ખબર નથી કે સંસારને સથવારે સાથે આવનાશે કે કાયમ ટકવાનું નથી. સંસારના સુખ માટે શરીર અને ધનને સથવારે માનનારને ભાન નથી કે આ શરીરમાં ક્યારે રોગ આવશે, ધન કયારે વરાળની જેમ વિખરાઈ જશે ને લમણે હાથ દઈને બેસી જવું પડશે. સૌદર્યવાન અને આજ્ઞાંકિત પત્ની પણ આયુષ્ય પૂરું થતાં મૂકીને ચાલી જશે. મહામહેનત કરીને મેળવેલી કીર્તિ પણ એક ભૂલ થઈ જતાં ઉજજવળ કીર્તિ કલંકિત બની જશે. હવે સમજાય છે કે સત્તા, બળ, સંપત્તિ વિગેરે અતિ આકર્ષક જણાતી વસ્તુઓ ચિરસ્થાયી, રહેવાની નથી. કાં તે મનુષ્યને તેને ત્યાગ કરીને જવું પડે છે, કાં પુણ્ય ખલાસ થતાં અધવચ તે બધાં છેહ દઈને ચાલ્યા જશે. માટે જ્ઞાની કહે છે કે સાચે સથવારે કે ? જ્ઞાન-દર્શન-રૂપી સથવારે ભવભ્રમણને અંત કરાવી ચિરસ્થાયી-શાશ્વત સુખ અપાવે છે. તે સુખ કદી જતું નથી, માટે તમે સમ્યક જ્ઞાન-દર્શનને સથવારે કરે.