________________
૫૪૮
શારદા શિખર કાલીમાં નહિ જોવાય, રાગની આગ નહિ બૂઝાય, વિષને વંટોળ શાંત નહિ થાય ને પરિગ્રહને રાગ મટે નહિ ત્યાં સુધી જીવ મોક્ષમાં જઈ શકવાનો નથી. આ બધા દુર્ગુણે જીવને મેક્ષમાં જતાં અટકાવે છે. જીવ એકલે આવે છે ને એકલે જવાને છે. તમને જેને મેહ છે તે સાથે આવનાર નથી. મોક્ષમાં જવા માટે જીવને સાચે સથવારે હોય તે એક માત્ર ધર્મને છે.
જીવે કયાં સથવારે માન્ય છે? ફરવા માટે જવું હોય તે માનવી સથવારે શેઠે છે. કારણ કે મુસાફરી લાંબી છે એટલે ટ્રેઈન કે પ્લેનમાં સાથે જે કઈ સથવારે હોય તે વાતમાં ટાઈમ પસાર થઈ જાય. સંસારના સુખ માટે ધનની જરૂર પડે છે માટે ધનને સથવારે માન્ય છે. પત્ની સારી ગુણીયલ મળે તે જિંદગીના સુખ દુઃખમાં સાથ આપે માટે પતની જીવનને સથવારો છે. કેઈ એમ માને છે કે શરીર સારું હોય તે આપણે ધારેલા કાર્યો પાર પાડી શકીએ માટે શરીર એ સથવારો છે. કેઈએમ માને છે કે ભોજન સારું મળે તે શરીર ટકી શકે છે. ભજન વિના ભગવાનનું ભજન કરી શકાતું નથી. અને ધન કમાવા માટે મહેનત પણ થઈ શકતી નથી માટે ઉત્તમ ભોજન એ જીવનને સાચા સથવારે છે. ત્યારે કઈ એમ માને છે કે પૈસા હોય, પત્ની હોય, શરીર સારું હોય ને ભેજન સારું મળતું હોય આ બધું હોય પણ જે કીર્તિ ન હોય તે આ બધા સુખે તેના વિના ઝાંખા દેખાય છે. જે સારી કીતિ મેળવી હોય તે ઠેર ઠેર માનવીનાં ગુણ ગવાય છે. માટે કીર્તિ એ જીવનને સાચે સથવારે છે. કેઈ એમ માને છે કે જે મિત્ર સારે હોય તે દુઃખમાં સાથ આપે, હરવા-ફરવામાં કંપની રહે, સંસારમાં અકળાયા મૂંઝાયા હોઈએ તે હદયને ઠંડુ પાડી શકાય. માટે મિત્ર એ સથવારો છે. આ રીતે માનવી પોતપોતાની બુદ્ધિ મુજબ જુદી જુદી વ્યક્તિ અને વસ્તુને પોતાના જીવનને સાચે સથવારે માને છે. કેમ આ વાત બરાબર છે ને? પણ આવા સથવારાને સાચે માનનારાને ખબર નથી કે આ બધા સથવારા ક્યાં સુધીના છે? એ સથવારા કાયમ ટકવાનાં છે? બેલે, પૈસા, પુત્ર, પત્ની, કીર્તિ, શરીર, ભોજન આ બધું તમારી સાથે આવશે ? પૈસા, પુત્ર, પત્ની, પરિવાર આ બધા પૌદ્ગલિક સુખ આત્માથી પર છે. એ તને આ ભવમાં પણ કાયમી સુખ કે શાંતિ આપનાર નથી તે પરભવની તે વાત જ ક્યાં કરવી? જો આ બધા જીવનનાં સાચા સાથી હોત તે ઘણુને આવાં સુખે મળેલાં હતાં. સાંભળે.
શ્રેણીક રાજાને ત્યાં કેટલી સમૃદ્ધિ હતી. મગધ દેશનું મોટું વિશાળ રાજ્ય હતું. ચેલણા જેવી પતિવ્રતા પવિત્ર પની હતી. જેનું રાજ્ય વિશાળ હોય તેને ત્યાં વૈભવને તૂટે હેય! તેમની કીર્તિ ચારે દિશામાં ફેલાયેલી હતી. શરીર નિરોગી