________________
શારદા શિખર
૫રહ
પડે છે? તે તમને સમજાય છે? જે પર પદાર્થો પિતાના નથી તેને પિતાના માની લીધા છે. સંસારના દરેક પદાર્થો પર છે. અરે, ખુદ પિતાનું શરીર પણ પર છે. આ સંસારમાં જ્યાં સુધી સ્વાર્થ હોય છે ત્યાં સુધી સૌ ખમ્મા ખમ્મા કરે છે ને સ્વાર્થ પૂરો થતાં પિતાના માનેલા પરાયા બની જાય છે. આ તે તમારા અનુભવની વાત છે ને? માટે સમજે. આ સંસારમાં કણ પિતાનું અને કેણુ પરાયું? કેના ઉપર મમતા રાખવાની છે? સ્વ અને પરનું જીવને ભેદજ્ઞાન થઈ જાય તે ભાવનગરમાં ભૂલે પડેલે યાત્રી સાચા માર્ગે ચઢી જાય. પણ સંસારના સુખમાં રચ્યાપચ્યો રહે તે તેને ઉધાર ક્યાંથી થાય ?
હે મહાનુભાવો ! આ મહાવીર પ્રભુનું શાસન એ કંઈ નમાલાનું શાસન નથી પણ વીરનું શાસન છે. આ શાસનમાં શ્રાવક અને શ્રાવિકાઓ કસોટીના સમયમાં કેવાદે રહ્યા છે ! અંબડ સંન્યાસીએ સુલશા શ્રાવિકાની શ્રધ્ધાનું માપ કાઢવા માટે કેટલા રૂપ લીધા, છતાં સુલશા ન ડગી ત્યારે અંબડ પગમાં પડશે. એ સુલશાની શ્રદ્ધા જોઈને અંખડ અંતરમાં ખૂબ આનંદ પામે. આ રીતે સુદર્શનના જીવનને એક પ્રસંગ છે.
એક વખત ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતાં વિચરતાં રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા છે. તે સમાચાર નગરમાં પહોંચ્યા. આ સમયે નગરીની બહાર અર્જુનભાળીને ભયંકર ઉપદ્રવ હતું. એટલે રાજગૃહી નગરીના દરવાજા બંધ રાખવામાં આવતા. કેઈ નગર બહાર જવા તૈયાર થતું ન હતું ને કઈ જાય તે દ્વારપાળ જતાં રેકી દેતે. ભગવાનનું આગમન થયું છે તે જાણી સુદર્શન શેઠના મનને મેરલે નાચી ઉઠે. તે ભગવાનના અનંત ઉપકારને યાદ કરતાં પ્રભુને વંદન કરવા માટે જવા તૈયાર થયા.
બંધુઓ! તમને રોજ સવારમાં ઉઠીને ચા-નાસ્ત યાદ આવે છે પણ પ્રભુ યાદ આવે છે ખરા? આ માનવભવની પ્રાપ્તિ કરાવવામાં વીતરાગના શાસનને મહાન ઉપકાર છે. આ માનવભવ આપણને કેમ મળે? આ માનવભવની પ્રાપ્તિ કરાવવામાં માત-પિતા કે તમારા ભેગવિલાસ સહાયક નથી. પત્ની કે પુત્ર-પરિવાર નહિ પણ પૂર્વભવમાં જીવ પ્રકૃતિને વિનિત, ભદ્રિક, અનુકંપાવાન અને અભિમાન છેડી સરળ બન્યા હશે તેમજ વીરવાણીનું આલંબન લઈને ધર્મની ખૂબ આરાધના કરી હશે તેથી પુણ્યની એક ચિઠ્ઠી ફાટી અને આ મનુષ્યભવમાં જીવ ટ્રાન્સફર થયે. આ માનવ જન્મમાં પણ આર્યદેશ, ઉત્તમકુળ, પાંચે ઈન્દ્રિઓ પરિપૂર્ણ, દીર્ઘ આયુષ્ય, આરોગ્ય, અને બધી સુખની સામગ્રીઓ આ બધું મળ્યું. સવારમાં ઉઠતા વેંત ચા-પાણી નહિ પણ વિતરાગપ્રભુની વાણું યાદ આવવી જોઈએ કે ધર્મ અને પાપને વિવેક કરાવનાર હે ભગવાન, તારી વાણી છે. તારી વાણી સાંભળીને આ પર્યુષણ પર્વના