________________
પર
શારદા શિખર સબંધી, પૈસા, પિઢી આદિ કેઈને ભૂલ્યા નથી પણ પિતાને ભૂલી ગયે છે. જે બધાને યાદ કરે અને પિતાને ભૂલી જાય તે કેવી ભૂલવણું કહેવાય? તમારે ઘેર લગ્નપ્રસંગ આવે ત્યારે તમારા સગા-સંબંધી, ઓળખીતા, આડોશી-પાડોશી બધાને યાદ કરી કરીને કેત્રી લખે છે ને ? તમે કેઈને ભૂલી જાવ ખરા ? « ના ” બધાને યાદ કરનાર એક પિતાને ભૂલી જાય તે કેવી અજબ ગજબની વાત કહેવાય? બસ, આનું નામ સંસારની ભૂલભૂલવણી કહેવાય. આ સંસારની માયાજાળરૂપી ભૂલવણીમાં આત્મારૂપી પથિક ભૂલે પડે છે. અને અનંતકાળથી ચાર ગતિમાં અથડાયા કરે છે.
જીવ સ્વને મૂલ્ય અને પરને પિતાનાં માન્યા આ જીવની મોટામાં મોટી ભૂલ છે. અને આ એક ભૂલમાંથી બીજી અનેક ભૂલે ઉભી થઈ છે. જીવ જેને પિતાના માને તેના પ્રત્યે મમત્વ બંધાય છે અને તેના કારણે પાપનું આચરણ કરી કર્મો બાંધે છે. ઘણાં ભાઈઓ એમ કહે છે કે મહાસતીજી ! આજે સરકારી ખાતાઓમાં અંધેરખાતું ચાલે છે. લાગવગ અને લાંચ રૂશ્વત વિના વાત નથી. કેટલું અંધેર ! પણ ભાઈ! હું તમને પૂછું છું કે સરકારી ખાતાનું અંધેર ખટકયું છે તેવું આત્માનું અધરખાતું ખટકે છે ખરું? આત્માનું અધેરખાતું ભવભવમાં હેરાન કરશે.
આ જીવને ભૂલા પડવાનાં ઘણાં સ્થાને રહેલાં છે. પણ પહેલાં હું તમારી વાત કર પછી બીજી વાત. માની લો કે તમે કેઈ અજાણ્યા શહેરમાં ગયા. ત્યાંના રસ્તાની ખબર ન હોય તે ભૂલા પડી જાઓ કે નહિ? કોઈ મોટા બાગ બગીચામાં કરવા માટે જાઓ ત્યાં સરખા રસ્તા હોય તે ત્યાં પણ ભૂલા પડી જવાય કે નહિ? કઈ જંગલમાં જાઓ ત્યાં અનેક માર્ગો ફાટતા હોય છે. તે અવળા રસ્તે ચઢી જવાય તો ભૂલા પડી જાઓ ને? ઘણું ભવ્ય મકાને એવા હોય છે કે કયાંથી કેમ જવું તે ખબર નથી પડતી. એવા ઓરડામાં એારડા હોય કે માણસ મુંઝાઈ જાય છે. એટલે ત્યાં પણ ભૂલે પડી જાય છે. બસ, આ રીતે જીવનું પણ તમે સમજો. તે આપણો આત્મા પણ ભાવનગરમાં ભૂલે પડે છે. આ ભવનગરમાં ચાર ગતિરૂપ ચાર મેટા રસ્તા છે. અને ચોરાશી લાખ જીવાનિરૂપ મોટી મેટી ચોરાશી પળો છે. આ ભવનગરમાં અનાદિકાળથી ભૂલ પડે જીવ કયારેક મનુષ્યમાંથી તિર્યંચમાં જાય છે. કયારેક નરક ગતિમાં તે કયારેક દેવગતિમાં જાય છે. તે કયારેક મનુષ્ય મરીને પા છે. મનુષ્ય બને છે. મનુષ્યમાં પણ ક્યારેક બ્રાહ્મણ-ક્ષત્રિય-ચંડાળ-વૈશ્ય આદિ કુળમાં જન્મે છે ને તિર્યંચમાં ક્યારેક સિંહ વાઘ હાથી ઘોડા ચકલી પોસ્ટ કીડી મંકડા રૂપે જન્મે છે. આ રીતે જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે. તે ભાવનગરમાં એ ભલે પડે છે કે તેને સાચે માર્ગ જડતું નથી. આ ભૂલો શાને કારણે