________________
પર૭.
શારદા શિખર
“रागरस दोसरस य संखएणं, एगंत सोक्ख समुवेइ मोक्ख ।" - રાગ અને દ્વેષને ક્ષય કરનાર આત્મા એકાંત સુખનું સ્થાન એવા મોક્ષપદને પામે છે. હવે તમે જ કહે કે જે આત્મા અજર, અમર એવા મેક્ષ સ્થાનને પામે તેને કાળ શું કરશે ? ત્યાં તે કાળને પણ કિંકર થઈને રહેવું પડે છે. ત્રષભદેવ ભગંવત, મહાવીર સ્વામી આદિ મહાનગુરૂષો જે મિક્ષપદને પામ્યા છે તે કાળ નથી કરી ગયા પણ કાળને કેળિયો કરી ગયા છે. આપણે ઉપચારથી કહીએ છીએ કે તે કાળ કરી ગયા અગર મૃત્યુ પામ્યા પણ વાસ્તવિક રીતે જોઈએ તે તેમનું મૃત્યુ નથી થયું પણ તેમણે મૃત્યુનું મૃત્યુ કર્યું. હવે એ મહાનપુરૂષે કયારે પણ જન્મ પામવાના નથી અને મરવાના નથી. એ તે અજર અમર પદ પામ્યા ! રાગશ્રેષને જીતી લેવાય તે આપણે આત્મા પણ એક દિવસ એ સ્થાનને પામી શકે.
જ્યાં સુધી રાગ-દ્વેષનાં મૂળીયા ઉખડયા નથી ત્યાં સુધી સંસાર ઉભે છે. એક વસ્તુ પ્રત્યે રાગ અને બીજી વસ્તુ પ્રત્યે દ્વેષ ખરાબી કરે છે. કેઈપણ વસ્તુ કે વ્યકિત ખરાબ નથી પણ એના પ્રત્યેની મમતા, રાગ અને દ્વેષ એ ખરાબ છે. એ ખરાબી દૂર ન થાય ત્યાં સુધી આત્માની આબાદી થતી નથી. પણ બરબાદી થાય છે. રાગ-દ્વેષ, કામ, ક્રોધ, મદ, મત્સર એ બધા અંદરના આસુરી તત્વે છે. જેને પાપ વિકા કહેવામાં આવે છે. શરીરમાં આરોગ્યની પ્રાપ્તિ થતાં જેમ વ્યાધિ વિકારે રહેતા નથી તેમ ધર્મરૂપ ભાવ આરોગ્યની પ્રાપ્તિ થતાં પાપ વિકારે પણ રહેતા નથી. પાપ સંપૂર્ણ નષ્ટ થતાં આત્મા પરમાત્મપદની પ્રાપ્તિ કરે છે.
કેવળજ્ઞાન અને કેવળદર્શન એ જીવનું શુધ્ધ સ્વરૂપ છે. રાગ-દ્વષ અને મોહ એ આત્માનું શુધ્ધ સ્વરૂપ નથી. વિરૂપ છે. જેમ કેઈ માણસના શરીરે કેઢ નીકળે તે તેનું શરીર બેડોળ બની જાય છે. એ શરીરનું સ્વરૂપ નથી પણ વિરૂપ છે. તેમ જ્યારે આત્મામાં કષાયેનો પ્રવેશ થાય ત્યારે તે ધમધમી ઉઠે છે. તે શું આત્માનું સ્વરૂપ કહેવાય ? કોધ આવે ત્યારે માણસની મુખાકૃતિ બેડોળ બની જાય છે ને? ક્રોધ આવે ત્યારે અરીસામાં મુખ જોઈ લેવું એટલે સમજાશે કે મારું મુખ કેવું લાગે છે? કષાય અને રાગ-દ્વેષ એ આત્માના સ્વરૂપને રાક્ષસ જેવું બિહામણું બનાવનાર છે. એ આત્માનું સ્વરૂપ સ્થી પણ વિરૂપ છે. જીવ પિતાના સ્વરૂપને સમજે નથી સેથી અનંતકાળમાં અનલી વખત જ ને મર્યો છે. માટે હવે આ માનવ પfમીને આત્મસ્વરૂપની પિછાણુ કરે. આત્માના સ્વરૂપની ઓળખાણ એ સાચી સમજ છે. ' ' દેવાનુપ્રિય! આપણે સમ્યકત્વ વિષે વાત ચાલતી હતી. સમ્યકત્વ પામે જીવ સાચા માર્ગે ચઢેલે છે. સમ્યકત્વ પામ્યા વિનાના દરેક જીવે ભવની મૂલવણીમાં ભૂલા પડેલાં છે. અનંતકાળથી જીવની દષ્ટિ પર તરફ છે તેથી તે પોતાના સગા