________________
૫૦૦
શારદા શિખર પવિત્ર દિવસોમાં દયા-દાન સંયમ–તપ-ત્યાગ વિગેરે કરવાની પ્રેરણા મળી છે, આ જન્મ પૂરે થતાં વિરાટ વિશ્વમાં ૮૪ લાખ છવાનીની ભૂલભૂલામણી જેવી ભાવનગરની વિશાળ પિળમાં ગુમ ન થઈ જવાય અને મોક્ષ તરફ પ્રયાણ થવામાં હે પ્રભુ! તારો અને તારી વાણીને અનંત ઉપકાર છે.
અર્જુનને ભયંકર ઉપદ્રવ હેવાથી માતા પિતાની રૂકાવટ : સુદર્શન શેઠ પ્રભુના આવા અનંત ઉપકારને યાદ કરતાં પ્રભુને વંદન કરવા જવા માટે તૈયાર થાય છે. આ વખતે સુદર્શન શેઠની ઉંમર નાની હતી. એમના માતા-પિતા કહે છે બેટા ! નગરની બહાર અર્જુનમાળીને ભયંકર ઉપદ્રવ છે. તે રોજ છ પુરૂષ અને એક સ્ત્રીની હત્યા કરે છે. ભગવાનના પરમ ભક્ત કહેવાતાં શ્રેણક મહારાજા પણ બહાર નીકળ્યા નથી. તે તું ક્યાં જાય છે? હમણાં જવું નથી. ખૂબ સમજાવ્યા પણ સુદર્શન શેઠ ડગતા નથી. તેમને તે એક જ ભાવના જાગી છે કે શું મારા અનંતા ઉપકારી ત્રિકાળીનાથ ભગવાન પધાર્યો હાય ને હું ઘરમાં બેસી રહે ? પ્રભનાં દર્શન વિના કેમ રહેવાય? ખાધા વિના રહી શકીશ પણ પ્રભુના દર્શન કર્યા વિના નહિ રહી શકું. કદાચ પ્રભુના દર્શન કરવા જતાં અર્જુનમાળી મને ઉપદ્રવ કરશે ને મારું મૃત્યુ થશે તે તેમાં શું વાંધો છે? ભગવાન તે મૃત્યુનું પણ મૃત્યુ નીપજાવનાર છે. તેમના દર્શનના ભાવમાં મરીશ તે મારું કલ્યાણ થશે. એમ કહીને દઢધર્મી સુદર્શન શ્રેષ્ઠી પ્રભુના દર્શન કરવા નીકળ્યા.
ધમી સુદર્શન ભગવાનના દર્શને ચાલ્યા : નગરના દરવાજે આવ્યા ત્યાં કેટવાળે ખૂબ રોક્યા. પણ એ તે કેઈના કયા રોકાયા નહિ. નગર બહાર નીકળ્યા કે સામેથી જેના શરીરમાં મુદ્ગરપાણી યક્ષ પ્રવેશે છે તે અજુનમાળી હાથમાં મુગલ ઉછાળતે આવી રહ્યો છે. સુદર્શન શેઠે તે જોયું. આ સમયે સુદર્શન શેઠને એ વિચાર ન થયે કે હાય હાય હવે મારું આવી બન્યું. હું મરી જઈશ તે મારી પત્ની અને છોકરાઓનું શું થશે ? એ તે પ્રભુના ઉપકારને યાદ કરવા લાગ્યા. અહે પ્રભુ! આ જીવ એક વખત અનંતકાયમાં ટકાના ત્રણ શેરના ભાવે તેલા હતા. ત્યાંથી અનેક કષ્ટ સહન કરતે કરતે આટલે ઊંચે મનુષ્યભવમાં આવ્યું. અહીં પણ પ્રાણી માત્ર પ્રત્યે દયા, જડ વિષયે પ્રત્યેને વિરાગ, તપ-ત્યાગ અને સાધના આ બધું પામવામાં હે પ્રભુ! તારે કેટલે ઉપકાર છે ! એવા અનંત ઉપકારી મારા પ્રભુ! તારા દર્શન કરવા આવતાં મને કંઈ થવાનું નથી. જેનું આયુષ્ય બળવાન છે તેને કેઈ મારનાર નથી. ને આયુષ્ય એ નિમિત્તે પૂર્ણ થયું હશે તે કઈ બચાવવા સમર્થ નથી. એવી મને અટલ શ્રધ્ધા છે. તારા દર્શને આવતાં કદાચ મારું મૃત્યુ થશે તે મારું મરણ સુધરી જશે તે નિઃશંક વાત છે.