________________
શારદા શિખર હમણાં શેઠ મારે બરડ થાબડશે ને મારી પ્રશંસા કરશે. શેઠે ત્રીસ હજાર રૂપિયા હાથમાં લઈને કહ્યું–મુનિમજી ! આ લઈ લો. હું તમને રાજીખુશીથી આપું છું. ત્યારે મુનિમ કહે શેઠજી ! મેં તે આપના નામથી ખરીદી કરી હતી. એમાં મારું કાંઈ નથી. આપનું છે. મુનિમ લેતા નથી પણ શેઠ પરાણે રૂ. ૩૦,૦૦૦ આપે છે. ને સાથે એક ચિઠ્ઠી લખી આપી કે હવે આ પેઢી ઉપરથી તમને કાયમ માટે રીટાયર કરવામાં આવે છે. આ વાંચતા મુનિમને ખૂબ આંચકો લાગ્યો. શેઠને પૂછે છે મારે શું ગુન્હ કે આપ મને રીટાયર કરે છે? શેઠ કહે છે ગુન્હ બીજે કેઈ નથી પણ તમે મારી આજ્ઞાનું પાલન કર્યું નથી માટે તમને રીટાયર કરવામાં આવે છે.
આજ્ઞા ભંગ કરતાં જીવનમાં થયેલી નુકશાની : દેવાનુપ્રિયે! સમજાયું ને ? આજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં કેટલું નુકશાન છે ! મુનિમ સદાને માટે બેકાર બની ગયો. ગમે તેટલું લાભ થતો હોય તે પણ વડીલની આજ્ઞાનું ઉલ્લંઘન કરાય નહિ. સાધુ એમ માને છે અમુક દેશમાં જઈએ તે લેકે ખૂબ ધર્મ પામે તેમ છે તે ગાડીમાં બેસીને જઈએ તે શું વાંધો છે ? ગમે તેટલો લાભ થતો હોય પણ જ્યાં વાહનમાં બેસવાની ભગવાનની આજ્ઞા નથી ત્યાં તે આજ્ઞાનું ઉલ્લંઘન કરીને જવામાં મોટું પાપ છે. લાખે છે તરી જતાં હોય પણ ભગવાન કહે છે તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે મારી પેઢી પરથી તું રીટાયર છું.
- હવે મન-વચન-કાયાથી ગુરૂને અપર્ણ થઈ ગુરૂની આજ્ઞાનું પાલન કરવામાં કેટલે લાભ છે તે સાંભળો. આ કાળમાં એવા ગુરુ અને શિષ્ય મળવા મુશ્કેલ છે. વિનીત શિષ્ય ગુરૂની આજ્ઞા ગમે તેવી કઠેર હોય તે પણ હસતે મુખડે તેને વધાવે છે.
गुरु उभो सूकावै, तो उभो सूकै, ओ पिण अवसर नहीं चूकै । गुरु करावै शिष्यने संथारो, ते पिण आज्ञा न लोपे लिगारो
કદાચ ગુરૂ શિષ્યને તડકે ઉભા રહેવાની આજ્ઞા આપે, અગર સંથારે કરવાની આજ્ઞા આપે તે પણ ગુરૂ આજ્ઞાનું પાલન કરવાને સુઅવસર ચૂકે નહિ ને ગુરૂની આજ્ઞાને લેપ પણ ન કરે. | એક ગુરૂના શિષ્યને કોઈ ચેપી રોગ થયેલ. શરીરમાંથી લેહી-પરૂ નીકળે ને ખૂબ દુર્ગધ આવે. ગુરૂ એને સમજાવીને સમતા ભાવમાં સ્થિર રાખતાં. એક વખત મેટ સર્પ નીકળે. શિષ્ય કહે ગુરૂદેવ ! સર્પ આવ્યો. ગુરૂ કહે – ભલે આવ્યો. તું એ સર્ષ પાસે જઈને તેના મોઢામાં હાથ નાંખી આવ. શિષ્ય ખૂબ વિનયવંત