SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર કહે-બ! મોઢું કડવું થઈ ગયું છે. મને કેફી ભાવતી નથી. કડવી લાગે છે. છતાં માતા ખૂબ આગ્રહ કરે ત્યારે પરાણે રૂચી વિના એક રકાબી કેફી પીવે છે. અને જ્યારે સાજે હોય ત્યારે બે ગ્લાસ કેફી પી જાય તે પણ ખબર ન પડે. ધર્મનું સ્થાન તમારા જીવનમાં રૂચી વિનાની પીવાતી કેફી જેવું છે. ને સંસારનું સ્થાન રૂચીપૂર્વક બે ગ્લાસ પીવાતી કેફી જેવું છે. હવે ક્યાં સુધી સંસાર સુખના રસીક રહેશે. આત્માને જગાડેને કહે કે હે જીવ! તારા કર્મો તું અનંત સંસારમાં રઝન્યો છું. જીવ ચારે ગતિમાં ભટક્ય છે. एगया देवलाएसु, नरएसु वि एगया । વાયા શારે , ચીલ્લા ના છ ને ઉત્તસુ. અ. ૩ ગાથા ૩ હે જીવ! તું તારા શુભાશુભ કર્મો ભેગવવા ક્યારેક દેવકમાં, ક્યારેક નરકમાં, ક્યારેક અસુરકાયમાં ગયે. તે દેવલોકનાં સુખ ભગવ્યા ને નરકગતિનાં દુઃખ પણ ભેગવ્યા. સુખ અને દુઃખ ભેગવવામાં બાકી રાખી નથી. છતાં હજુ કયાં સુધી આ સંસારમાં રૂલવું છે ? દેવલોકમાંથી મિથ્યાત્વી દેવને મનુષ્યમાં આવવાનું થાય તે આંચકો લાગી જાય છે. બાર દેવલેકમાં પહેલા-બીજા દેવલોકના દેવ ચવીને પૃથ્વી-પાણી, વનસ્પતિ, મનુષ્ય અને તિયચ એ પાંચ દંડકમાં આવે. ત્રીજાથી આઠમા દેવકના દેવ મનુષ્ય અને તિયચમાં આવે ને નવમા દેવલેકથી સર્વાર્થસિદ્ધના દેવો એક મનુષ્યમાં આવે છે. મનુષ્યમાં પણ ચાહે મોટો ચક્રવર્તી બનવાનો હોય તે પણ માતાના ગર્ભમાં તે આવવું પડે ને ? માતાના ગર્ભમાં આવીને ઉપજે તે પહેલે માતાનું રૂધિર અને પિતાના વીર્યને અશુચીમય આહાર કરવો પડે. આ એને ઈલેકટ્રીક સર્ટી જેવું લાગે છે. એને એમ થાય કે મારે આવું ખાવાનું? જીવ પહેલાં આહાર પર્યાપ્તિ બાંધે છે. જ્યાં જાય ત્યાં પહેલાં એને ખાવાનું જોઈએ છે. સાધુના પરિષહ બાવીસ છે. તેમાં સર્વ પ્રથમ સુધાને પરિષહ છે. દેવને આ માનવદેહની ગંધાતી કેટડીમાં આવવું ગમતું નથી. ટૂંકમાં મારે કહેવાનો આશય એ છે કે વારંવાર આવા જન્મ મરણ ન કરવા હોય તે વીતરાગ પ્રભુની આજ્ઞાનું પાલન કરે. પેલા મુનિમે રૂ ૩૦૦૦૦નો નફે મેળવ્યું છે. એના મનમાં તે એમ છે કે શેઠ મને શાબાશી આપશે ને ખુશ થઈને મેટું ઈનામ આપશે. એણે શેઠને પત્રમાં વાત જણાવી. ત્યારે શેઠે જવાબમાં એટલું લખ્યું કે મારા આવ્યા પછી બધું જોઈશ. સમય જતાં શેઠ સ્વદેશ આવ્યા. મુનિમને આનંદનો પાર નથી. શેઠ દુકાનમાં આવ્યા. મુનિમને કહે છે પેલા ત્રીસ હજાર રૂપિયા લાવે મુનિમના મનમાં એમ કે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy