________________
શારદા શિખર જંબુસ્વામીને સાંભળવાની અત્યંત જિજ્ઞાસા હતી. સુધર્માસ્વામીના વચન ઉપર તેમને અનન્ય શ્રદ્ધા હતી. તે સુધર્માસ્વામીની આજ્ઞા એ પિતાને પ્રાણ સમજતા હતા બંધુઓ ! ભગવાનનું શાસન પામી તેમની આજ્ઞાથી વિરૂદ્ધ ચાલવું એ માટે ગુહે છે. પછી સાધુ હોય કે સંસારી હોય, ગુરૂ હોય કે શિષ્ય હેય, શેઠ હાય કે નેકર હોય, પિતા હોય કે પુત્ર હોય. દરેક જગ્યાએ આજ્ઞાનું પાલન થવું જોઈએ. ભગવાનની આજ્ઞાનું પાલન કરવામાં મહાન સુખ છે. શિષ્ય ગમે તેટલે હોંશિયાર હેય પણ ગુરૂની આજ્ઞાનું પાલન ન કરે તે તે તેનું શ્રેય સાધી શકતે નથી. અને નોકર શેઠની આજ્ઞામાં ન રહે તે તે શેઠની મહેરબાની મેળવી શક્ત નથી. જે જ્યાં હોય ત્યાંના કાયદાને વફાદાર રહેવું પડે. વફાદાર ન રહે તે તેની દશા બગડી જાય છે. એક ન્યાય આપું-સાંભળે.
ન કરતાં આજ્ઞાનું પાલન ઉત્તમ છે” –એક કરોડપતિ શેઠ રૂના વહેપારી હતા. એ પરદેશ કમાવા માટે જાય છે તે વખતે તેના મુનિમને કહે છે હું પરદેશ જાઉં છું. વખારમાં રૂની પચાસ ગાંસડી ભરી છે તે ભાવ ચઢે ત્યારે વેચી દેજે. પણ હું ન આવું ત્યાં સુધી નવો માલ ખરીદશે નહિ. ત્યારે મુનિમ કહે છે ન થાય તે પ્રસંગ આવે તે માલ ખરીદું કે નહિ ? શેઠ કહે-“ના.” ગમે તે નફે થાય તે પણ નવી ખરીદી કરશે નહિ. છે એટલે માલ વેચીને દુકાન સાચવીને રહેજે. તમારો પગાર ચાલુ રહેશે. શેઠ તે ભલામણ કરીને ગયા. જુની ગાંસડીઓ વેચાઈ ગઈ તેમાં સારો નફે થશે. એક વખત એ પ્રસંગ આવ્યું કે રૂના બજાર ખૂબ નીચા હતા. મુનિમ ખૂબ હોંશિયાર હતો. એના મનમાં થયું કે અત્યારે જે ખરીદી કરી લેવામાં આવે તે બજાર ઉંચા હશે ત્યારે સારે નફે થશે. એણે તે હિંમત કરીને બે લાખને માલ ખરીદી લીધે. થોડા દિવસ પછી રૂના ભાવ વધ્યા એટલે મુનિમે બધો માલ વેચી દીધે. તેમાં રૂ. ૩૦,૦૦૦ને નફો થયો. હજુ શેઠને આ વાત જણાવી નથી. પણ એના હૈયામાં હર્ષ સમાતું નથી. ખોટ ગઈ હોત તો ભાઈના હાજા ગગડી જાત.
તમને લાભ થાય ત્યાં આનંદ આનંદ થાય ને! તાવ આવતું હોય પણ દીકરો કહે–બાપુજી ! તમે આજે દુકાને આવશે તે એક લાખ રૂપિયાને સો થાય તેમ છે, તે તાવ આવતું હોય તે પણ દુકાને દોડે ને ? અને ઉપાશ્રયે આવવાનું હોય તે હેજ શરદીની અસર લાગે, બે છીંક આવે તે કહેશે કે આજે ખૂબ વરસાદ છે. મને શરદી થઈ છે. વ્યાખ્યાનમાં જવું નથી. શા માટે આમ બન્યું ? તમને જેટલી રૂચી સંસાર પ્રત્યે છે તેટલી આત્મા પ્રત્યે નથી. જેમ દીકરાને ખૂબ તાવ આવે ત્યારે માતા દવા પીવડાવે ને કહે બેટા ! લે, ચા-કોફી પી લે. ત્યારે દીકરો